પારકાનું દુ:ખ પોતાની નઝરે

“છે સંવેદન અહીં એટલા બધા…લોકો,
દુઃખ દેખીને રડી પણ પડે છે….., “અંગાર”….
પણ એ અલગ વાત છે, કે
પોતાના દુઃખજ નજરે આવે છે,
બીજાના નહિ…સમજયો….!!”
————(ઇસબ મલેક “અંગાર”)
___ ___ ___ ___ ___ ___ __નજર એવી વસ્તુ છે, જે હંમેશાં બીજાને જ જોતી હોય!! પણ એ ખરેખર બીજાને જુવે છે? એ વિચાર કરવા જેવી વાત છે!! નજર એક એવો રસ્તો છે જે,તમારી આંખોથી મન, વિચાર અને બ્રહ્માંડ સુધી તમને ઘૂમાવે છે. નજર એ એવી ચિપ છે,(અબજોના સેલ્સમાં), કોમ્પ્યુટરમાં છપાઈ જાય છે.આ“પ્રિન્ટીંગ”કેટલું જૂનું છે? તે કહી ના શકાય! એ તો બસ છપાતુ જ જાય છપાતુ જ જાય છે…! કેટલાક લોકો વ્યવહાર સાચવવા,ખાસ હોસ્પિટલમાં દર્દીને મળવા જાય,અને એના ખાટલાની સામે જ ચાલુ થઈ જાય..એમને કયા વખતે,કયો રોગ થયો હતો?! અને કેટલી પીડા હતી! અને પોતાના દુઃખને યાદ કરી કરીને, રાડો પાડીને રડવા માંડે! પોતાના દુઃખને એવી રીતે,યાદ કરે કે પથારીએ પડેલા દર્દીને એવો ભય પેસી જાય કે ચોક્કસ,”યમરાજા મને તો ભાળી જ ગયા છે,અને હું તો બે દિવસનો જ મહેમાન છું”.
મને ઘણીવાર આવું થાય છે.હું,જ્યારે કોઈના“પિતા ગુજરી ગયા છે” સાંભળું,ત્યારે બહુજ રડું! કારણ કે મને,સતત મારા પિતા જ યાદ આવી જાય.
જ્યારે નજર બધુ નીરખતી હોય ત્યારે,તે બીજું જુવે છે,એવો આપણને ભ્રમ છે. એ સતત પોતાની જાતને,એ દૃશ્ય દ્વારા જોતી હોય છે અથવા,સરખાવતી હોય છે!!કૉરોનાથી કોઈને તકલીફ થતી હોય, કે કોઈના ઘરમાં, એક સાથે અગિયાર જણાને કૉરોના થયેલો સાંભળીએ, ત્યારે આપણો પ્રતિઘાત એ જ હોય”સંભાળજો હો બહુજ ખરાબ રોગ છે” Apathy,sympathy,empathy….આ પ્રકારની મનોવૃત્તિ છે..
Apathy એટલે એવા પ્રકારના લોકો કે જેને કાઈ જ ફરક ના પડે! “પાડાની પીઠ ઉપર પાણી!”…”હા હા ઠીક છે” કહીને હાલતી પકડે.આવા લોકોને ઘર સામે આગ લાગી હોયને તો પણ કાંઇ ફરક ના પડે.. એ પોતાના કામ માં મગન હોય.
Sympathy એટલે એવા પ્રકારના લોકો કે જેને દેખાવ કરવાની આદત હોય- જાણેકે એ બીજાંના દુ:ખથી એ પણ એવા જ દુ:ખી થઈ ગયા છે.બીજાંના દુ:ખનો પહાડ જાણે પોતા ઉપર આવી પડ્યો છે!! બાળમંદિરમાં એક છોકરું રડતું હોય તો તેને જોઈને બીજાં છોકરાં ભેંકડા તાણવા માંડે! એક કૂતરાને હડ કહીને લાકડી મારો તોબાજુમાં બેઠેલું કૂતરું પણ રાડો પાડવા માંડે એને લાકડીએ ના મારી હોય અને હડકાવ્યું પણ-ના હોય તો પણ જાણે આપણે એને માર્યું હોય, તેવી રાડો પાડે!!
Empathy એટલે એવા પ્રકારના લોકો જે “સાચાં દિલ”ના હોય.સામી વ્યક્તિના દુ:ખમાં એ ખરેખર સહભાગી થતા હોય.. એ કપરા સંજોગોમાં મદદ કરવા પણ તૈયાર હોય..એને સામે નાનું દર્દ અનુભવાતું હોય. ચંબલની ખીણમાં રહેતા કેટલાક ડાકુઓ વિશે સાંભળ્યું છે કે એ લોકો એટલા બધા પરોપકારી અને પરગજુ હોયકે સમય આવ્યે, ગામ આખું એમને સંતાડવા અને સાચવવા તૈયાર હોય!
ખાખરાની ખિસકોલી સાકરનો શું સ્વાદ જાણે?!
મરીને જોઈએ તો જ ખબર પડે મૃત્યુ શું છે?!
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: