બોળચોથ

આપણા જીવનમાં આનંદ અને ઉત્સાહ વધારવા માટે,”કોઈપણ જાતની કલા,નાચવું ગાવું,સજાવવું,” ખૂબજ મોટો ભાગ ભજવે છે.ખાસકરીને આષાઢ, શ્રાવણ ભાદરવો અને આસો આમ ચાર મહિના ઉત્સવના મહિના કહી શકાય..આ મહિના ચાતુર્માસના મહિના છે.. વર્ષની મોટી અગિયારસો પણ આ જ મહિનાઓમાં આવતી હોય છે.. દા..ત. ‘દેવપોઢી અગિયારસ,ભીમ અગિયારસ,નીમ અગિયારસ..મોળાકત,જયાપાર્તી,તાપીસાતમ,દિવાસોઆ બધાં વ્રત! સોળ સોમવારનું વ્રત પણ શ્રાવણના પહેલા સોમવારથી શરૂ થાય છે.
ખેતીનાં કામ અને ઘરનાં કામમાંથી, સ્ત્રીઓને ખાસ મોકળાશ મળે,આનંદ મળે,આરામ મળે એટલે આવાં વ્રત ઉજવાતાં હશે..અમુક વ્રત,બળેવ,નાગપાંચમ જેવાં વ્રતોમાં પુરુષોનો પણ ભાગ હોય છે..વ્રતો અને ઉજવણીની રીત-રસમ જોશું તો,ખ્યાલ આવશે કે, એમાંથી કશુંક નવું શીખવાનું,અને જાણવાનું મળતું હોય છે.આનંદ અને ઉત્સાહથી એક બીજાને જોઈ નવું શીખી શકાય,એટલે વડીલોએ જોડકણાં અને વાર્તાઓ શોધી કાઢ્યાં!!
આ “ઘઉંલાચોથ”ની વાર્તામાં નાનકડી વિધવા વહુને, ઘરકામ કેમ શીખવવું તે એક ગરીબ ઉંમરલાયક સાસુજી દ્વારા શીખવવામાં આવે છે.આ સમય પણ એવો હતો જ્યારે.. બાળકો એકદમ મા-બાપની વાતો ઉપર વિશ્વાસ મૂકતાં..ત્યારે આટલું બધું વિજ્ઞાન આગળ નહોતું.! મિક્ષર,ગ્રાઈન્ડર કે માઈક્રોવેવ-ઓવન નહોતાં! એટલે અગિયાર વર્ષમાં પરણી આવેલાં બાળકો કામ કરતાં થાકી પણ જાય.!! એટલે ખાંડવું,કાપવું,કે દળવું નહિ! એવા એ દિવસ પૂરતા નીતિ-નિયમો પણ બનાવ્યા!!! આપણી ઘઉલા\બઉલા\બોળચોથ! ના દિવસે.
હજુ “પાંચીકા”રમવાની ઉંમરમાં, ઘઉં અને ઘઉંલો(વાછરડું)નું નામ કશી ભાન ના હોય!
સાસુમા નદીએ નહાવા ગયાં.પાછળથી જે છબરડો,અગિયાર વર્ષની વહુએ કર્યો! અને અંતે આપણે પશુ,પ્રાણી અને વનસ્પતિની એક યા બીજાં સ્વરૂપે પૂજા કરીએ છીએ.એટલે ગાયને પૂજી એની ઉપયોગિતાને જોઈને સ્વીકાર્યું તેંત્રીસ કરોડ દેવતા ગાયમાં છે.
જે હોય તે, આપણા વડીલો કરતા, એટલે અમુક વ્રતો કરશું અને કરતાં રહીશું!
જેણે પણ આ વ્રત કર્યું હોય, તેને સદાય ખુશી મળતી રહે..
બોળચોથની હાર્દિક શુભેચ્છાઓ…
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: