એમાં નવી નવાઈની વાત નથી….,
આ જોને, ચન્દ્ર, તારા,પૃથ્વી,
સતત ફરતા જ રહે છે
પણ તેની ગતિ નક્કી જ
હોય “અંગાર”,
એક અનોખો છે માનવી
અહીં,
ક્યારે કઈ બાજુ ફરે.. નક્કી
નહિ..!
—– (ઇસબ મલેક “અંગાર”)
—–
મન તો મરકટ જેવું છે.મનને કાબૂમાં લઈ આવવું, એટલે અભિમન્યુના સાતકોઠા પાર પાડવા!
મન બહુજ ચંચળ છે. મરકટ!મન કૂદાકૂદ કરે છે. એને શાંતિ નથી!એ એક કામથી બીજે ભટકે છે. વધારેમાં વધારે ક્યાં મળશે? ત્યાં જંપલાવ્યા કરે..
માણસ મનગમતી વસ્તુ મેળવવા, તે વસ્તુની ઉપર અને આસપાસ મંઢરાયા કરતો હોય છે, એટલે તો કોઈ કવિ એ ગાયું છે ”મન મારું મધુકર બની ગુંજે!”? ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ!’ આ ઈન્ટરનેટના જમાનામાં, માણસે દુનિયાને એવીતો એક કરી નાખી છે, કે દિવસ રાત એક થઈ ગયાં છે!! એમાં નવી નવાઈની વાત નથી.
માણસનું મન સ્વાર્થનું બનેલું છે.”ઈસમેં મેરા ક્યા?કુછ નહિ,તો આગે બઢો..!! અહીં સમય,નીતિ, નિયમ વફાદારી,માનવતા બધું જ બાજુમાં રહી જાય!!
સૂરજ,ચંદ્ર,તારા,પૃથ્વી સતત ફરતાં જ રહે છે. સૂરજ નિયમબદ્ધ ઊગે છે અને નિયમબદ્ધ આથમે છે.એ નથી કહેતો કે,”મને આરામની જરૂર છે”.એક દિવસ સૂરજ ના ઊગે તો આપણું શું થાય? આજના કૉરોનાના સમયમાં ”કામવાળી જલ્દી પાછી આવી જાય! એટલે લોકોએ,“સવાકિલો સોગઠીયા પેડાની માનતા રાખી છે”..તો..બસ! અહીં તો સૂરજ સતત બીજાનું જ સારું કરતો રહે છે. નિતિ અને નિયમ બદ્ધતા ઉપર, આખું બ્રહ્માંડ નિર્ભર છે.સૂરજ કોક દિવસ એમ કહે,કે “આજે તો મારે લીવ ઉપર જાવું છે”! “મારી અવેજીમાં, થોડા દિવસ ચાંદાભાઈથી ચલાવી લેજો..!!” જ્યાં ‘કામવાળી વગર આપણે બેબાકળા થઈ જઈએ છીએ, તો તો સૂરજદાદા વિના શું હાલત થાય??” ગ્રહણ”ની બે ઘડી માં આપણે,કેટલા ગભરાઈ જાઈએ છીએ.કેટલાં પૂજાપાઠ,દાનધરમ..(તે દિવસપૂરતાં) કરી નાખીએ છીએ..?!!
હકીકતમાં,માણસને ખબરજ નથી.એણે ક્યાં જાવું છે?! એ ગાડરીયા પ્રવાહને અનુસરે છે.એ બ્રહ્માન્ડના અણુમાંથી જ અવતર્યો છે. એ, એજ તત્વોનો બનેલો છે.પણ..ધરતી ઉપર આવી,પોતાના‘તેજ’ને ભૂલી ગયો છે. એ આળસુ,સ્વાર્થી,પરાધીન,ભૌતિક, અને મફતીયો બની ગયો છે. એટલે,એ સાચી દિશાનું ભાન ભૂલી ગયો છે? એવું નથી,પણ જે બાજુ પોતાનો ફાયદો હોય તે દિશાતરફ વલણ આદરે છે. ’જિસકે તડમેં લડ્ડૂ ઉસકે તડમેં હમ’.
એક લોભિયાને, દાળિયા ખરીદવા હતા. તે બુધવારી બઝારમાં,દાળિયા ખરીદવા ગયો.”મફતની લાલચમાં..આગળ..દાળિયાથી માંડીને મિઠાઈ સુધીની બધી જ દુકાન ફરી વળ્યો.એની હાલત એવી થઈ કે છેવટે,એને મમરા પણ ના મળ્યા!! બરાબર છે, “માણસ” છીએ! પોતાનો ફાયદો જોઈએ.પણ આપણે,આપણા વ્યક્તિત્વ ના જાળવી રાખીએ તો?! કચ્છીમાં કહેવત છે,”પરાઈ પૂઠીયા પૂછ..” જે દિશામાં પવન હોય તે તરફ જવું. અત્યારે નરેન્દ્રભાઈની પૂજા કરીએ છીએ,આવતી કાલે એને જ”ગાળોદેશું” તો મને નવાઈ નહિ લાગે!.કારણકે આપણા પૂરતું કામ શક્ય છે નરેન્દ્રભાઈ પૂર્ણ ના કરી શકે, અથવા આપણી જરૂરિયા પૂરી..!!
—– મુક્તિદા કુમાર ઓઝા
મન તો મરકટ
