સ્વપ્ન! –નીંદરમાં કે જાગતાં?

જિંદગીએ આપી દીધા….
હર કોઈને બે ઓફશન… “અંગાર”..,
સપના જોવા જ હોય….તો,
નિદ્રા ફરજીયાત છે…,
અને સપના સજાવવા હોય તો..,
સખત મહેનત ફરજીયાત છે…..!”
( ઇસબ મલેક “અંગાર”)
————————-
“જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે”!!
આતો આપણા આદિ કવિ નરસૈંયાએ ગાયેલી કડી છે! એટલે,આ ‘જાગવાની’ ને ‘જોવાની’ વાતો મને તો કાંઈ સમજાતી નથી!! મને તો એમ થાય છે કે, આ નરસૈંયો(નરસિંહ મહેતા) આંધળા તો નથી થઈ ગયાને? આવું કેમ બોલે છે!
ચાલો આપણે તો,વાત કરીએ”સપના”ની યાર!
શું ઠસ્સો છે! “મિસવર્લ્ડનો ખિતાબ” જીતી આવી હો! જોઈએને તો, લાગે ‘સ્વર્ગની પદમણી’ ધરતી ઉપર અવતરી છે! અરે! બોલે તો એના એકએક દાંત દાડમની કળી જોઈ લો! એને બોલતી સાંભળીએ ને? તો,સાંભળતા જ રહીએ.એટલી જ નમ્રતા,એના વર્તનમાં. “ત્વરિત જવાબ”ના રાઉન્ડમાં જે જવાબ આપ્યો! નિર્ણાયકો અને ઓડીયન્સ દંગ રહી ગઇ! આ બધું,જનમથી જ નથી મળતું. સાહેબ! આવું વ્યક્તિત્વ નિખારવા માટે, દિવસરાતની મજૂરી કરવી પડે છે!! જીવનના દરેક પાસાંની સજ્જતા,કેળવવા ડાયેટથી માંડીને સાહિત્ય,કલા,સમાજની રગરગની જાણકારી અને હુશિયારી હોવી જરૂરી છે.
શેખચલ્લીની માફક, હવામાં હવાતિયાં મારવાથી તો સપના,સાકાર ન જ થાય!
એક બુઝુર્ગની આંખ બગડી,એ ડોક્ટર પાસે ગયા..ડોક્ટરે કહ્યું તમારી આંખ બગડી ગઈ છે! હવે રીપેર નહિ થાય! ભાઈએ તો મન્નત,બાધાઓ,બાધાઆખડી બાંધી લીધી હતી. એટલે,જ્યારે“મારી આંખ સારી થાશે,ત્યારે હું કામે લાગીશ.” ભાઈએ કામ બંધ કરી દીધું! શું થાય? ખવાના લાલા પડી ગયા.
દિવાસ્વપ્નમાં રાચવાથી, મહેલો બંધાઈ નથી જાતા. એના માટે ઘરના લોકોએ પણ,ધ્યાન આપવું પડે! એ લોકો બાળકને એવી રીતે બગાડે!
(અહીં કાવ્યની કડીઓ છે તે કચ્છીકવિ સ્વ.શ્રીપ્રતાપરાય ત્રિવેદીની છે)
“ભાભુ ચેં “મુંજો કાકુડો, ખાધે જો કુડો!..
જરીક પેડા,જરીક બરફી ને જરીક જલેબી ખાય!
કીં જરીક હલવો, જરીક શીરો ને જરીક લાપસી!”
જરીક જરીક ખાઈ ને, ફાટી પેધો કાકુડો!”
લોકો તો પોતાનાં બાળકને ખવડાવી પીવરાવી તાજામાજાં તૈયાર કરવા માગતાં હોય,પણ..”અમે જાણ્યું કે ઘઘો થાહે ‘ગવંડર’ પણ ગોફણ પાણા હૂંતી જાયરે”!?
પેલી.. મિસવર્લ્ડની જેમ, સપના સજાવવા હશેને? તો મજૂરી તો કરવી જ પડશે. દુનિયાના કોઈ પણ ક્ષેત્ર મા જોઈ જાવ..શ્યામજી કૃષ્ણવર્મા (કચ્છનું મહાનવ્યક્તિત્વ),રસ્તા ઉપરના,ફાનસના અજવાળાં નીચે બેસીને ભણ્યા છે.
ખરેખર મહેનતુ વિદ્યાર્થીઓ વિશે જાણવું હોયને,તો દસ અને બારમા ધોરણના પરિણામના દિવસે એવા વિદ્યાર્થીઓના ઈન્ટર્વ્યુ લેશો અથવા સાંભળશો તો ખ્યાલ આવશે,કે એ લોકોને સાત બાય સાતની ઓરડીમાં,પાંચ જણ રહેતા હતા..ખાવાના પણ ધાંધિયા હતા.એવા સંજોગોમા,આવા વિદ્યાર્થી “ટોપના નંબર” લાવે!! અને બીજી બાજુ,એ તો આપણો “સ્વીટહાર્ટ”! છેતો બહુ જ હુશિયાર, પણ પરીક્ષાના દિવસે જરા “ફીવર” થઈ ગયેલને એમાં,રીઝલ્ટ ‘પચાસ ટકા’આવ્યું! આજકાલ પેપર પણ બરબર ચેક નથી થતાં ને! છેતો હુશિયાર હો..રસ્તા ઉપર ઊભો રહેતો ત્યારે કેવો હેન્ડસમ લાગતો! સલમાનખાન ‘પાણી ભરે’ એના પાસે!!!એવો દેખાતો હેં ને?!
—–મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: