આચાર સંહિતા

“આચારસંહિતા… નું નામ આવે,
ફક્ત ચૂંટણીની જ વાત દેખાય આપણને…,
જીવનની આચારસંહિતા… ને કોણ યાદ કરે “અંગાર”!!”
—— ઇસબ મલેક”અંગાર”!!
___ ___ ___ ___ ___ ___ ___ ___ ___ ____ __ ___ __
મેઘધનુષના સાત રંગો મળીને,એક રંગ બન્યો‘સફેદ’.પણ એ રંગોને જો કોઇ રંગ જુદો પાડતો હોય તો તે છે ‘કાળો’ કાળા રંગમાં,જેટલા રંગ ભળે તે સામાન્ય રીતે આંખોને અણગમતા ભૂખરા,રાખોડી જેવા’રંગો બનતા જાય!
‘જીવ’ને કોઈ રંગ નથી.પણ એ જેવું રૂપ ધારણ કરે કે તરત એને આસપાસના વાતાવરણની અસર થાવા માંડે છે. જેમ જે પ્રકારની જમીન ઉપર બીજ પડે તેવાં ફળ પેદા થાય. એવું જ ‘જીવ’નું અને ‘જિંદગી’નું છે. જીવ જ્યાં જન્મે તેવો તે થાય. ચોરના ઘેર જન્મે તો ચોર જેવો. ભગતના ઘેર જન્મે તો ‘ભગત’ જેવો. નાક-નક્શી પણ દાદા-પર દાદાઓ જેવાં જ થાય.
પણ આપણે જો ઈચ્છીએ તો,’..જિંદગી’ની(પ્રતિભા) બદલી શકાય ખરી.અને જિંદગી બદલવા માટે “નીતિ-નિયમોનું પાલન”સતત અભ્યાસ કરીને કરવું બહુજ જરૂરી છે.જ્યારે પણ,આપણે કોઈ કામ કરીએ ત્યારે,”આપણો આત્મા બોલતો હોય છે,”સારું કર્યું કે ખરાબ કર્યું,સાચું કર્યું કે ખોટું કર્યું”!!એટલે જ તો અહિંસા,સત્ય,અસ્તેય,બ્રહ્મચર્ય,અને અપરિગ્રહના માર્ગે ..મનને વાળવું એટલા માટે જ જરૂરી છે.
આપણી જિંદગીને વ્યવસ્થિત કરવા માટે,આપણા પૂર્વજોએ જીવન જીવવામાટે અમુક નિયમો તો ઘડ્યા જ હતા.’વડીલો,બાળકો સાથેનું એકમેકનું વર્તન’.’ઘરમાં ખાવા-પીવાની બેસવા-ઊઠવાની રીત’.’અમુક સમયે પ્રાર્થના-પૂજા’,’જન્મથી મૃત્યુ પર્યંતના રીત- રિવાજો’. આ બધી ‘આચાર સંહિતાઓ’ જ હતી ને! ‘દિકરી પરણે એટલે “સાસરું” જ એનું ઘર’.’પુરુષ જ અમુક પ્રકારના કામ કરી શકે’.દાખલા તરીકે’ કડીયાકામ’, (અહીં કેટલીલવાર,અપવાદ હોઈશકે)..
સવારે જાગીએ ત્યારે નિત્યકર્મ કરવાના એટલે કરવાના જ. પ્રાત:સંધ્યા,સાયંસંધ્યા કરવાના એટલે કરવાના જ!
જોકે આ નીતિનિયમો સમય પ્રમાણે બદલાતા રહ્યા છે. એક ઉદાહરણ આપું. ઘરની અંદર સ્ત્રીથી મોટા અવાજે બોલી ન શકાય.અરે! હસી પણ ના શકાય! એક જમાનામાં ઘૂંઘટની પ્રથા હતી. એક જમાનામાં “ડાઈનીંગ ટેબલ” નહોતા! અને સંયુક્ત કુટુંબોમાં,જમીન ઉપર પાટલા માંડી પંગતની પ્રથા હતી.પહેલાં વડીલો,પછી પુરુષો, અને છેલ્લે સ્ત્રીઓ.એક સ્ત્રી રસોડામાં,ગરમ- ગરમ રોટલી બનાવતી જાય અને બીજી ઘૂમટોતાણીને પીરસતી જાય! આવા સંજોગોમાં,કેટલાક અટકચાળા પુરુષો, એ ઘૂઘટવાળી સ્ત્રીનું એવું તો અડપલું કરે! કે સ્ત્રીથી ના બોલાય કે ના સહેવાય.. હાથમાંથી પીરસવા લીધેલી દાળ ઢોળાય. અને પેલા અટકચાળા ભાઈ તાડુકે” નો’તું કીધું ‘મસોતું’ લેજો-દાજ્યાંને!!” આમ સંયુક્ત કુટુંબોમાં સ્ત્રીઓએ,બોલવાનું નહિ, ઑઝલમાં રહેવાનું, મોટેથી હસવાનું નહિ, એવી ‘આચાર સંહિતા’ અમલમાં હતી જ.
કેટલીક જાતમાં, અત્યારે પણ મા,પત્ની,બાળકોને’તમે’ કહીને જ બોલાવે. એકમેક માટે સન્માનવાચક શબ્દો જ વપરાય! છે.એટલા માટે એક જોક પણ પ્રખ્યાત છે. એક ભાઈ પોતાના સાહેબના ઘરે,મળવા ગયા.ઘરના દરવાજા પાસેથી એણે સાંભળ્યું.”તમે આવું કેવું ગોદડું ભીનું કર્યું!?” આ ભાઈ તો આવું સાંભળીને છોભીલા પડી ગયા! જ્યાં દરવાજો ખુલ્યો અને જોયું તો બહેનના હાથમાં બે મહિનાનું બાળક હતું.!!.
જીવની ‘આચારસંહિતા’ જરૂરી છે.પણ હદમાં રહીને..આ કરાય/નકરાય એવા શિષ્ટતા અને શિષ્ટાચારના નિયમોના અતિરેકથી, “જીવનની આચાર સંહિતા” ખળભળી ઊઠે છે. ચૂંટણી આવે ત્યાંરે તો”આનંદોત્સવ” હોય.ચૂંટણીમાં ઉમેદવારોઓ તમે માગોતે હાજર કરે! અને હાજર કરવાના વાદા કરે! અરે! કુવારાને કન્યા..કન્યાને કંકુ, છે માગનારો ભૂલ્યો…ફજેત ફાળકો ચૂંટણીનો ચગ્યો છે!!
“નીતિનિયમો” જિદગીને સરળતો બનાવે છે ને!?જીવનની આચાર સંહિતા માટે આપણે પોતે જ જવાબદાર છીએ. યમ અને નિયમના પાટા રૂપી આચાર સંહિતા ઉપર જિંદગીની ગાડીને ન દોડાવશું તો ચોક્કસ ખુશીની મંઝિલ સુધી આરામથી પહોંચી જશું.
મુક્તિદા કુમાર ઓઝા

2 thoughts on “આચાર સંહિતા

  1. भणी तो गया,,पण शिखवा नु हवे सरु थयूं छे,,दी,,आपने वंदन,,हो,,

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: