“તારી વાતોમાં સામા વાળાને
રસ પડે તો ,
તેને થોડુંક પણ ડહાપણ
કહેવાય…..,
પણ તારી વાતો સાંભળીને
ભાગવા માંડે
ત્યારે માની લેજે “અંગાર”,
તે દોઢ ડહાપણ જ લેખાય!”
(ઇસબ મલેક “અંગાર”)
\_\\ \\ \
“ગામમાં કોઈ જાણે નહિ, ને હું લાડાની ફુઈ!” જ્યારે તમારા માટે સામી વ્યક્તિને રસ નથી, તે વાત એક યા બીજી રીતે,આપણને ખબર પડી જ જાય!! આવા જોડકાં મિત્રો,પતિપત્ની,બહેનો,ભાઈઓ,બાપ-દીકરો,મા-દીકરી.માનવ જાતિમાં છે, પણ ધ્યાનથી જોશું,તો ખ્યાલ આવશે,કે આ..’માત્ર ગાડું ચલાવી જાય છે’.
માણસ સામાજિક પ્રાણી છે.સમાજને બતાવવા માટે!બાકી વાતમાં દમ નથી.જિંદગીના કુંડાળામાં પગ મૂકી દીધા પછી,”બોલવા”ની મુખ્ય અસર પતિ-પત્નીને થતી હોય છે! કારણકે આમાંથી બહાર નીકળવું બહુજ “મોંઘું”છે!
‘વચક-વાલોળીયો’ આવા નાટકીય શબ્દો, આપણી સમક્ષ ઘણુ ચોખ્ખુ ચિત્ર,રજુ કરતા હોય છે.બસ,કોઈ પણ સંજોગોમાં બોલતા જ રહેવું, બોલતા જ રહે..ગાડીને બ્રેક લાગે જ નહિ! સામાન્ય રીતે આવું,જેમ ઉમર વધતી જાય, તેમ વધારે થતું જાય વધતું જાય.બોલી બોલીને ખાસ સાબિત કરવા કોશીશ કરે!” કે એ પણ એક સભ્ય છે જેનું એક યા બીજી રીતે ઘરમાં અને સમાજમાં મહત્વ છે જ”. નિવૃત્તિની વય, અને “શો-ઓફ” ‘મને બધું આવડે’!!એમની એવી કિટકિટથી લોકો ભાગતા ફરે.એટલે સુધી કે એની હાજરી એટલે ફેવિકોલથી વધારે કશું જ નહિ.
કહેવાય છે કે,”ઘરડા ગાડાં વાળે”!પણ એમની વાત જ્યારે“કિટકિટ”બને ત્યારે,બીજા લોકોને પણ પોતાનું અસ્તિત્વ હોય, અને લોકો ભાગતા ફરે!અમુક લોકો,વ્યક્તિઓ માટે આપણે પૂર્વગ્રહના કારણે માન્યતા બાંધી લેતા હોઈએ. ‘આતો ખોટોજ હોય’! એટલે એને સાંભળવા જ તૈયાર ના થઈએ!!! સામેનો નથી જ સાંભળતો! અને તમારી “બડબડ” ચાલુ જ રહે!તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર વધે.સ્ત્રીઓમાં આવું વલણ વધારે દેખાય,કુટુમ્બનો પ્રસંગ હોય કે સામાજિક ઉત્સવ હોય,સ્ત્રીઓ જમા થઈ હોય! તો માર્ક કરજો,એક તો કોઈની વાતમાં ‘તથ્ય’ નહિ હોય!અને કોઈની વાત પાટાસરની નહિ હોય.
એક વખત ભિખ્ખુ આનંદે ભગવાન બુદ્ધને પૂછ્યું : ‘તમે ઘણા પ્રશ્નો વિશે અમને માર્ગદર્શન આપ્યું છે,પણ બીજા હજુ અનેક પ્રશ્નો- મૂંઝવણો અંગે આપે કંઈ કહ્યું નથી.એમાંથી કોઈ પરિસ્થિતિ આવી પડે તો અમારે શું કરવું ?’ બુદ્ધનો જવાબ હતો : ‘એ વખતે તમારે તમારા વિવેકને અનુસરવું અને એ કહે તે પ્રમાણે કરવું.’
કેટલીક વાર ’ગુરૂ’ કહેતા હોય,અત્યારે જે કહું છું,તેને લાખમાંથી એક જણો પણ અનુસરે,તો હું ભગવાનનો પાડ માનું !”પાડાની પીઠ ઉપર પાણી”! જેવી વાત છે.
એકબીજાને સમજવું, એ “ડહાપણ” છે, ડહાપણ એટલે ‘સમય સૂચકતા’..પરિસ્થિતિને અનુરૂપ સંવેદના,સંવાદ,વાત શામાટે? જ્ઞાન એટલે શું? ‘જતું કરવું’.આપણને ખબર હોય ત્યારે,જતું કરવું પડે,અને બોલવું પણ પડે જ ”મને આમાં ખબર ન પડે!” આ વાક્ય,જ્યારે તમને “જરૂર” હોય,ત્યારે તમને હચમચાવી નાખે!..પણ હા સાચી વાત એ છે કે,બોલો તો પણ દુ:ખ,અને ના બોલો, તો પણ દુ:ખ! ‘શામાટે સલાહ ન આપવી’? એટલે સમજદાર લોકો “નરોવાકુંજરોવાનું વલણ અપનાવે! નવા અનુભવ ન હોય,અને જૂના અનુભવમાં, લોકોને રસ ન રહે.
અમુક રોગીષ્ટ લોકો,વડીલો,બાળકો,વિદ્યાર્થીઓની પાછળ આપણે પડી જઈએ..આપણે સતત એ લોકોને “ઈન્ડાયરેક્ટ કંટ્રોલ”કર્યા કરીએ.. ‘સીધા બેસોને’,’સાકર ન ખાવને’,’એક્ષરસાઈઝ કરોને’,’પ્રાણાયામ કરોને’, પણ એ ન જ કરે તો??“એની મરજી”!!
પણ ન બોલીને પાપ તો નથી કરતાં ને? જુઓ ભીષ્મપિતામ:ની હાલત જુઓ, એમને કેવી મૃત્યુ શૈયા પર સૂવું પડ્યું? બાણોની ધારવાળી!!
“તેરી બીચુપ ઔર મેરી બી ચુપ” એ તો વાજબી નથી જ.
એટલે જે સાચું હોય, તે કહેવું ખરું, પણ સામી વ્યક્તિને કંટાળો ચડે નહિ તેમ…!
મુક્તિદા કુમાર ઓઝા.
“ડહાપણ”
