“પ્રેમભક્તિ”
પ્રેમ! તમે કોને કરો છો, શામાટે કરોછો? પ્રેમનું બીજું નામ ભક્તિ. નવરાત્રિમાં “માતાજીના ભક્ત બની જવું!, પર્યુષણમાં જિનેન્દ્ર!,નરેન્દ્ર ભાઈ સામે”જય હાટકેશ”.ભાવનગર જાવ તો,’બાપા સીતારામ’, ખીચડી ખાવી હોય તો ‘જયજલારામ!’ . ‘વા તેડી પૂઠ’..આ””ભક્તિ”” છે? કે પછી, ટીલાંટપકાં કરીને ઘંટડી વગાડવીએ”ભક્તિ”? જે હોય તે ઈશ્વર સુધી પહોંચવા,કોઈ પણ રીતે ભક્તિ કરો.જપ કરો,ધ્યાન કરો,ક્રિયાકાંડ કરો,”નવધા ભક્તિ”ની કોઈ પણ રીતે ઈશ્વર તરફ જાવ.
ઈશ્વરને તમે જોયો છે? તમે જેને પણ પ્રેમ કરો છો તે.. એ શક્ય છે ‘કૂતરું’ હોય, ‘બિલાડી’ હોય તમારું ‘બાળક’ હોય! “જે સ્વરૂપે તમે એને ભજતા” હો( પ્રેમ કરતાહો)તે..બાલમુકુંદ,ગોવાળયો કે પછી દ્વારકાધીશ! એમાં એવા ગરકાવ થઈ જાવ, કે એના માટે ઝેર અમૃતની જેમ ગટગટાવી જવાય…..!
પ્રેમ રંગમાં રંગાણી રે આજ રાધા સરીખી રાજ રાણી મોહનના ભક્તિના ભાવમાં ભીંજાણી. આ”ભક્તિ નો ભાવ” એટલે .. !
“મસ્ત બહારોંકા મૈં આશિક, મૈં જો ચાહે યાર કરું.. ચાહે ગુલોંકે શાયેમેં ખેલું ચાહે કલીસે પ્યાર કરું! સારા જહાં હૈ મેરે લિયે.. મેરે લિયે”.. કૂ..ક્..કૂ…આ ઝાડની આસપાસ નાચતાં,ગીતો ગાવાં એટલે પ્રેમ? ઝાડની બખોલમાંથી કાળોતરો સાપ નીકળે, અને ફૂંફાડા મારે ત્યારે સાચો પ્રેમ “એકમેક”ને સાચવે કે .. એ.. દે ધનાધન ભાગે.. તે જોવાની વાત છે. આ “પ્યાર” શબ્દ શા માટે વપરાય છે? સુશાંતસિંગ રાજપૂત સાથે જે થયું તે શું હતું “પ્રેમ”.?!. એક દૃષ્ટિએ જોવા જઈએ તો ‘પ્રેમ’ એટલે નર્યો’સ્વાર્થ’ possessiveness’. “હું હારું તો હું તારી, અને તું હારેતો તું મારો!” આ બસ ‘તારા-મારાની રમત એટલે પ્રેમ’
” ये हरियाली और ये रास्ता! इन राहों पर तेरा-मेरा जीवनभरका वास्ता”। બસ!આટલો જ સીમિત છે પ્રેમ? ખરેખર પ્રેમ કરતાં હો ને,તો સહારાના રણની ધોમધખતી રેતી ઉપર પણ ખુલ્લા પગે ! અરબસ્તાનના રેગિસ્તાન મુલક સુધી પહોંચી શકો.એવો છે પ્યાર!
“રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ? તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.
તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,અમે એટલાં ઘેલાં, ઘાયલ : નહીં નામ કે ઠામ.”
“સાચો પ્રેમ કયો?” લોકો એ પ્રેમને પોતાની દૃષ્ટિથી જુવેછે! ‘બાલમુકુંદ’, ‘દ્વારકાધીશ’,કે’સુદામાનોસખો’,કે પછી ‘નરસૈંયાનો શામળીયો! એમાં,ક્યાંક ‘પોતાપણાની ભાવના’ દેખાય છે! જોકે તે’અહમ્’નથી! પણ હું તો સાચો પ્રેમ શિવ-પાર્વતીનો કહીશ.એ એટલી હદે કે ‘દિકરાનું માથું કાપી એ જગ્યાએ બીજું બેસાડી દે’! અને..પતિના સન્માન માટે,’દક્ષપ્રજાપતિના યજ્ઞકુંડમાં પોતાની જાતની આહૂતી આપી દે!
પ્રેમ એટલે એવી દૃષ્ટિ જે ‘આરપાર’ છે! પ્રેમ એટલે એવી ભક્તિ જ્યાં નીતિ-નિયમો નથી,જે છે તે અઢળક છે,અન્નંતછે, કોઈ સીમા કે ક્ષિતિજ નથી.
તમારી નઝરે તમે પ્રેમ કરો છો,ભક્તિ કરો છો.’બાંગપુકારી અલ્લાહને પુકારો,કે ભજનગાઈને.કે પ્રેયર કરીને
“ભાવ એકજ ધ્યેય પણ એકજ..!!મારો પ્રેમ મારી ભક્તિ મારી નજરમાં માણું
મારી નજરથી જાણું!!”
——–મુક્તિદા કુમાર ઓઝા