“રખે સાચું ના માની લેતો”અંગાર”
કે તેની ભીતર પણ આંનદ જ
હશે…..,
આ હસતા ચહેરા જે દેખાય છે,
આદત એ હદે પડી જાય છે,
અહીં જાતની સાથે પણ છેતરપીંડી થાય છે…!!!”
——– (ઇસબ મલેક “અંગાર”)
” કેમ છો? “મજામાં છું,સારું છે..પછી ભલેને હોસ્પિટલની પથારીમાં પડ્યા હો!!!”
કેટલીક વાર”હસતું મોઢું” જ હોય.એમની સાથે વાત કરતાં આપણને એમ થાય કે,આપણે કાંઈ ભૂલ કરી કે શું? પણ..બીજીવાર મળીએ,ત્યારે પણ એવું જ.એટલે સમજાય કે,ભાઈ! આતો”આમનું”મોઢું” જ એવું છે. “ખોટું”બોલવામાં પણ કોઈને ખુશી મળે છે..તો બોલવામાં શું વાંધો છે..!
“ઓચીંતું કોઈ મને રસ્તે મળે ને પછી પૂછે કે કેમછે? આપણે તો કહીએ કે દરિયાશી મોજ છે…”
કારણકે એવું માનસિક ઠસાવવામાં આવ્યું હોય છે!
કિસી કે વાસ્તે હો તેરે દિલમેંપ્યાર….
ઘરમાં સૌને આપણે પોતાનાં ઘણી છીએ..ભલેને ‘ખાવામાં’પણઆઝાદીના મળતી હોય..ચાલને ઓડકાર ખાઈ લઈએ ઘરે પોચશુંને તો,એ પણ અંદર જ ખાવો પડશે!(આવું બોલતી છોકરીઓને મેં જોઈ છે..) લાગણીનો અતિરેક! સમાજનો ડર છે..!
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે!
થોડા સમય પહેલાં મેં એક કિસ્સો સાંભળ્યો.(આવી બધી ગણતરી અને હિસાબ-કિતાબો હોય,તે જોઈ મને નવું લાગ્યું!) એક અબજોપતિ કુટુમ્બમાં,’પેઢીઓ જૂના દાગીનાનું ‘વેલ્યએશન’ ચાલતું હતું. એમનો જ બનાવેલો એક દાગીનો, તપાસ કરતાં ખબર પડી કે જેને”સાચામાં સાચી” ગણીને કિમ્મત કાઢવામાં આવી હતી તે તો “કથીર” છે!! હવે શું કરવાનું? ‘ગાલે તમાચો મારી વાત છૂપાવવાની?”!
એક બાળક “આંબા”ના વૃક્ષની જેમ ઉછેર્યું હોય.પણ સમય આવ્યે,તમારા સામે ઊભું રહે!”હું,મારું ધાર્યું જ કરીશ.””આમાં તમને ખબર ના પડે” ત્યારે આપણે સામાજિક પ્રાણી,દુનિયાને બતાવવા માટે પણ ગાલે મેક-અપ કરી લઈએ,અને “હસતું મોઢું” રાખીએ.
“આઘાતમાં જીવવાની મજા કંઇ ઓર છે !!ઘા વાગે છે ને
એમાંથી ..”આ..હ!”ની પણ એક ઉત્તમ ગઝલ સર્જાય છે..!!”
-અફસોસ ઈખરવી
ઘૂમાવ્યાની ભાવના મનમાં ઘર કરી ગઈ હોય છે.પણ જગત ને એ બતવવામાં “શરમ” આવે છે.એજગત્ થી સુખ જ વેંચવા માગે છે. દુ:ખતો પોતાનું જ છે.. જ્યાં સુધી ઢંકાય ત્યા સુધી ઢાંકીને જ રાખવું જોઈએ.
કોઈએ પણ પૂછેલા ‘કેમ છો?’ ની પાછળ આપણે ‘મજામાં..!!’ બહુજ સરળતાથી જોડી દઈએ છીએ.હકીકતમાં આડંબર,દંભ,કશુંક ગુમાવી દેવાનો ડર,અસલામતી આપણને વર્તન, વાણી અને વિચારમાં “દેખાવ “ કરાવે છે.કોઈપણ વાત માટે મનની અંદર સતત અફસોસ હોવો. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ન ભૂલી જવી.અને માત્ર દેખાવ માટે આનંદના આકાશમાં ઉડવાનું ચિત્ર ખડું કરવું..એ રીતે વર્તવું કે સામે મળતા કોઈએ પણ’કેમ છો ?’પૂછવાની જરૂર જ ન પડે !.”..તુમ ઇતના જો મુસ્કુરા રહે હો.. ક્યા ગમ હૈ જિસકો છૂપા રહે હો..”
…અંતમાં…..,
“આંખોમાં પાણીતો આવેને જાય,નથી ભીતર ભીનાશ થતી ઓછી!!!”(ધ્રુવ ભટ્ટ) “.
મુક્તિદા કુમાર ઓઝા
बहुत सुंदर और सराहनीय तरीके से सच्चाई सामने रखी है आपने । ह्रदय में सुख और शांति न होने के बावजूद दूसरे को खुशी देने के लिए मस्त रहे लोगों को धन्यवाद.
आप को भी… सुंदर प्रस्तुति के लिए अभिनंदन
तथा
शुभकामनाएं
@शब्द संवाद – गुजरात
LikeLike
Very nice article
Halna jamanamo aavu karya Shivay chutco nathi.
LikeLike
ખૂબ ખૂબ અભિનંદન…… મહત્વાકાંક્શા ઓ પૂર્ણ થાય ઉત્તરોતર પ્રગતિ સાધો એવી આશા તો કોણ આપી શકે?
આશા રાખું અર્થાત શ્રધ્ધા રાખું અને એથીય આગળ વધી ને કહું તો વિશ્વાસ રાખું કે,જે અવશ્ય સાર્થક થાય.
LikeLike