મુક્તિદા કુમાર ઓઝા.
*
“ખાલી શબ્દોથી
બધું નથી સમજાતું “અંગાર”,
કે જિંદગીમાં
સમયનું શુ મહત્વ છે….?
તારે જાણવું જ હોયતો
એક વાર,
ફાંસીની સજા પામેલ
કેદીના વલોપાતને જોજે…!”
—— (ઇસબ મલેક “અંગાર”)
આ કૉરોનાના “લોકડાઉન”ના સમયમાં,..
લંબચોરસ ઓરડામાં
એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની
શ્વાસમાં છેદાય છે.
ચાલ, સંબંધોનું
કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો
સુધી છેદાય છે.
બે સમાંતર રેખાની વચ્ચેનો ‘હું’ અવકાશ છું,શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,ને પછી, એ મોતના બિંદુ સુધી લંબાય છે.”
આ દુનિયા માં..બધું કિંમતી છે,’સમય’મેળવ્યા પહેલા
અને’સમય’ ગુમાવ્યા પછી!!
મૃત્યુનો ભયતો ડગલે ને પગલે છે! કેન્સર થયું,ને કેન્સલ થયા.
એટલેજ મરીઝ સાહેબે કહ્યું છે કે..
” જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ
એક તો છે મદિરા ઓછી ને બીજું ગળતું જામ છે.!!”
સમય તો.. બહુમતીવાળો છે એ પસાર થઈ જાય પછી પાછો નથી આવતો
બરકત વિરાણી ની એક સુંદર રચના.છે….
“અમુલ્ય જીવનની ક્ષણોને,કેમ વેડફી નાખું.દુનિયાની ફાલતુ પંચાત, નથી ગમતી,
પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી . “
“સુબહ હોતા હૈ, શામ હોતી હૈ,ઉસીમેં જિંદગી તમામ હોતી હૈ!”
સમયની પસંદગી, ના થઈ શકે! એતો જેવો આવે,એવો જ સ્વીકારવો પડે!
અને જેવો આવે, એવો જ જાય ઘોડા વેગે! આવે કીડી વેગે પાછો જાય.ખુશીનો સમય જલદી પસાર થાય,દુ:ખના સમયને ઘણી ઘણીને પસાર કરો,તો પણ ખૂટે નહિ.એટલે જ ભયને ભગાડવા ખુશીને બોલાવો..
સમયને કેમ સ્વીકારવો? ભૂત, ભવિષ્ય કે વર્તમાન? ભૂત ગયો, ભવિષ્ય ક્યારે આવશે ખબર નથી.આજ ઘડીને આપણે માણવાની છે. આ ઘડીને નહિ માણીએ તો એપણ ભૂતકાળ બની જશે.
નળ રાજા સરખો નર નહિં,જેની દમયંતી રાણી,અર્ધે રસ્તે વનમાં ભમ્યાં ન મળ્યાં અન્ન ને પાણી..સુખ,દુ:ખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડીયાં,ટાળ્યાં કોઈનાં નવ ટળે રઘુનાથના જડિયાં,
સુખદુ:ખ મનમાં ન આણીએ!
સમયને માણી પણ શકાય,સમય પ્રમાણે”જીદ”ને, “સમજાવટ”માં બદલી દેવો પડે છે.
એને તમારો મનગમતો બનાવો!..ગાઓ,નાચો,ધૂમ મચાવો..
કોઈ મને કહે કે, “કાલે તારું મૃત્યુ નિશ્ચિત છે જ”! મને બીક તો લાગશે જ!..પણ ‘આનંદ’ ફિલ્મ નારાજેષખન્ના જેવી ખુશી પેદા કરશું,તો આપણે જિંદગીને ‘મહેફિલ’,અનેમૃત્યુને ‘મહોત્સવ’ બનાવી શકશું!…
અંતમાં આંનદ ફિલ્મનો મશહૂર ડાયલોગ
.”ઓ….બાબુ મોશાય!”……જિંદગીકા સફર હૈ ઐસા સફર, કોઈ સમજા નહિં,કોઈ જાના નહિં!”
મુક્તિદા કુમાર ઓઝા