“સાધનાનો અર્થ સીમિત ના કર “અંગાર”…,
હર હાલમાં હસતા હસતા જીવવું…
એ સૌથી મોટી સાધના છે..!”
—— (ઇસબ મલેક “અંગાર”)
ઉપરની પંક્તિનું વાક્ય વાચ્યું,ત્યારે મહાત્મા ગાંધીની યાદ આવી ગઈ “તને કોઈ એક ગાલે મારે,તો તારો બીજો ગાલ ધરજે..”પછી થયું કે “સંગમ” ફિલમ વાળી ‘સાધના’ની વાત થતી લાગે છે.અરે! “સાધના”ઓ તો ઘણી છે! કઈ ‘સાધના’ની વાત કરો છો? કેમ ખબર પડે?તમારી પત્નીનું નામ ‘સાધના’ અને હોય,તમને ગણકારતી ના હોય! તો બરાબર છે.એના સાથે “હસતા હસતા” જીવવું એ સમજી શકાય એવી વાત છે. બાકી,પોતાની પત્નીની બડબડને એવોઈડ કરવા માટે આંખ બંધ કરીને ઐક ખૂણે બેસી જાય! તો એ સાધના થઈ?
તો આ સાધના એ વળી કઈ બલા…?
“સાધના” એટલે શું? એક ‘મા’પેટે પાટા બાંધી બાળકને સફળાતાની સીડી પાર કરાવતી’મા’,ઓમકારનાથ જેવા સંગીતના અનેક દેવતાઓ,પાબ્લોપિકાસો જેવા ચિત્રકારો, તાજમહાલ બનાવનાર“કારીગર”જેના કાંડા કાપવામાં આવ્યાં, દિવસરાત,ધૂપ\છાંવ,વા\વરસાદ જોયા વગર કાળી મજૂરી કરતો “પિતા”.?.એ લોકોના દરેક કાર્યના પરિણામ રૂપે સૌને ખુશી મળે છે!
સાધના માત્ર જિંદગીની સફળતાઓ માટે છે? સાદા શબ્દોમાં કહું તો, મનને એક વસ્તુ સંપૂર્ણ કરવાના કાર્યમાં જોડવાનો વિધિ.અર્જુને ગુરુ દ્રોણાચાર્યને જવાબ આપ્યો,”મનેતો,માત્ર,પક્ષીની એક આંખ જ દેખાય છે!!સાધનાનો બહુજ ગૂઢ અર્થ છે! જનમ સફળ કરવો! એટલે ‘શરીર મન અને આત્માના જોડાણનો વિધી’. સાદી ભાષામાં’હા’.
સતત અભ્યાસકરવાથી જ સાઘના સફળ થાય! કુંભાર,માટીને મથી મથીને સુંવાળી બનાવી, પ્રેમથી થપથપાવી!..ઘાટ આપે આ માટીથી ઘડો બનાવવાની પ્રક્રિયા છે તે “સાધના” માગી લે છે.
જીવન જ એક સાધના છે.કામ,ક્રોધ,લોભ,મોહમદ,અને ઇર્ષ્યા નામના ઝંઝાવાતને અતિક્રમીને જિંદગીનો દરિયો પાર કરવાનો છે.
તમને કોઈ કારણ વગર ઉલ્લુ બનાવી જાય તે તો ન જ ચાલે!એ પોતે જાણે બહુજ આનંદી છે,એવો દેખાવ કરીને,સામી વ્યક્તિને નીચો પાડે! સામી વ્યક્તિ,બિચારી સરળ હોય! એટલે એની આંખોમાં પાણી આવી જાય.તો આ શું “સાચું હસવું” છે? કોઈના “મનને દુઃખી કરવું” કેટલું વ્યાજબી છે? કોઈ મૂરખ બનાવી ગયો તો ફાઈટ કરો.માથે હાથ મૂકીને બેસી ના રહો.
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે. હકીકતમા.,ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે…સતત મનને કેળવવું પડે છે “હસી નાખવું“પડે છે! હસતા રહેવું પડે છે.!
કઈ મંઝિલે પહોંચવું છે? ઊંચા પહાડની ટેકરીને જોઈને,તો એમજ લાગે કે,હમણાં પહોંચી જવાશે.પણ એ રસ્તે જાતાં ખાડા-ખચીયા,અવળચંડા રસ્તા પાર કરવા પડશે! તે આપણને ખબર નથી હોતી.
એક જ વિચાર!.મનને તૈયાર કરવું, કરતા રહેવું,” હું ખુશછું! હું સૌને ખુશ કરું છું મારી ખુશીઓ વધતી જાય છે”..In every way and every day
I am spreading smile!!!
આમ જીવન એ એક સાધના છે, અને તેમાં હર હાલમાં ખુશ રહેવું… એ સૌથી મોટામાં મોટી સાધના…
મુક્તિદા કુમાર ઓઝાઉપરની પંક્તિનું વાક્ય વાચ્યું,ત્યારે મહાત્મા ગાંધીની યાદ આવી ગઈ “તને કોઈ એક ગાલે મારે,તો તારો બીજો ગાલ ધરજે..”પછી થયું કે “સંગમ” ફિલમ વાળી ‘સાધના’ની વાત થતી લાગે છે.અરે! “સાધના”ઓ તો ઘણી છે! કઈ ‘સાધના’ની વાત કરો છો? કેમ ખબર પડે?તમારી પત્નીનું નામ ‘સાધના’ અને હોય,તમને ગણકારતી ના હોય! તો બરાબર છે.એના સાથે “હસતા હસતા” જીવવું એ સમજી શકાય એવી વાત છે. બાકી,પોતાની પત્નીની બડબડને એવોઈડ કરવા માટે આંખ બંધ કરીને ઐક ખૂણે બેસી જાય! તો એ સાધના થઈ?
તો આ સાધના એ વળી કઈ બલા…?
“સાધના” એટલે શું? એક ‘મા’પેટે પાટા બાંધી બાળકને સફળાતાની સીડી પાર કરાવતી’મા’,ઓમકારનાથ જેવા સંગીતના અનેક દેવતાઓ,પાબ્લોપિકાસો જેવા ચિત્રકારો, તાજમહાલ બનાવનાર“કારીગર”જેના કાંડા કાપવામાં આવ્યાં, દિવસરાત,ધૂપ\છાંવ,વા\વરસાદ જોયા વગર કાળી મજૂરી કરતો “પિતા”.?.એ લોકોના દરેક કાર્યના પરિણામ રૂપે સૌને ખુશી મળે છે!
સાધના માત્ર જિંદગીની સફળતાઓ માટે છે? સાદા શબ્દોમાં કહું તો, મનને એક વસ્તુ સંપૂર્ણ કરવાના કાર્યમાં જોડવાનો વિધિ.અર્જુને ગુરુ દ્રોણાચાર્યને જવાબ આપ્યો,”મનેતો,માત્ર,પક્ષીની એક આંખ જ દેખાય છે!!સાધનાનો બહુજ ગૂઢ અર્થ છે! જનમ સફળ કરવો! એટલે ‘શરીર મન અને આત્માના જોડાણનો વિધી’. સાદી ભાષામાં’હા’.
સતત અભ્યાસકરવાથી જ સાઘના સફળ થાય! કુંભાર,માટીને મથી મથીને સુંવાળી બનાવી, પ્રેમથી થપથપાવી!..ઘાટ આપે આ માટીથી ઘડો બનાવવાની પ્રક્રિયા છે તે “સાધના” માગી લે છે.
જીવન જ એક સાધના છે.કામ,ક્રોધ,લોભ,મોહમદ,અને ઇર્ષ્યા નામના ઝંઝાવાતને અતિક્રમીને જિંદગીનો દરિયો પાર કરવાનો છે.
તમને કોઈ કારણ વગર ઉલ્લુ બનાવી જાય તે તો ન જ ચાલે!એ પોતે જાણે બહુજ આનંદી છે,એવો દેખાવ કરીને,સામી વ્યક્તિને નીચો પાડે! સામી વ્યક્તિ,બિચારી સરળ હોય! એટલે એની આંખોમાં પાણી આવી જાય.તો આ શું “સાચું હસવું” છે? કોઈના “મનને દુઃખી કરવું” કેટલું વ્યાજબી છે? કોઈ મૂરખ બનાવી ગયો તો ફાઈટ કરો.માથે હાથ મૂકીને બેસી ના રહો.
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે. હકીકતમા.,ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે…સતત મનને કેળવવું પડે છે “હસી નાખવું“પડે છે! હસતા રહેવું પડે છે.!
કઈ મંઝિલે પહોંચવું છે? ઊંચા પહાડની ટેકરીને જોઈને,તો એમજ લાગે કે,હમણાં પહોંચી જવાશે.પણ એ રસ્તે જાતાં ખાડા-ખચીયા,અવળચંડા રસ્તા પાર કરવા પડશે! તે આપણને ખબર નથી હોતી.
એક જ વિચાર!.મનને તૈયાર કરવું, કરતા રહેવું,” હું ખુશછું! હું સૌને ખુશ કરું છું મારી ખુશીઓ વધતી જાય છે”..In every way and every day
I am spreading smile!!!
આમ જીવન એ એક સાધના છે, અને તેમાં હર હાલમાં ખુશ રહેવું… એ સૌથી મોટામાં મોટી સાધના…
મુક્તિદા કુમાર ઓઝા