“સ્ટોક માર્કેટના સેન્સેક્સ જેવું થઈ ગયું,
જરૂર હોય ત્યાં સુધી ભારે ઉછાળો,
કામ પુરુને જોરદાર ગીરાવટ…!
જોઈ જોઈ પગલાં ભરજે અંગાર
દોસ્તી…સંબંધોમાં પણ સટ્ટો રમાય છે આજકાલ…!”
(ઇસબ મલેક”અંગાર”)
_
જો હું કરું મારા હીતનુ,તેને લોકો ‘સ્વાર્થ’ કહે છે
ભગવાન કરે એના હીતનું,તો લોકો તેને ‘પરમાર્થ’ કેમ કહે છે?
કેમકે જો,રાવણ કે કંસને ભગવાને માર્યા ન હોત તો, આજે લોકો રાવણ અને કંસને જ પૂજતા હોત..!
તો.. ભગવાને જ આપણને સ્વાર્થ નથી શીખવાડયો ? અરે! ભગવાનની પૂજા પણ આપણે પોતાના સ્વાર્થ માટે જ કરીએ છીએ!
એમજ હોય! એટલે તો લેટ ગોની ભાવના શીખવી પડે
સંબંધોની ગણતરી સટ્ટા સાથે સંબંધો તો ખરેખર
એક રમત જ બની ગયાછે.કહેવાતા’કાકા,મામા,માસા,માત્ર કહેવાના જ રહી ગયા છે.ખરેખર મદદની જરૂર પડે ત્યારે ઉંદર જેમ પોતાના દરમાં ભરાઈ રહે! તેમ બધા જ ખોવાઈ જાય! “કાકા-મામા કહેવાના અને ભાણે બેસી ખાવાના”(અપવાદ હોય છે ખરા).
તો પોતાનું કોણ કહેવાય?
હાય!હાય! એજ તો કૃષ્ણ અને એ જ તો શ્યામ,
ક્યાં જઈ રમવું? ગોકુળમાં કે વૃંદાવન.
અત્યારનું જ ઉદાહરણ, સુશાંત સિંગ રાજપૂત અને રિયા ચક્રવર્તી,સુશાંતને ખબર હશે? કે જેના પાછળ બેફામ પૈસા ઉડાડું છું,જેને આંધળો પ્રેમ કરું છું!તે જ વ્યક્તિ ‘મારા’ મૃત્યુનું કારણ બનશે? સારા મિત્ર,સારા સંબંધી,જેમને હોય તેમને દુનિયાની કોઈ પરિસ્થિતિ ડગાવી નથી શક્તિ.માણસ માટે સંબંધ બાંધવો, એ લોન લેવાં જેટલો સહેલો હોય છે. પણ તેને નિભાવવો એ હપ્તા ભરવા જેટલો અઘરો હોય છે.આ જૂના જમાનાની ટપાલ જેવું છે.ટપાલી તમારી ટપાલ પાછો લઈ આવે અને કહે કે”સરનામું ખોટું છે,રહેનારા લોકો બદલાઈ ગયા છે!” જ્યાં જુવો ત્યાં દગો અને સ્વાર્થ!
કબજે કરવું હોય,એને આભ પણ ઓછું પડે…
બાકી સમર્પણ કરનારને તો,શૂન્ય પણ કાફી છે..બાળકના જન્મથી પહેલાં જ સ્વાર્થવૃત્તિ શરૂ થઈ જાય છે.આ આપણા “કુળનો વારસ”,”આપણો બુઢાપો સાચવશે”!
સ્વાર્થ સર્યોને વૈદ વેરી!દિકરી/દિકરો પરણાવવના હોય અને સામે સુંદર મુરતિયો કે કન્યા દેખાઈ જાય ત્યારે,જોવા જેવું હોય !”અમે તો સારામાં સારાં લોકો છીએ.
આપણા જાણીતા શાયરે બહુ જ સરસ કહ્યું છે:
”શમણાઓ વિનાની રાત મને નથી ગમતી,માણસાઈ વિનાની વાત નથી ગમતી,
(બેફામ)
આપણી સામે અલગ અને લોકો સામે અલગ,બદલાતા માણસની જાત મનને નથી ગમતી!!!”
પોતાનું સારું કરવામાં બીજાનું ખરાબ થાય,એ “સ્વાર્થ”.
વધારે..’ભીનું’ થવું નહિ, અત્યારે માણસો નીચોવવાજ બેઠા છે!
ગુંચવાય જો સંબંધ કદી મારા થકી, તો તમે પણ ઉકેલવામાં સાથ આપજો,
કેમ કે સંબંધનો એક છેડો તમારાય હાથમાં હશે જ !! નાની નાની આવડતોથી જ આબરુ કમાતા. જો કે અત્યારે તો “સ્વાર્થ”સામે “આબરુ” જેવા શબ્દ નગણ્ય જ લાગે!!.લાભ લઈ લેવો અને તુચ્છ માનવા એ આજની તાસીર છે.
મુક્તિદા કુમાર ઓઝા
“દોસ્તીમાં પણ રમત…!”
