પાંચ મિનિટ આંખ બંધ કરેલી રાખો.! સુપ્રસિદ્ધ જ્યોતિષી શ્રીજયંતભાઈ જોશીજી!શું થયું? અરે,ખુલ્લી આંખે પણ કામ કાંઈક કરતા હો અને વિચાર બીજે ઘૂમતા હોય! એટલે તો શાક કાપતાં કાપતાં કેટલીય વાર આંગળીએ ચાકુ વાગી જતો હોય! આવું ઑફિસમાં પણ થતું હોય.‘લુકીંગ ટુ લંડન,ટોકિંગ ટુ ટોકીયો’!અરે ભાઈ,પોતાના કામમાં ધ્યાન આપોને!? પણ..કામ કરતાં કરતાં મન એવું ભટકે કે, ઑફિસમાં ને ઑફિસમાં કેટલાંય જોડકણાં બનાવી કાઢે!
“કોઈ પણ જાતના ભાવનું જન્મદાતા” ‘મન’ છે.અને ભાવને ઉછેરવાનું, રંગ ભરવાનું કામ “વિચારો”નું છે. નાની બાળકીને ‘ઢીંગલી’થી રમવાની, જુવાન છોકરીને સરસ’વર’ મેળવવાની..ઇચ્છા હોય, નાનો છોકરો,“મમ્મી મમ્મી” કરતો હોય! તેજ છોકરો વોટ્સએપમાં સ્ટેટસ લખવા માંડે”માય વાઈફ ઈઝ માય લાઈફ”!
કાગડા,ચકલી,કબૂતર,સુગરીને પોતાના માળા બનાવતાં જોયાં હશે? સમય આવ્યે”સીઝન”થાય એટલે ભેગાંમળીને માળા બાંધે.”હવે કાલે આપણે શું કરશું?” એવી કોઈ ‘ચિંતા’ એમને ના સતાવે.બાજુવાળી કબુતરીને કેમ ‘લાઈન’મારવી? આ કાગડોતો રોજ,ઉપરના પોતાના માળામાંથી,એક આંખે,મારી ચકુડી(ચકલી)ને જોયા કરે છે,તો મારે કેમ એનું ‘વેર વાળવું?’! આવા કોઈ વિચારો, પક્ષીઓ/પશુઓને આવતા હશે કે નિહ, ખબર નહિ.
માનવ મન કૃષ્ણને રાધાના પ્રેમી તરીકે,ગોપી સાથે રાસ રમવા વાળા, દ્વારકાધીશ, હૂંડી સ્વીકારવાવાળો શામળિયો, કાળિયો-કુડો-કપટી!કેવી રીતે, કેવી નઝરથી ભગવાનને જોવા?”માનવ મન”તુ જ સમજ.
માણસને મન મળ્યું છે એવું મરકટ! મનને કવિઓએ “મધુકર” સાથે સરખાવ્યું છે.જેમ ભમરો ફૂલોના રસને ચૂસીલે.માનવ મન પણ એજ કરે!જ્યાં પોતાને સારું દેખાય, પોતાના ફાયદાનુ એની આસપાસ મંડરાવામાડે! અને પોતાનો ફાયદો લઈને જ છોડે.મન એવા પરમાણુથી વ્યાપ્ત છે, કે એ જ ‘અણુબોમ્બ’ બનાવી,હીરોશીમા-નાગાશાકીને પાયમાલ કરી શકે!અને એવો વિષાણુ છે કે ‘કૉરોના’ બની આખી દુનિયાને થંભાવી દે!!
મનમાં માળા બાંધવા માનવનો જન્મસિદ્ધ હક્ક છે. કેવી રીતે બાંધવા તેણે જોવાનું છે.ચકલી, કાગડો કબુતર કે શુગરી?? મન લાગણીથી,વાસનાથી ભાવનાથી બંધાયેલું છે.
જ્ઞાન,પ્રેમ,મમતાથી મન ભરેલું છે. ગુણ-દુર્ગુણ,બધું જ મનમાં છે….
મન બાળક પણ છે,
પણ મન મહાન છે,
જોકે મન નાદાન છે. !
—- મુક્તિદા કુમાર ઓઝા
માનવ મનના માળા
