“ઘટાટોપ વાદળોમાં,
પળપળ રચાતી અને વિખરાતી આકૃતિઓ…”અંગાર”,
જાણે જિંદગીમાં રમાતી આશ અને નિરાશ
વચ્ચેની સંતાકૂકડી…!
(ઇસબ મલેક “અંગાર”)
બિલાડીના બચ્ચાં સાથે દોરીથી રમવાની બહુજ મઝા આવે. એ દોરી પકડવા માટે એવો કૂદકો મારે! પણ હું એને આપું તોને? એને કબૂતરનો શિકાર કરતી જોઈ છે? ઓ!હો!કબૂતરના ચબુતરાની આસપાસ જ આંટા મારતી હોય,અને જોતી હોય,’ક્યાંથી શિકારપકડું’?પછી..એવી તો ધ્યાનમગ્ન થઈ,એકખૂણામાં, કબૂતરોને તાકતી ઊભી રહે. જાણે સાધનામાં ત્રાટક કરતો કોઈ યોગી!! જેવું કોઈ કબૂતર”ગાફેલ”થયું.ચીલઝડપથી,એવી તો કબૂતરની ગરદન પકડીલે અને ફંફોડે કે કબૂતરના રામ રમી જાય.
આ બિલાડિની વાત આપણને લાગુ પડે છે નહિ? કુદરત પણ આપણી સાથે ‘..આવી જ રમત રમતી હોય છે!’
શિયાળામાં,આકાશમાં છૂટાંછૂટાં વાદળાંના ઘોટા જોવું,ત્યારે મને એમ થતું,આટલા બધાં ઘેટાંનાં બચ્ચાં! આકાશમાં કેવી રીતે પહોંચતાં હશે?(બાળ માનસ!)
બસ! કાલિદાસથી માંડીને આજના કવિઓ, કાળાં વાદળોનું જ વર્ણન કરે છે! પ્રેમઘેલાં અને પ્રેમીપંખીડાં, કાળાંડિબાંગ આકાશમાં કતારમાં ઉડતી કુંજપંખીની હાર! ગાજતા મેહને જોઈને કળા કરતો,ગહેકતો અને ટહૂકતો ઢેલ સાથે નાચતો મોર જોઈએ..એટલે થાય હમણાં, ધરતીનો માણીગર પૂગશે!!પણ આ ઘડીભરમાં અંબર એકદમ નીલું ખાલીખમ! પેલો ધરતી તરફ ધસમસતો આવતો મેઘ! (આવું વર્ણન! બહુ ગમે)..પણ જ્યારે પળવારમાં ક્યાંય ખોવાઈ જાય ત્યારે! મેઘની દિશામાં મોઢું ઉઘાડું રાખીને એકતાને,રાહ જોતું ચાતક! કેવું નિરાશ થઈ જાય? આ તો રમત રમાડે રામ..
‘મળશે/નહિમળે\મળશે’, ‘થાશે/નહિથાશે’, ’જિંદગી/મૃત્યુ’, ’નાનો/મોટો’.આ જિંદગી! દ્વઁદ્વોથી જ બનેલી છે! ‘સવાર/સાંજ’, ‘સૂરજ/ચાંદ’,’કાળું/ધોળું’,’ગરીબ/તવંગર’!બધાંની સાથે એક “સાંકળ” જોડાયેલી છે. તે છે,
“આશા/નિરાશા”ની.પણ આ સાંકળની ખાસિયત એવી છે, કે તમે એને કેવી રીતે જુઓ છો ?અને લો છો? નિરાશાની સાંકળ’સડેલી’ છે! એને વહેલી તકે કચરામાં ફેકી દો.”આશા”મહેનત કરવાની તાકાત આપે, એ,કાર્યોસાથે સફળતાને જકડી રાખશે. એ બહુજ આશ્ચર્ય કારક સાંકળ છે.”आशा नाम,मनुष्याणाम् काचिद् आश्चर्य शृंखला!
જિંદગીના,આશા-આકાંક્ષા,ઇચ્છા-અનિચ્છાના,ઘેરાવામાં,મૂંઝાવા કરતાં,ઈચ્છાઓને વધારેને વધારે,’સકારાત્મક’ બનાવીશું,તો ચોક્કસ’ધાર્યાં પરિણામ’ મેળવી શકીશું.
મુક્તિદા કુમાર ઓઝા