“અનુશાસન”

મુક્તિદા કુમાર ઓઝા.


જાણીને નવાઈ લાગે,
અનુસાશનની બાબતમાં …
સમગ્ર પ્રાણી જગતમાં પ્રથમ નંબરે….
નાનકડી કીડી આવે…..!
અને છેલ્લે નંબરે….,
મનુષ્ય ..જાત…!
——(ઇસબ મલેક “અંગાર”)


શિસ્તબદ્ધતા ન હોવાના કારણે,માણસનું કેટલું અધ:પતન થયું છે?! આપણે ‘માણસની માણસ’ સાથે સરખામણી કરીએ તે સમજાય.આપણે કહીએ ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી’.પણ હવે તો માણસ જાતની સરખામણી..કાગડા, કૂતરા, કબૂતર અને કીડી સાથે થવા માંડી છે!!
“મન,મગજ,જીભ સહિત પાંચે ઈન્દ્રિયો,ઈશ્વરે માણસ જાતને આપીછે.પણ એ ઈન્દ્રીયોનો ચાર ટકા ઉપયોગ જ માણસજાત કરે છે.”(D.N.Aactivation.)
માણસની પ્રગતિ,એની ક્રીએટીવિટીથી જ થઈ છે.માણસ પણ કીડીની જેમ ઘરેડમાં જતું અટકે તો માણસ જાતની પ્રગતિ ખતમ છે. શિસ્તબદ્ધતાને શિસ્તથી ઘરેડમાં લેવી જરૂરી છે.
કીડીની કતાર,કેવી એક થઈને ચાલે છે!!! એક બીજીને સામે મળે તો, કેવી એકમેકને મળે છે! એક થઈને વ્યવસ્થિત રીતે “ખાવાનું જમા” કરે છે! એક જગ્યાએ,ગોળ છે! તો બધીને,એક સાથે જાણ થઈ જાય છે.(અને કોઈ એમ નથી કહેતું કે આ ગોળ જે તમે ખાઈ રહ્યા છો તે મારો છે.)વળીએકતા તો એટલી કે એમને જાણ થાય કે “આ જગ્યા”એ તકલીફ છે,તો બધી જ રફેદફે થઈ જાય છે.
એ કીડીઓ એટલી બધી નિયમબદ્ધ હોય છે કે…વડીલ કીડીની આમન્યા રાખતી હોય છે!
કીડી જેવા પ્રાણીમાં જે સૌથી મહત્વનીવસ્તુ જોઈ, તે “મહેનત”નું ખાવું”!સૌએ ચોવીસ કલાક,ભેગામળી મહેનત કરવી! જ્યાં હો ત્યાં એકજૂટ રહેવું.
માણસજાત જન્મથી પહેલાં,અવકાશમાં(forth dimension) કોઈ ‘રંગ’માં નહોતી.જેવી..એ અવકાશમાંથી કણકણમાં વિખરાવામાંડી, અને મેઘધનુષના રંગોની જેમ,’પરિસ્થિતિ’ પ્રમાણે રંગો બદલતી રહી! એમાં પછી ભળ્યા પૃથ્વીના ગંદવાડના રંગો!
“હુ-મારું,તુ-તારું”અને”તારું-મારું સહિયારું ને મારું’મારા બાપનું”!!!
બકરો આખો દિવસ ‘બેં-બેં-બેં”કરે,માણસ”મારું-મારું-મારું” કરવા માંથી બહાર નથી આવતો.એના કારણે ‘એકતા’ ખતમ થઈ ગઈ! સમાજમાં જુદાજુદા વાડા બંધાઈ ગયા! વાડા>જાત>સંયુક્તકુટુમ્બ>કુટુમ્બ>હુ-હૂતીનેબાળકો \/હવે, એવો જમાનો આવ્યો છે.માત્ર..દોસ્તી(live-in relationship), બાકી “જવાબદારી”ઓ કોઈને ખપતી નથી!
માણસને વગર મહેનતે,દુન્યવી ભોગ-વિલાસ ભોગવવાં છે!
જેટલું જલ્દી થાય એટલું જલ્દી, વગરમહેનતે મેળવવું છે. જે મળે તે ‘પોતે’ એકલાયે જ ‘ઝાપટી’ જવું છે! “ટુ-મિનિટ”.. ‘મેગી નૂડલ’નો જમાનો છે! ‘ચૂરમાલાડુ’ ક્યાંથી ભાવે! બનાવવાથી…ચાવીને…પચાવવા સુધી બધી મહેનત જ મહેનત!
જરૂર છે,.., જીવનમાં અનુસાશન ની….!
મુક્તિદા કુમાર ઓઝા…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: