“સામે પાસાઓના કપટ હોય,
અને એ ચાલ પણ શકુનીની હોય,
બધું જાણવું, બધું સમજવું,
છતાં રમવા ઉતરવું,
“અંગાર”…,
વ્યથા સહદેવની…,
ક્યારેક ક્યારેક
હજુ જીવે છે…જમાનામાં !
…. ઇસબ મલેક “અંગાર”
_ _ _ _ __
જ્યારે,પોતાના જ આ જિંદગીની રમતમાં,ચાલ ચાલતાં હોય,અને ‘કપટ’ કરતાં હોય! ત્યારે “ઉઘાડી આંખે કૂવામાંપડવા” જેવી જ આ વાત છે.ખબર છે અહીં ખોટું થઈ રહ્યું છે! પણ આ બધા ‘બીડ્યાં મો ના ડાંભ’ હોય છે.આપણે સમાજિકપ્રાણી છીએ! આપણાથી આમ ના કરાય,તેમ ના કરાય.અમે તમારાથી મોટા! એટલે અમે કહીએ એમજ થાવું જોઈએ.”અમે વડીલો છીએ”!.
બાર બાર વરસે નવાણ ગળાવ્યાં ! નવાણે નીર ના આવ્યાં જીરે, તેડાવો જાણતલ તેડાવો જોશીડો!.અને..આ ‘જોશીડો’ પણ કેવો!કહે છે!’નવોઢાવહુ’ અને ‘લબરમૂછીયા’ દિકરાની આહૂતિ કૂવો માગે છે! કે તો જ કૂવામાં પાણી આવશે!! (એવું ભવિષ્ય ભાખી દે છે). અને આ દીકરો-વહુ પણ કેવાં કહ્યાગરાં!
એવું અત્યારે પણ થતું હોય છે! ખાસ, એવું કહેવાય છે કે “દૂધ પાઈ શાપ ઉછેરે” એવીરીતે, પોતાના બાળકોને ‘પોતાનાવારસા’ માટે અને ‘બુઢાપાની લાકડી’ બને એટલા માટે તૈયાર કરે.તમારે, આજ રીતે જીવવાનું.. આ જ ‘નક્શો’જે અમે, તમારી જિંદગી માટે તૈયાર કર્યો છે. એમ જ જીવવાનું! પણ જો તમે,આવા ‘નક્શાવિદો’ સામે, માથું ઊંચું કરો તો? એ શું કરે?”બિલાડીના ટોપને જેમ દબાવી દઈએ, તેમ તમને દબાવી દે. આવા વાતાવરણમાં, આવી રમતમાં માત્ર શકુનિમામા,ચાલ ચાલતા હો! પણ, ભીષ્મપિતામઃ જેવા વડીલોનો પણ મોટો હાથ હોય છે.એ લોકોએ અર્જુન અને યુધિષ્ઠિર જેવા ‘કહ્યાગરા’ વીરોને સંસ્કાર રૂપી નેજા હેઠળ,’પરાધીન’ બનાવી દીધા હોય છે.
તમને નથી લાગતું? “ઘર એટલે રાજકારણ”? સારા કે ખરાબ,રાજકારણના મૂળ ઘરમાંથી જ નંખાય છે. આ વાંચી લો! પછી ઝીણવટથી,સમાજનું નિરીક્ષણ કરજો. મંથરા અહીં જ છે. કૈકેયી પણ અહીં જ છે. કૌશલ્યા અહીં છે.સુમિત્રા અહીં છે. કૃષ્ણ અહીં છે.ગોપીઓ પણ અહીં જ છે. ધર્મ યુદ્ધ અહીં છે. ધર્મક્ષેત્ર પણ અહીં જ છે કુરૂક્શેત્ર પણ અહીં જ છે
આપણા ઘડવૈયા બાંધવઆપણે. આ સમાજનું માળખું પણ આપણે.આપણું શરીર જ કરુક્ષેત્ર છે.આપણી ઈન્દ્રિયો ઘોડા છે.આપણું મન સારથિ છે. એટલે.. જૂગટું પણ આપણી અંદર જ રમાય છે.શકુનિ પણ આપણી અંદર જ છે.
“કુરૂક્ષત્ર”
