“આમ જુઓ તો…
અવળા સવરી આટીઘૂંટી…
જિંદગી ગુંચવણ ભરી એક
પહેલી છે,પણ…….,
જાગ્યા ત્યાંથી સવાર
ગણીએ…”અંગાર”..,
તો વાત સાવ સહેલી છે..!”
—- (ઇસબ મલેક “અંગાર”)
__
ભૂલ ભૂલામણીની એક રમત આવતી.એક પ્લાસ્ટિકની ડીશ જેવું હોય, તેમાં આડી-અવળી પટ્ટી હોય,અને એક કાંકરી આમતેમ ફેરવવાની! આ “ભૂલ ભૂલામણીની રમત એટલે આપણી જિંદગી”.અંધશ્રદ્ધા અને અતિશયોક્તિ એ જ જિંદગીને અટપટી બનાવી છે.
તે દિવસે,જો ફુગેગો ના ઉઠાવ્યો હોત,તો એક્સીડન્ટ ન થાત! કાળી સાડી પહેરી એટલે નોકરી ના મળી..આપણે જ ‘કારણ’ અને આપણે જ ‘પરિણામ’ બનીએ છીએ.આળસ અને આરામને આપણે જ સાચવવા છે, સજાવવા છે,અને પછી રોગોના ઘર આપણે બની અને દુઃખી થાવું છે! ઈર્ષ્યા,અભિમાન,હોડથી અટવાઈ,દુ:ખ,લડાઈ,ઝગડા, આપણે જ પેદા કરીએ છીએ! આપણું અભિમાન,આપણી ખુશી આપણે જ પેદા કરીએ છીએ! અને ગૂંચવાઈએ છીએ.
સમય સમયનું કામ કરે છે! જે પરિસ્થિતિનું આપણને ભાન નથી.ત્યાં સુધી આપણે એ પરિસ્થિતિ માટે ‘આંધળા’ અથવા’નિદ્રાધીન’ જ છીએ.ખુલ્લી આંખે સૂતા લોકોને જોયા છે? આપણા રસ્તા બનાવવા વાળા,ઘણાં ઉદાહરણ છે..અરે આપણી જાતનું જ ઉદાહરણ લઈએ “શારીરિક માનસિક જાગ્રતતા”કેટલી છે આપણામાં? એવું કહેવાય છે કે..જગત સૂતું હોય, ત્યારે ઋષિમુનિઓ જાગતા હોય છે !
“શ્રધ્ધા પણ કસોટીની એરણે બસ નાવિક ને કિનારાનો ઇંતેજાર છે; આમ તો મઝધારે છે નાવ પણ જીવન તણી, કરશે પાર પરમેશ્વર એવો મનમાં વિશ્ર્વાસ છે”
— “પાંધી સર
કેટલીકવાર એવું બનતું હોયછે, દિકરીને ભણાવવી શામાટે? પરણાવવા માટે! દિકરી સરસ વર મળી જાય એટલે ખુશ!’ અને એવી તો સંસારમાં ખોવાઈ જાય કે, એક દિવસ એ નિશાળમાં ગઈ હતી,ગણિત નામનો વિષય શીખી હતી એ પણ ભૂલી જાય.પણ અચાનક કોઈ તકલીફ આવે ત્યારેશું?એનો વિચાર જો સમાજ કરતો હોય તો કેટલું સારું??!
આંધળો સસરો ને શણગટ વહુ કથા સાંભળવા ચાલ્યાં સહુ,કહ્યું કાંઈ અને સાંભળ્યું કાંઈ,આંખનું કાજળ ગાલે ઘસ્યું!!મે આમ કર્યું હોત તો સારું થાત તેમ કર્યું હોત તો સારું થાત!
” પ્રસ્વેદમા પૈસાની ચમક શોધે છે,
હર ચીજમાં એક લાભની તક શોધે છે.”
ઉપરની રુબાઈમાં શાયર શ્રીમરીઝ જિંદગીની ગૂંચો વિષે ઘણું બધું કહી દે છે..
ભૂલો સ્વીકારી સ્વાર્થમાંથી બહાર આવીએ અને બીજાનો પણ વિચાર કરશું
તો જિંદગી સરળ થશે.
મુક્તિદા કુમાર ઓઝા