“એ તો ચાલશે…”
ની મનોવૃત્તિ…
જીવનમાં નિષ્ક્રિયતા થવાનું…,
મોટામાં મોટું બહાનું…!
(ઇસબ મલેક “અંગાર”)
અમારે એક કામવાળી હતી.એ એટલું ફટાફટ કામ કરે! એ જાય પછી,અથવા પહેલાં ઘરના દરેક ખૂણાના જાળાંની સફાઈ હું કરું.પણ અહીં,બેઉ બાજુ જરૂર!”આપણને કામની” અને એને “પાપી પેટ કે ખાતીર”પૈસાની.. એ જેવી ઘરમાં પ્રવેશે એટલે જાણે કહેવાય છેને “પાડોપાણીમાં ઝૂલતો તરસે મરે”.આ’પાડો’એટલે ભેંસ.ઉનાળામાં પાણીના ખાબોચીયાંઓમાં કલાકો સુધી ભેંસો પડી રહે.તરસ,ખાવું-પીવું,એને કાંઈ ફરક ન પડે.એના મોઢા પાસે જે મૂકો,તે ખાઈ-પી લે! ન હલવું-ન ચલવું, બસ! હતા ત્યાંના ત્યાં.
ખૂબ અમીર બનું અને આખો દિવસ બેઠી રહું! એવું સપનું હતું..છેલ્લા 5 મહિનામાં મારુ 50% સપનું પૂરું થયું, હવે ખાલી અમીર બનવાનું બાકી છે, “નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા:.”
નિષ્ક્રિય થવાનું મોટું કારણ,’શરીર પ્રત્યેની બેવફાઇ’.આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ કોઈ દિવસ જોયું છે? આપણા શરીર માટે કેટલો વિચાર કરીએ છીએ? “દર્પણ સામે ઊભા રહી, હેરસ્ટાઈલ અને કેવા દેખાઈએ છીએ? એ પણ એટલેકે ‘બહારના લોકો”શું કહેશે?!એ જ વિચારીએ છીએ.. !
‘ચાલશે’ માટે બીજો શબ્દ છે ‘લગર-વગર’.”તૈયાર થવું સુંદર દેખાવું”સાચી અને સારી વાત છે.
શરીર તમારું છે,તમને કોઈ વહાલ કરે, માન આપે,વખાણ કરે!તો કેટલું ગમે છે?
તો તમને ચોઈસ નથી! એટલે ‘ચાલશે.’આળસુનો સમય કપાતો નથી.કારણકે,આપણે આપણા સમયને સ્થિતપ્રજ્ઞની જેમ પકડી રાખીએ છીએ.ખાવું-પીવું-ટીવી જોવું.એક જ સ્થાને બેઠા રહેવું!!પોતાની જાતને પ્રેમ કરી પ્રવૃત્ત રાખશું તો સંસ્કાર,સભ્યતા,હુશિયારી જ્ઞાનનો વિકાસ થશે.
આળસ નકારાત્મક ઊર્જાને જન્મ આપે છે. પહેલાં તો શરીર બગડે, વજન વધે,તબિયત નાદુરસ્ત બને,સ્વભાવ બગડે,પોતાનુ,ઘરનું,સમાજનું પણ વાતાવરણ બગાડવા માટે આપણું “આળસ” જ કારણભૂત બને.
સમાજ,ઘર,દુનિયા અને જનમને સુધારવા માટે કાર્યરત રહેવું જરૂરી છે.
જેમ બાળકને વહાલ કરી કરીને હુશિયાર કરવાનું હોય,એમજ આ શરીરને પ્રેમ કરીને પ્રવૃત્ત કરવાનું છે.શરીર મશીન છે.મશીનને એક્ટીવ નહિ રાખો તો કટાઈ જાશે બગડી જાશે.
શરીર-મન-આત્મા એકમેકથી,એક સાંકળની જેમ સંકળાયેલા છે! “the strength of a chain is in its weakest link”સાંકળમાં એક કડી બગડેતો આખી સાંકળનો અર્થ સરતો નથી.શરીરને પ્રવૃત્ત નહિ રાખીએ તો “આળસ નામનું અળસીયું” એવું તો ઘર કરી જાશે કે તે મનને તો બગાડશે જ.એ આત્માને પણ ખોખલો કરી નાખશે.!આળસુ વ્યક્તિને કોઈ આશા રહેતી નથી.(હા!જે છે તે ચાલશે..ખાવું,પીવું,જીવવું..જેમ છે તેમ ચાલશે)જિંદગીમાં આશા નહિ,તોઆળસ વધતું જશે”આળસ”એટલે એક પ્રકારનો”પશુભાવ”!!!આશા વગરની જિંદગી આળસથી ભરપૂર હોય.
“કાર્ય કર,કાર્ય કર સતત તું,કાર્ય કર,કાર્ય વિણ જગતમાં કોને મુક્તિ?”
મુક્તિદા કુમાર ઓઝા