“સોનાથી પિતળ ની ચમક
જ્યારે વધુ દેખાવ માંડે,
ત્યારે તારી દ્રષ્ટિની નહિ….,
દિશાઓની ખામી
માનજે “અંગાર”..!”
———-( ઇસબ મલેક “અંગાર”)
એક વખત,મારે એક નવા શહેરમાં જવાનું થયું.આ એવી જગ્યા હતી જ્યાં ચાલીને જવાનું હતું.અને હું જગ્યાથી અજાણ એટલે પૂછતાં પૂછતાં આગળ વધતી હતી.”સીધા જાવ….સીધા જાવ”! લોકોનો એક જ જવાબ. છેવટે મોબાઈલમાં”ડાયરેક્સન” જોવા માટે ગૂગલમેપની મદદ લેવા માંડી,પણ..ઓલી ચાંપલીતો બોલે રાખે.. “એટ થ્રી હંડ્રેડ મીટર ટેઈક યુ ટર્ન” ચાંપલીનું તો અર્ધા કલાક સુધી ચાલુ જ રહ્યું! હું તો એવી કંટાળી કે પાછા જવાનું નક્કી કર્યું તે જ વખતે જ્યાં હતી ત્યાંજ પાછી પહોંચી ગઈ.
સાચું શું ને ખોટું શું? એક બ્રાહ્મણ,બકરો હાથમાં ઉપાડીને એક ગામથી બીજે ગામ જતો હતો. રસ્તામાં એને ચારચોર મળ્યા.ચોરોએ નક્કી કર્યું આ બ્રાહ્મણ પાસેથી બકરો પડાવી એ બકરાની મસ્ત મિજબાની કરીએ.ચારેએ બ્રાહ્મણને, એક પછીએક ડરાવવા માંડ્યો! એક કહે,આશું ‘કૂતરો’? બીજાએ કહ્યું ‘રીંછ’,ત્રીજો કહે‘વાઘ’,અને ચોથાએ ‘ભૂત’નો ડર બતાવ્યો.બ્રાહ્મણ એવો તો ગભરાણો કે બકરાને મૂકી હાલતી પકડી! બિચારા સુશાંતસિંગ જેવા કેટલાય “ખોટા રવાડે ચઢીને,ખોટી દિશા”માં ‘હોમાઈ’ ગયા.આંખ અંજાઈ જાય એવી ચમક દમક જોઈએ, ત્યારે મોઢેથી એક અવાજે તો “વાહ”નો જ ઉદ્ગાર નીકળી જાય.લગ્નમંડપમાં શણગાર, દિવાળીની રોશની જુવો ત્યારે’વાહ’ તો નીકળી જ જાય પણ, કોઈ દિવસ પણ વિચાર્યું છે? આ શણગાર,આ રોશની,પાછળ કેટલા લોકોનો હાથ છે? કેટલા લોકીની મહેનત છે?
‘સુંદરતા’ પામતાં પહેલાં ‘સૌંદર્ય’ બનવું પડે. તમે સોનાની જેમ કેટલા ‘તવે’ તપેલા છો? એ તો તમને જ ખબર. “સચ્ચાઈ” એવી વસ્તુ છે કે, એતો “અનુભવ”થી જ ખબર પડે. બાકી,”સેલ્સ મેનશીપ” એવી વસ્તુ છે! કે તે”ટકલુ”ને પણ “દાંતીયો” વહેંચી આવે!!!.જ્યારે, દેખાવ જ કરવો હોય ત્યારે એ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ! એનું એવું તો,વખાણ કરવું કે એના જેવું, આ દુનિયામાં કશું જ નથી.નાટકના સ્ટેજ ઉપર ઝગારા મારતી લાઈટો જોઈ હશે? સ્પોટ લાઈટ પણ આ સ્પોટલાઈટ તમારી આંખને એવી રીતે અનુભવ કરાવે સ્ટેજ ઉપર જે વ્યક્તિ નાચે છે તે બહુજ ઝડપથી નાચી રહી છે. આ તો ભૌતિક વસ્તુઓથી થાય પણ.. પોતે બહુજ’મહાન’ છે એવું બતાવવા માટે,લોકો કેટલા દેખાવ કરતા હોય છે. એતો આજકાલના દેખાતા ‘સંત’, પોલીટીશ્યન,પોતે બહુજ ‘ધની’ છે એવો દેખાડો.
તમે એવા મિત્રો સાથે કે, એવા રસ્તે તો નથી ચઢી ગયા ને? કે જ્યાં બધું જ ખોટું છે. તમે જ્યાં છો ત્યાં ભગવાન,ને બાજુએ મૂકી “પોતે”જ “ભગવાન”છે! એવા ‘ઠગારા’ ખૂબ મળશે.જે રસ્તે જાવ છો તે રસ્તે તમને ‘ચોર’ તો નથી મળતાને સાવધાન પોતે જ થવાની જરૂર છે. તમારે જ તમારી સાચી દિશાને સમજવાની છે..
જરૂર છે…..,
આ ચમક દમક વચ્ચે થી સાચી વસ્તુને ઓળખવાની..!
મુક્તિદા કુમાર ઓઝા