“ખનખનિયાના આ ખેલમાં,
દિલને બહેરા કરી બેઠા,
હું જ સારો, બીજા ખરાબના વહેમમાં,
વિચારોના વહેણ સુકવી બેઠા….!”
(ઇસબ મલેક “અંગાર”)
વિનોદ ભટ્ટની એક કટાક્ષિકા છે, એક માણસ’બજાણીયો’હતો.લોકો સામે અટપટી વસ્તુઓ ખાઈને ખેલ બતાવતો.આજે એક મોટી સોસાયટીમાં પ્રવેશી ગયો.આ ખેલ જોવા અબાલ-વૃદ્ધનું ટોળુંજમા થયું,ખીલી,બ્લેડ,કાચનાબલ્બ ને ચણા મમરની જેમ એ તો ચબાવી ગયો,પછી રસ્તે પડેલી ઈંટનો ભૂકો કરી ખાઈ ગયો..આ બધું,લોકો જોતા રહ્યા,હવે એ ખુરશી ઉપર ચઢ્યો..લોકોને થયું આ વળી નવો ખેલ?!પણખુરશી ઉપર ચઢીનેએ માણસે લોકો તરફ હાથ લંબાવી કહ્યું:”એક રોટીનો સવાલ છે બાબા..આ ભૂખ્યા માણસને રોટલી-ભાખરી જે હોય તે આપો,માઈ-બાપ!”
આ સાંભળી ટોળું ત્યાંથી ખસવા માંડ્યું.લોકોને હવે આ ‘ખાઉધરા’ માણસમાં રસ નહોતો..
”કિસીકિ મુસ્કુરાહટોં પે હો નિસાર,કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર,કિસીકે વાસતે હો તેરે દિલમેં પ્યાર,
જીના ઉસીકા નામહૈ.પણ…. આ સાર્વત્રિક સત્ય છે,કે જેવો પૈસો આવે એટલે ‘અહમ્’નામનો ‘કળિ’પેસવા માંડે! આ મારું,આ જમીન મારી,જાયદાદ મારી,આ બધું જ મારા થકી છે!એ ભૂલી જાય કે “કુદરત નામનું પણ કંઈક તત્વ છે..
આપણી વિનિમય પદ્ધતિ જ એવી છે.આપણે અહમ્ માં એવા ખોવાઈ ગયા છીએ કે,આ બધું નાશવંત છે.પાણીના પરપોટા જેવું,જીવન છે.’આજે છઈએ ને કાલે
નથી’! એ વાત ભૂલી જઈએ છીએ.પણ પૈસાના નશામાં એવા તો પાગલ થઈ જઈ જઈએ છીએ કે “હું” નાણાં’વગરનો’નાથિયો’ને નાણે ‘નાથાલાલ’!!
એક જમાનાનો ‘ધનિયો’-ધનજીભાઈ….હવે…”હું”-‘મહાન, બીજા બધા તુચ્છ’! મને બધું આવડે!આંખે એવાં તો પડળ આવી જાય છે,કે અહમ્ ના ભમ્મરીયા વહેણની વચ્ચે ‘સચ્ચાઈના વિચારો’,ક્યા ઘૂમરાઈ જાય,ચકરાઈ જાય તે ખબર નથા પડતી!!
“પૈસો!” લોકોની આંખ એવી તો આંજી નાખે,કે એ ‘પૈસાવાળો’ ચોર, ડકૈત,કે ડાકુ હોય તો શું થયું? સમય આવ્યે,પંખીને ‘ચણ’ આપીએ એમ”ચણા-મમરા” ફેંકતો હોય તેમ, ‘અંગૂરકી બેટીની મિજબાની’ તો કરાવે છે. “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ”
કોઈ ગરીબમાં ગમે તેટલા સારા ગુણ હશે, પણ તેનું મૂલ્યાંકન તેની આર્થિક સ્થિતિ ને ધ્યાને રાખીને જ કરાય..છે.
કોઈ ધનિકમાં ગમે તેટલા ખરાબ અવગુણો હશે, પણ કોઈ સંસ્થા ને થોડું દાન કરી દેશે એટલે તેનું જોરદાર સન્માન..છાપા માં બેફામ વખાણો આવશે.
આ જગતનો નિયમ છે.
પણ આવી રીતે ધનની ચમકથી સાવ અંજાઈ જવાથી આત્માનો અવાજ નાશ પામે જ છે.
ધન મેળવવું સારું …પણ સાથો સાથ અતરાત્માના અવાજ ને પણ જીવિત રાખવો જરૂરી છે..
મુક્તિદા કુમાર ઓઝા