“ઉપરવાળો માંગો તે આપેજ છે
“અંગાર”,
આ મારુ..આ મારુ.કહેશે
તો મારશે જ
આ તારું..આ તારું..
હશે ત્યાં તારશે.. જ”
— -(ઇસબ મલેક “અંગાર”)
_
‘આ મારું,આ તારું’કહીને,એકબીજાને ભાંડે રે!
રાખના રમકડાં, મારા રામે, રમતાં રાખ્યાં રે.!!’
ઉપરના શબ્દોમાં “રામ” શબ્દ આવ્યો.આ “રામ” કોણ છે? આપણે એને ઓળખતાં નથી.એ‘અલ્લાહ’ છે?, એ ‘અશોજરથુષ્ટ્ર’છે? ‘ઈશુ ખ્રિસ્ત’ છે? તમે ઓળખતા હો તો કહેજો. મારે એને મળવું છે. હું જન્મી એથી પહેલાં ’હું’ ક્યાં હતી? શું હતી? કોણ હતી? કેવી હતી? મને કશી જ ખબર નથી.અત્યારે પણ “હું”હું” જ છું.
“હું”મારી જાતને પંપાળ્યા કરું છું. આ હાથ,પગ,આંખ,વાળ,શરીર ‘મારું’ છે. હું,અને આ મારું, બધું જ સારું છે,અને ‘મારું જ છે’! એટલે બીજાની સાથે,મારી જાતને, હું સતત સરખાવ્યા કરું છું! જેથી મને ખબર પડે, કે બીજા કરતા ‘હું’ વધારે સારી છું!!પણ આપણે ભૂલી ! છીએ કે આ દર્પણ સામે, ઊભા રહેતાં! જે શરીરની સુંદરતાને ‘તું’ સજાવે છે ને! પણ એ પળમાં હતું ન હતું,થઈ જાશે…!
આ શરીર માટેની જાહોજલાલી માટે,કેટલાં ફાફાં?! દિવસરાતની કાળીમજૂરી! પૈસો મેળવવા, ખૂબ ભૌતિકતા વધારવા,દિવસ/રાત જોયા વગર દોડધામ,ચોરી-ચકારી,જૂઠાણું બસ.. ભાગંભાગ! આ મજૂરીનું પરિણામ તમારા બેંકમાં ખૂબ નંબર, આંકડાઓ વધી જાય. પણ.. આનંદના બદલે, તમે એટલા ‘મહાન’ થઈ જાવ, કે લોકો સાથે વાત કરવાનું, લોકો સામે “હસવાનું” પણ તમને ભારી પડે! જિંદગીના સાચા આનંદથી દૂર થતાં જઈએ! એટલે સુધી કે મારું કામ, મારી ખુરશી, મારી સતા,પાછળ તમે એટલા ખોવાઈ જાવ,અનિયમિત થઈ જાવ કે..પાછલા દરવાજેથી જુદીજુદી જાતના રોગો તમારા અંદર,તમારાંશરીરમાં પ્રવેશવા માંડે!! અને.. સાથે “ભય” મૃત્યુનો ભય!
મૃત્યુથી ડરવા કરતાં,એની ‘વાસ્તવિકતા’ને સ્વીકારી, આપણે એવું વિચારીએ કે આ બધું તો છોડીને,એક દિવસ જાવાનું છે. આ શરીર પણ “બોડી” બની ગંધાવાનું છે! તો અત્યારે જે “મારું “છે” તેને એવી રીતે સૌનો થઈને માણું કે. મૃત્યુ આવે ત્યારે “હું” હસતો હોઉં!
સિકંદરે! આખી દુનિયા જીતી લીધી! પણ મૃત્યુ વખતે કહ્યું.”મારા હાથ” મારા કફનથી બહાર રાખજો!
“શું સાથે લઈ જવાનું છે?!”
— મુક્તિદા કુમાર ઓઝા
”રાખનાં રમકડાં”
