” “આતો વજનકાટાથી ગુણવત્તા
નક્કી કરવા જેવી વાત થઈ
“અંગાર”….,
આજકાલ ભભકા,
દેખાવ અને જાહોજલાલીને
આધારે માણસનું સ્થાન
નક્કી થવા લાગ્યું…!
આજકાલ જમાનો જ "ફાસ્ટફૂડ"નો થઈ ગયો છે,સાહેબ!
રૂપેરી કાંબીથી શોભતા હાથે,ટપારેલો,ટૂંપીટૂંપીને સુંવાળો બનાવેલો,બાવળની રૂપાળી સોનેરી લાંબી લાંબી કળીઓ જેવી આંગળીઓથી કંડારાયેલ,તથા ધીમા તાપે, તળાવની કાળીમાટીથી બનેલી તાવડીમાં શેકાયેલો રોટલો ક્યાં??? અને”ટુ મિનિટ!” ફટાફટ નૂડલ ક્યાં!! અને પછી..પાચનતંત્રની તો એવી હાલત થાય કે તબિયત જોતાં જ ટીવીવાળી”એડવર્ટાઈઝમેન્ટ બોલે” સાઠ સાલ કે બુઢે યા સાઠ સાલકે જવાન! એવું થવાની પાછળ, Show-off ના જમાનામાં, અલગ અલગ(ફ્રોઝન-ચટણીઓથી) સજાવેલા પીઝાનોસ્વાદ! એવો તો પસંદઆવી ગયો છે,કે,મસ્ત ખટમીઠી દાળઢોકળી “લોંદા”જેવી જ લાગે.! મોટામાં મોટું કારણ છે ‘દેખાડો’ અમે બીજા કરતાં સારા કેમ દેખાઈએ? બીજા મારા કરતાં કોઈ પણ રીતે “સારા ન દેખાવા જોઈએ”.”ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે?”
આવું માત્ર બૈરાંઓમાં થાય છે એવું નથી.છોકરાં,છોકરા,છોકરી,પુરુષ બધે જ આ મનોવૃત્તિ ફેલાયેલી છે!એનું કારણ આપણે,આપણી પોતાની જાતને જોવાના બદલે બીજાને જોઈએ છીએ.”પારકી થાળીમાં લાડુ મોટો!” ખાસ તો લગ્નપ્રથાઓ,ફિલ્મીપાર્ટીઓ, બર્થડેપાર્ટીઓમાં આવા”વજનકાંટાઓ” બહુજ દેખાય છે,પછી.. તે વન ઈયર હોય કે સષ્ટિપૂર્તી હોય!
ઘણી જગ્યાએ ‘દાન’ આપતી વખતે ખાસ પોતાના “નામ”લખાવે.આ”દાન”તમે કર્યું, તે આવ્યું ક્યાંથી?!.
”દિયે છે કોડીનું દાન અને લેખે છે મેરુ સમાન!”
દુનિયા જાણતી હોય કે, ભાઈ સાહેબ! આ ‘દેખાતા સંત’નો”ફાઈવસ્ટાર”આશ્રમ દિલ્હીમાં છે!! પણ એમના”‘પૈસા”ની છાકમ છોળમાં, આપણે એવાતો આવી જઈએ છીએ કે, એ જ્યારે આપણી સામે આવે, ત્યારે આપણે,એમનું,”એ જાણે ઉપરથીઊતરીને આવ્યા હોય” એવું”ભગવાન”જેવું સ્વાગત કરીએ છીએ.!અને બીજી બાજુ કહું તો ખરેખર”આધ્યાત્મિક અને સરળ લોકોની આપણે “ઠેકડી” ઉડાડતા હોઈએ છીએ! એમને, “..માન/સન્માન” તો બાજુએ રહ્યું!!!
આપણે જેના થકી, ભણેલા હોઈએ,જ્ઞાન મેળવ્યુંછે એવા ‘શિક્ષક’ અને બાજુમાં પેલો ‘અભિનેતા’ જે, કોઈકના લખેલાં, ગોખેલાં વાક્યો બોલી નાખતો હોય! તેને,આપણે ભગવાનથી પણ વધારે માન આપીએ.અને ખરેખર સંસ્કારી શિક્ષકની,જેના થકી “આપણું સફળ વ્યક્તિત્વ” છે, તેમની અવહેલના કરીએ! અને ગાઈએ.”ઢીલું ઢીલું ધોતિયું અને વીલું વીલું મોં.. રખે ને ભાઈ તમે પંતુજીહો”!!
મને ગૌરવ છે મારા શિક્ષકો ઉપર, આજે અને હંમેશાં રહેશે.
આજે મન કર્મ થી સજ્જનો નો સન્માન નથી થતા, પણ ગમે તેવો ખરાબ માણસ પાસે સંપત્તિ કે સતા આવી જાય એટલે તેનું ઠેક ઠેકાણે જાહેર સન્માન.. થાય છે..!
વજન કાંટા થી તેનું વજન નક્કી થાય, કઈ ગુણવત્તા નક્કી ના થાય….!
પણ આજે વજનને આધારે ગુણવત્તા ના સર્ટિ દેવાય છે..!
કારણ…?
આજે જરૂર છે સ્વતંત્ર વિચાર ધારા ની..... !
જેમાં ક્ષીર નીર વિવેક શક્તિ હોય…!!!
મુક્તિદા કુમાર ઓઝા