“કોઈ પણ માણસ સંપૂર્ણ સારો હોતો નથી..
આ વાતને આપણે સૈદ્ધાંતિક માનીએ…
પણ વહેવારીક નથી સ્વીકારતા નથી.
સામે વાળા પાસે સંપૂર્ણ સારાની અપેક્ષા રાખીએ..!”
—– ઇસબ મલેક “અંગાર”
“વિશ્વાસ”બહુજ ધારદાર “ભાવ” છે.ગમે તેવા લોખંડી વ્યક્તિત્વને કોતરી ખાય! સામે વાળો ગમે તેટલો સારો હોય, પણ કાન ભંભેરણી વિશ્વાસને ડગાવી દે.રામ જેવા રામ, જેને આપણે,ભગવાન માનીએ છીએ.એ..ધોબીના કહેવાથી એવા તો ડગી ગયા કે, સીતામાતાએ ધરતીમાં સમાઇ જવાનો જ માર્ગ સ્વીકાર્યો!.રામ સંપૂર્ણ સારા નહોતા? જેમને આપણે, “આદર્શ્ પુરુષ” તરીકે સ્વીકારીએ છીએ.!માણસ તરીકે જનમ લે એટલે,ભગવાને પણ સત્વ,રજસ્ અને તમસ્, દરેક ગુણમાંથી પસાર થવું જ પડે છે!.દરેક ‘પરિસ્થિતિ’નો,દરેક ‘ભાવ’નો અનુભવ કરવો જ પડે છે.
પૂર્ણ પુરુષોત્તમ! પણ જેના માટે આપણે શ્રદ્ધા અને વિશ્વાસ મૂકીએ, તે આપણા માટે સારો જ છે. બાળકના પિતા ગમે તે હોય, પણ બાળક માટેતો એ “સર્વમ્ સર્વા” હોય છે. બાળક માટે તો પિતા, એક ભગવાનનું જ સ્વરૂપ છે.નાનકડાં બાળકને બોલતાં સાભળ્યાં છે? “મારા પપ્પાતો પોલીસ છે..એટલે બીજું કહેશે મારા પપ્પાતો આખું ગામ સાફ કરવાવાળા”સફાઈ કર્મચારીછે”..તો ત્રીજું બાળક પોતાના પિતાને સૌથી મહાન છે,એવું સાબિત કરવા કોશીશ કરશે
પોતાની વસ્તુને તો આપણે, હંમેશાં સારી જ કહીએ.પણ આપણી “દૃષ્ટિ”, આપણા વિચાર,બીજા લોકો માટે સારા રાખશું,તો એ ચોક્કસ સારું પરિણામ જ આપશે.ખેતરમાં કેવાં, કેવીરીતે બીજ વાવો છો? એ પ્રમાણે, ઉપજ થશે.
તમે કોકનું સારું કરો. તમારું સારું થશે જ.
..ઈસબમલેક”અંગાર”સર (Ishabbhai Malek)ની એક સરસ વાર્તા મેં fb માં વાંચી છે–
“એક શેઠ,ગાડીમાં જતા હતા,રસ્તે જતાં તેમણે કોઈને,માનવતાના ધોરણે મદદ કરી,અને એ વાતને ભૂલી પણ ગયા!!
એક રાતે,ચોરના વેશમાંએક માણસ એમના બેડરૂમમાં ઘૂસ્યો!!અને શેઠનો ડર ભગાડી કહ્યું:
“શેઠ,તમે મને મદદ કરેલ,આજે તમને મારી નાખવા મને સોપારી મળેલી છે…એટલે તમને મારવા અહીં આવ્યો.!..પણ તમે મને જે મદદ કરેલી તે ઉપકાર હું ભૂલું નહિ., એટલે ચેતવીને જાઉં છું..તમે સાવધાન રહેજો.”આ વાર્તાનુ નામ છે “સોપારી”……
કહેવાનો ભાવાર્થ કે
કોઈ વ્યક્તિ સંપૂર્ણ ખરાબ પણ નથી હોતી,
અને સંપૂર્ણ સારી પણ નથી હોતી.
” તમે બીજામાટે સારું જુવો તો તમારું પણ સારું જ થાય.”
સામે વાળો માણસ સારોજ હોય,એવું તમે ઈચ્છતા હો તો, પહેલાં તમારો “નઝરીયો” બદલાવો.
—– – મુક્તિદા કુમાર ઓઝા
જરૂરી છે એક અલગ”દૃષ્ટિ”
