ધોળે દિવસે….,ઘુવડની આંખે અંધારું..!

“અન્યના ઉજાસની અપેક્ષાએ
બેસી રહીને,
અંધકારની ફરિયાદ ના કર
“અંગાર”,
એક વખત ભીતરની જ્યોત
જલાવી તો જો…!
……..(ઇસબ મલેક “અંગાર”

         "એક રજકણ સૂરજ થવાને શમણે ઊગમણે  જઈ ઊડે પલકમાં ઢળી  પડે આથમણે!"

   ઘુવડ અને અંધારાંનું એવું તે કેવું જોડાણ છે કે એ અજવાળાને જોવા જ માગતું નથી..એ લોકવાયકા છે, કે આંધળું થઈ જાય(જોકે એ દિવસે પોતાની આંખો ખુદ બંધ કરી બેસતું હોય..! )
                     પૃથ્વી પર આવેલ, દરેક જીવને પોતાનું “ઊર્ધ્વગમન” કરવું હોય છે.દરેક પ્રકારના અનુભવો લઈને "મહાન","મોટા"થવું હોય છે.આ ટેબલ-ખુરશી,ઝાડ-પાન,કાકા,મામી,માસા,ફઈ આપણે બધાજ "એનર્જી"છીએ.પણ આ શક્તિને"કર્મ"પણ એટલું જ લાગુ પડે છે. જો તમારા કર્મ, આ જન્મમાં અધૂરાં રહે! તો ફરીફરીને, એક યા બીજાં સ્વરૂપમાં પૃથ્વી ઉપર,નવો જનમ લઈને,અધૂરાં કામ, આશા,આકાંક્ષાઓ પૂર્ણ કરવાં પડે છે.

મને u.p.s.cની પરીક્ષામાં તાવ આવતો હતો, અને “ભાઈ”એ મદદ ના કરી એટલે હું નાપાસ થયો.,પણ એના બદલે, જે કામ લીધું છે, તે માટે મહેનત કરીએ.
“યાહોમ કરીને પડો, ફતેહ છે આગે”!!
આપણે જ આપણું અજવાળું,ને આપણે જ આપણું અંધારું.
આપણે ઈન્દ્રીયોને આધીન છીએ.ઈન્દ્રીયો દ્વારા શરીર,મગજ,મન અને આત્મા સુધી પહોંચીએ છીએ.આમાની કોઈ પણ વસ્તુને આપણે કંટ્રોલ નથી કરી શકતા,પણ એના “આધારિત” થઈ જઈએ છીએ..આપણે સમયના“ગુલામ” છીએ,અપેક્ષાઓથી ખદબદીએ છીએ.તેથી આપણે ઈલેક્ટ્રોનિકના આધીન થઈ ગયા છીએ,આધુનિક વિજ્ઞાનને આધીન થઈ ગયા છીએ..જેને ખુદ ઉપર વિશ્વાસ હોય, તેને બીજાંના આધારની જરૂર નથી પડતી.
“તું છો તો બધું છૈ! હે ભગવાન!” (એ વાત ખોટી). મારી પાસે તાકાત છે જ.
‘મને ક્યાંથી સુખ મળે?’“કોઈ મને મદદ કરે”!? એ ભાવના જ કાઢવી જરૂરી છે.
“કૉરોના”એ શીખાવી દીધું છે.. ભાઈ, નાની વાત હોય કે મોટી!કોઈની મદદ લેવી જ નહિ!! પરાધીનતાા બહુ ભૂંડી! તમે જ પોતાની જાતને સંભાળો,પોતાના શ્વાસ કેવી રીતે લેવા,પોતે જ જોવાનું છે.અષ્ટાંગયોગમાં ચોખ્ખું કહ્યું છે.!”યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન,સમાધિ..”
આ તમને તમારી આત્મોન્નતિ તરફ લઈ જાય છે.. પહેલાંચાર આપણે આરામથી આગળ વધી શકીએ છીએ..પણ”પ્રત્યાહાર”આપણને આપણા ખુદનું ભાન કરાવી ઈન્દ્રીયો ઉપર કાબુ લેવડાવે છે!
“..જે દિવસે મારી આંખ સારી થાશે, તે દિવસ હુ કામે લાગીશ.!મન્નત,બાધા,આખડીથી એવા અટવાય કે ભૂખમરા ભેગા થઈ જાય!
“આ તો હું સુખી, આ તો હું દુઃખી” કયા કારણસર દુઃખ છે?મારી પાસે તાકાત છે જ.મને ક્યાંથી સુખ મળે? કચ્છીમાં કહેવાય છે!
”તોકે ચૈ વ્યો ઈ મુકે ચૈ વ્યો” એટલે કે અંતરઆત્માની વાત છે!આપણે આપણી જાતને જોવાની
છે.
—- મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: