“હવે હવાનું કામ બુદ્ધિએ સંભાળી લીધું છે..”અંગાર”,
અંતરાત્માના ચિરાગને ગણતરીઓથી
આસાનીથી બુઝાવી નાખે છે..!”
— (ઇસબ મલેક “અંગાર”)
બુદ્ધિ બહુ જ ઉસ્તાદ છે..તે ધારે ત્યાં બેસે ઊઠે! એને જાતપાત,રંગભેદ,ઊંચનીચ કશું જ લાગુ નથી પડતું. એ માખી જેવી છે.તમે એને કેવી રીતે વાપરો છો? જેમ માખી ગંદવાડ પર બેસી બણબણ કરી મિઠાઈ ઉપર બેસી જાશે,તેમ બુદ્ધિનું પણ છે,ફરક એટલો છે કે “માખી” દેખાય,”બુદ્ધિ”દેખાતી નથી,..!
“બુદ્ધિનો બારદાન”! આ વાક્ય સાંભળ્યું,ત્યારે એવું લાગતું ખરેખર બુદ્ધિને ગુણીયાંના કોથળામાં ભરી શકાતી હશે? કેવી હશે? એવી ‘બુદ્ધિ’કે આમ લાલપીળા થઈને લોકોએના માટે બોલે છે?
આ કોણ છે ‘બુદ્ધિ’? આ’કઈ બલા’છે? એ રહે છે ક્યાં?
કેટલીક”ગાંભાભી”જોઈ છે? એ બધાને ‘વહાલી’ થાતી હોય! અને જેના\તેના ઘરની બધી જ વાતો જાણી લે! પછી મીઠી થવા (એ જાણેલી વાત)બીજાં લોકોને કહેવામાં,એને વાર ના લાગે! એવી તો એ ગાંભાભી newes paper બની જાય! હે ભગવાન! આવા લોકોને “સદ્બુદ્ધિ”આપજે. બુદ્ધિ માત્ર બુદ્ધિ જ નથી,એ “દુરબુદ્ધિ” છે અને “સદ્બુદ્ધિ” પણ છે. એ માગવાથી મળે? કે આપણા અંદર જ છે. પણ આપણે માતાજી ના ભક્ત છીએ એટલે હંમેશાં માને પાસે કાલાવાલા કરતાં માગીએ જ છીએ
“દુર્બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિ આપો ! “
“મામ્ પાહિ ઑમ્ ભગવતી ભવ દુ:ખ કાપો!”
આ બુદ્ધિ એવી છે જેનો ઉપયોગ કેમ કરવો તે આપણે જોવું પડે.
“विनाश काळेविपरीत बुद्धि:” તમારી બુદ્ધિ જ દુઃખનું કારણ,અને બુદ્ધિ જ સુખનું કારણ બનતી હોય છે. કુદરતની અમુક વસ્તુઓ,એવી છે જે પળમાં પ્રલય પણ કરી શકે, પળમાં સર્જન પણ કરી શકે.
નાનાં હતાં,ત્યારે ગામમાં,ચૂલો ફૂંકતાં લોકોને જોયા છે. “આ ફૂંક મારવાની પ્રક્રિયા”થી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય.જંગલોમાં દાવાનળ ફેલાવાનું કારણ પણ હવા જ છે.
‘હવા”માણસને ‘ભારી’ પણ બનાવે અને ‘હલકો’ પણ બનાવે.હવા બધેજ પહોંચી જાય.એને કાદવ કીચડમાં કાંઈ ફરક ના પડે. હવા જિંદગીમાં ‘અજવાળું’પણ કરી શકે અને ‘અંધારું’ પણ કરી શકે.”હવા”એટલે વાંદરાને દારુ પીવરાવવા જેવી વાત છે! મગજમાં એક કામ પૂર્ણ કરવાની હવા ભરો.અને સફળ થાવ, એ હકીકત છે.
“હવા”ને તકલીફનીટાંચણી ખતમ કરી શકે! પણ બુદ્ધિ તો સીધી મનથી જોડાયેલી છે. ગણતરી બાજ છે બુદ્ધિ, જે કામ કરે તેનું શું પરિણામ આવશે? તે જાણતી હોયછે.
‘બુદ્ધિ બૈર મારી જવી’ કૂતરું મરવાનું થાય ત્યારે “ચીલે” જઈને બેસે!કેટલીકવાર મગજ ‘ડમ’ થઈ જાય શું કરવું? એ ખબર જ ન પડે.આપણી બુદ્ધિના ફુગ્ગામાં ઈગોની હવા ભરીને, આપણે જ બુઠ્ઠી બનાવી છે.આપણે એના વિશે કશું સમજવા માટે કોશીશ જ નથી કરતા.બુદ્ધિ મગજમાં રહે છે અને મગજમાંથી વહે છે..અને આપણું મગજ અનંત શક્તિઓથી ભરેલું છે.
જીવનમાં બુદ્ધિશાળી બનવું એ સારું જ છે, પણ સાવ ગણતરી બાજ ના બનાય, કુદરતે આપણને માણસ તરીકે મોકલ્યા, તો માણસાઈ ના ચૂકવી જોઈએ..
- મુક્તિદા કુમાર ઓઝા