“કદમ કદમ પર ઘાતો પણ મળે,
દિલ પર અનેક અઘાતો પણ મળે,
છતાં “અંગાર”, હસતા હસતા હાલતા રહેવું,
માણસ છૈ ભૈ માણસ એટલેજ તો,,
ક્યારેક ક્યારેક મહેકતા રહેવું.”
—- -(ઇસબ મલેક “અંગાર”)
હું શું છું?,
કોણ છું?,
કેમ છું?… ખબર નથી !
પણ વરસાદમાં ઉબડ-ખાબડ થઈ ગયેલા રસ્તાઓ ઉપર જેમ વાહનોએ દોડ્યા વગર છુટકો નથી, તેમ આપણી જાતને,આ જિંદગીના અટપટા રસ્તાઓ ઉપર,મંઝિલ સુધી પહોંચવા માટે,દોડ્યા વગર છુટકો નથી.જેવી તમારી પરિસ્થિતિ એ પ્રમાણે માનસિક આઘાત/પ્રત્યાઘાત મળતા જ રહે.કારણકે સમાજ એવોછે, જે હંમેશાં તમને “નીચા” સાબિત કરવા જ તૈયાર હોય છે.એ પોતાની જાતને હંમેશાં,”મહાન” જ માને છે. ઊગતા સૂરજને સૌ પૂજે! પણ, બિચારો બિલાડીનો ટોપ, જેવો તે ઊગવા માંડે,એને તો”થાપ દઈને” દબાવવા જ તૈયાર હોય છે,…આ સમાજ..!
આ ઈર્ષ્યા, “મારું મારું”, એ માત્ર પૈસા,ધન,કલા પાછળ જ નથી.. એતો પોતાની જાતને “સંત” કહેવડાવતા લોકોમાં વધારે જોવા મળે, એટલી હદે કે “સાધના”કોણ કેટલી કરે છે? કેવી રીતે કરે છે? એના માટે .. ‘કોઈ પાસે કોઈ જ સાબિતી નથી હોતી’ પણ.. ‘દંભનો અંચળો’ ઓઢીને,બીજી વ્યક્તિથી પોતે મહાન છે. એવુ સાબિત કર્યા કરે, એટલું અધૂરું હોય એમ,પોતે “બહુજ આનંદી” છે એમ સાબિત કરવા સામી નિર્દોષ વ્યક્તિને, એક યા બીજી રીતે “અપમાનિત” કરવામાં કાંઈ બાકી ન રાખે! અને એની આસપાસના લોકો! તમારા ઉપર ખિલ્લી ઉડાવે! ત્યારે..તમારા ઉપર વીજળીના સબાકા પડતા હોય! તમે અંદરથી બળીને રાખ થઈ જાવ! તમે કોઈને કહી પણ ના શકો,કે તમે કેટલાં દુઃખી થાવ છો? આવા વખતે,એકજ વસ્તુ કામ આવે છે..અને એ છે તમારા ખુદની “માનસિકતાનો પડદો”.. જો..સુખી થાવું છે?તો એવા લોકો અને એવી પરિસ્થિતિ ઉપર “એ તમારા માટે નથી” એવું લખેલો એક કાળા રંગનો “માનસિક પડદો” બિછાવી દો. જેથી કરીને મન ઘેંડાનું બની જાય.તમને કોઈ અસર જ ના થાય..
અહીં તો દાળમાં મીઠું નથી,તો પણ divorce સુધી પહોંચી જાય! આજ વાતને, એમ પણ લઈ શકાયને કે વાહ “મીઠું નથી તો સારું છે, બ્લડ પ્રેશર નહિ થાય. જમવાનું મોડું થાય છે તો કહી શકાય,ચાલો ..આરામથી રસોઈ કરી શકાય છે. કામવાળીથી કાચનો ગ્લાસ તૂટ્યો તો “વાહ આ તો. સારા સમાચાર આવશે”
કોઇ પણ પરિસ્થિતિ ને આનંદમાં કેમ પલટવી એ પણ એક કલા છે.
જે આપશો તે તમને પાછું મળશે, આનંદ આપશો તો ચોક્કસ આનંદ પાછો મળશે. અને તે પણ શક્ય છે, સો ગણો વધારે.
એટલે જ
મરીઝ કહે છે..
“બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, ત્યાં બધાના વિચાર દે.”
મુક્તિદા કુમાર ઓઝા
એટલે,એવી ના ગમતી પરિસ્થિતિને તો “હસીને કાઢી નાખવી””આંખ આડા કાન કરવા”.
તમારી હાજરી માત્રથી, આનંદ આનંદ થઈ જાય,
ખુશાલીનું મોજું ફરી જાય!!!બસ!વ્યક્તિત્વને આનંદ સ્વરૂપ જ બનાવીએ..”આનંદોહમ્”આનંદોહમ્”.
આનંદોહમ્ પરમ સુખમ્
