“આ તો જીવનની ચોપાટ “અંગાર”,
ક્યારેક જીત પણ મળે,
ક્યારેક વનવાસ પણ મળે,
ઉમ્મીદોને વળગી રહી,
સતત પાસા ફેંકતા રહેવું…..,
માણસ છૈ ભૈ માણસ,
ક્યારેક ક્યારેક મહેકતા રહેવું..!”
——– (ઇસબ મલેક “અંગાર”)
ફુટબોલના મેદાનમાં,ખેલાડી અને રેફરી બન્ને,એક સરખું જ દોડતા હોય છે,
પણ ઇનામ ફક્ત ખેલાડીને જ મળે છે! કારણ કે..,
ખેલાડી “ગોલ” કરવા દોડતો હોય છે. જયારે,રેફરી “ભૂલો” શોધવા માટે.
ઈશ્વરને હમેશાં “ખેલાડી” જ પસંદ આવે છે..“રેફરી” નહીં.(આ વાંચ્યું,ગમ્યું એટલે અહીં લખું છું).
કોઈ પણ કાર્યમાં,કોશીશ કરતા રહેવું,.. હું નાની હતી ત્યારની આ વાત છે. ‘લકડખોદ’નામનું પક્ષી મને બહુજ ગમે છે.બહુજ દેખાવડું, બહુજ મહેનતું પણ ખરું.,હું લીમડાના ઝાડ નીચે બેસું અને નઝરાવ્યા કરું. થડ ઉપર મંકોડાની હારની હારો દોડાદોડી કરતી હોય,ખિસકોલીઓ હાથતાળી રમતી હોય,એમ ભાગંભાગી કરતી હોય,કાગડાએ તો સરસ મજાનો માળો બાંધીને ઘર જમાવ્યું હતું,કોયલ,કાબર પોપટ,ક્યારેક,ક્યારેક બીજાં પક્ષીઓ પણ ઝાડની મુલાકાત લે, એમાંનું એક ‘લક્કડખોદ’! એ આવે,તે દિવસ હું કલાકો સુધી એને જોયા કરું! એનું કામ એટલું.. કે, આસપાસ જોયા કરે અને ઝાડની અમુક જગ્યાએ,ચાંચ માર્યા કરે! થોડા સમય પછી,એ જગ્યાએ પક્ષી,આરામથી મસ્ત બેસી શકે એવી,બખોલ થઈ ગઈ! બોલો! મહેનત કરે તો એક “નાનકડી ચાંચ” શું નથી કરી શકતી? મોટામોટા પહાડ કોરીને, ઉંદર પોતાના દર બનાવતા જ હોય છે. (લાક્ષાગૃહની ગુફા એનું સચોટ ઉદાહરણછે).
કુદરતથી જેટલા નજીક,એટલું મહેનત વધારે કરી શકાય.ખુલ્લાં મેદાનમાં,ઝૂંપડાંમાં
રહેતા લોકો વધારે ખડતલ અને આનંદિત હોય છે..બાકી,આ”મહેનત”ની વાત,સૂરજ, ચંદ્ર,તારા,પૃથ્વી,વૃક્ષ,નદી,દરિયો.કોઈ,જીતવા-હારવા,કે”કશુંક મળવાની આશા નથી રાખતા! કે એમને આરામ/વેકેશનની પણ જરૂર નથી.!! સતત નિયમિતપણે ગતિમાન છે! એમનું,સતત લોકોને મદદ કરવાનું કામ અટકતું જ નથી.
આ જિંદગી! એવી રમતનું મેદાન છે, જેના પર આપણે સૌ, જુદીજુદી જાતની રમતો રમીએ છીએ.કબ્બડી,પકડાપકડી,ખોખો! “કેવીરીતે? કેટલી મહેનત કરીને જીતવું? તે આપણા હાથમાં છે”.આ ઉપરથી મને “સાત કાંકરી”ની રમત યાદ આવી! બસ! એક એક જરૂરિયાત અને ઈચ્છાઓ\આશાઓનીકાંકરી મુકતા જાવ,દાવનોઘાવ ફેંકતા જાવ, જીતતા જાવ યા હારતા જાવ..
બસ જિંદગીની રમત રમવી તો છે
જ.
પણ……..,
આ સમગ્ર રમત દરમ્યાન એક વાત ને સતત યાદ રાખતા રહીએ…કે,
ભગવાને આપણને માણસ બનાવ્યા છે, તો “માણસ”એટલેકે “માણસાઈ ” સાથે જીવીએ…, અને જીવનમાં ખરા અર્થમાં “માણસ” બનીએ…!
મુક્તિદા કુમાર ઓઝા
ચલતી રહે જિંદગી!!.
