” संसारसे भागे फिरते हो! भगवानोको तुम क्या पाओगे!? ….ભાગી ભાગીને ક્યાં જવાના ભાઈ??, “
‘સંસાર એટલે શું? જન્મ્યા,મોટા થયા..ખાધું-પીધુંને રાજકીધું’? સંસાર! સુખ દુ:ખ વ્યવ્હાર,વાડી વજીફા,નફો-ગેરફાયદો! આપણે જ પેદા કરીએ છીએ..આપણે ખુદ જ સંસાર છીએ..
જે આપણે જોઈએ છીએ, અને માણીએ છીએ? વાંધા-વચકા કાઢીએ છીએ”દાળમાં કેમ મીઠું વધારે છે”?, રાજુના લગનમાં તો અમને વહેવાર નો’તો કર્યો,સંજુના લગનમાં,અમે પણ તમારા સાથે વહેવાર નહિ કરીએ. તમે 5000 લોકોને ,₹ 2500ની થાળી જમાડી! અમે તો 7000 લોકોને ₹ 4500 ની કિંમતની એક થાળી જમાડશું!!
અરે!! સાહેબ!આ જિંદગી તો બે પળની છે.પણ એના છેડા ચોર્યાસી લાખ જનમોને જોડાવે છે.! આ ચોર્યાસી લાખનો ફેરો એટલે..વારેઘડીએ લેવાતો જન્મ. માના પેટમાં નવમહિના સુધી ઊંધા માથે લટકવું,ખૂબ તકલીફ સાથે અવતાર લેવો! બાળક,કિશોર,યુવાન, બુઢાપો..બધાજ રસ્તે પસાર થઈ, એવાં “કર્મ” કરવાં કે બીજો જન્મ જ ના લેવો પડે! પણ.. આપણે કામ,ક્રોધ,લોભ,મદ,મોહમાં એવાતો અટવાઈ ગયા છીએ કે, “આ બધું મારું છે”ની ભાવના”લખચોરાસી ફેરા”માં ફેરવાતી રહે છે.એટલે છાણની ઈયળથી માંડીને હાથી, મોટા/નાનાં જીવડાં,જંતુ,પશુ,પક્ષીના રૂપમાં ફરીફરીને જનમવું પડે છે.
આ જન્મમાં ‘અહમ્,’તારું-મારું’,આ ભાવનાથી ઊપર ઊઠીને”માફ કરવાની ભાવના”,ખુશ રહી,ખુશી બાંટવાની ભાવના,સેવાની ભાવના,ઘર-સંસારની જવાબદારી ઉપાડીને જે થાય છે તે”કેસરી” કપડાં પહેરીને, દેખીતો સંસાર છોડીને, સમાજની કેટલી ને કેવી સેવા થાય? તે તો રામ જાણે! પણ ઘરસંસાર અને સમાજ સાથે રહીને,આપણે સાચા ‘સંત’ બની જનમો નું ચક્ર, સુધારી શકીએ અને ફરીથી જનમ ના લેવો પડે.અભિમન્યુના સાતકોઠાપાર કરવા જેવી આ વાત છે..
આખું બ્રહ્માંડ! કણકણ ગતિમાન છે.સૂરજ,થીમાંડીને પરમાણુ સુધી સૌ ગતિમાન છે..નિયમબદ્ધ ગતિ કરે છે.. આ ગતિને વિજ્ઞાન જુદીજુદી રીતે સાબિત કરશે,પણ એને અટકાવવાનું કે ચલાવવાનુ કામતો,જે કરેછે તે ‘કુદરત’જ છે..જેને આપણે જાણતા નથી અને જાણી શકવાના પણ નથી! અને એજ ગતિનું બીજું નામ “સંસારચક્ર”..છે.. “સંસારચક્ર” એટલે સૂરજ તારાનું ફરવુ, માત્ર નહિ, કે જનમ લઈ, આનંદ-વિલાસમાં ડૂબી જાવું! પણ એતો જન્મ જનમના ફેરા.
આ ભજનમાં મીરાબાઈ સાચી વાત કહે છે..“પરણું તો પ્રીતમ પ્યારો,અખંડ સૌભાગ્ય મારો,રાંડવાનો ભે’ટાળ્યો રે..સંસારીનું સુખ કાચું,પરણીને રંડાવું પાછું! તેને ઘેર શીદ જઈએ રે મોહન તારા મુખડાંની માયા લાગી રે.ઈશ્વરને શરણ થવામાટે આપણે વિચારવું પડે!? અને આજ “.વિચારનું ઉત્પત્તિ સ્થાન” એટલે આપણે ખુદ.અને આપણા વિચાર જ “સંસારચક્ર”છે..
શ્રીજયંતભાઈ જોશી..(આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ,અમેરિકન ફેડરેશનનાઆજીવન સભ્ય,goldmedalist)ની પ્રેરણાથકી.આ લખાણ લખ્યું છે.
…… મુક્તિદા કુમાર ઓઝા
સંસારચક્ર
