આ વરાળ કુકર જેવા કુકરને ફાડી શકે,
તો દિલનું શુ ગજું “અંગાર”,
માટે કોઈ તો જગ્યા એવી રાખ દોસ્તીમાં,
કે વેદના રૂપી વરાળ બહાર નીકળતી રહે…!”
—— ( ઇસબ મલેક “અંગાર”)
“જ્વાળામુખી” વિષે સાંભળ્યુંછે?પહાડની ટોંચમાંથી અચાનક અગ્નિ ભપ્ ભપ્ કરતો બહાર આવે. ઊનાળાના અંતમાં, જમીનની બહાર,સાપ,વીંછી,ઉંદર,છછુંદર,કીડી,મંકોડા એવાંતો જમીનમાંથી બહાર નીકળી પડે કે,આપણે એનાથી ડરી જઇએ.એ લોકો છંછેડાય,અંદરથી ઉકળતા ઉકળાટને શાંત તો કરવો જ પડે! તે પછી શારીરીક હોય કે માનસિક! આ માનસિક ઉકળાટ એટલો ખરાબ હોય છે જે વ્યક્તિને પાગલ કરી નાખે! અને ‘આપઘાત’ સુધીના પગલાં લેવડાવી દે!.જિંદગીની કેટલીય અધૂરાશો એવી હોય છે,(દા..ત..પ્રેમ)જેને મેળવવા,માણવા,માનવીનું મન ખદબદતું હોયછે. સામાન્ય રીતે આવા લોકો ઓળખાઈ જાતા હોય છે…થોડા પણ સમજદાર લોકો હોય તેમણે, આવા લોકોને મદદ કરવી જોઈએ. શક્ય છે આવી વ્યક્તિની દોસ્તી, વ્યક્તિને ન ગમતી હોય,તો પણ ‘પ્રેમનો ભાવ’ તો બતાવી જ શકાય.’
ફક્ત મિત્રની વેદનાને શાંતિથી સાંભળીને હિંમત દેવામાં આવે તો આપઘાત જેવા જલદ બનાવો ના બને..!
આ “વેદનારૂપીવરાળ” અંદરને અંદર બહુજ “કોચવતી” હોય છે! ત્યારે વેદનાને આધીન થવાના બદલે, એના‘કારણો’ શોધી એનું ‘શમન’ કરવું,બહુજ જરૂરી છે.પછી એ માટે “ઝાંસીનીરાણી” કે “ચંબલનાડાકુ” થવું પડે.તો એ પણ તૈયારી રાખવી જોઈએ.આવી પરિસ્થિતિ માટે “વરના કે પુતર”ની વાત બહુજ સાચી છે. મનની વેદનાને શાંત કરવા માનસિક આધાર મળવો જરૂરી છે.અંદરથી ઉકળતા ઉકળાટને શાંત તો કરવો જ પડે! તે પછી શારીરિક હોય કે માનસિક! આ માનસિક ઉકળાટ એટલો ખરાબ હોય છે! જે વ્યક્તિને પાગલ કરી નાખે! મનમાં ઊકળતો ચરુ કઈ રીતે પાયમાલ કરે તે કહેવાય નહિ, મનમાં ઊકળતો ચરુ કઈ રીતે પાયમાલ કરે તે કહેવાય નહિ,અને આપઘાત સુધીના પગલાં લેવડાવી દે.જિંદગીની કેટલીય અધૂરાશો એવી હોયછે, જેને મેળવવા,માણવા,માનવીનું મન ખદબદતું હોય છે.સામાન્ય રીતે,આવા અધુરપવાળા લોકો,ઓળખાઈ જાતા હોય છે. તો,..,જે થોડા પણ સમજદાર લોકો હોય, તેમણે આવા લોકોને મદદ કરવી જોઈએ.શક્ય છે આવી વ્યક્તિની દોસ્તી ન ગમતી હોય તો, પણ ‘પ્રેમનોભાવ’ તો બતાવી જ શકાય.
મનની વેદનાઓ ના ભરાવા ને કારણેજ
નવ્વાણુ ટકા રોગોનું ‘મૂળ કારણ માનસિક પરિસ્થિતિ’ હોય છે.પોતાને તકલીફ ન થાય માટે,ખુદમાં
હિમત હોવી જરૂરી છે.’ના પાડતા’ આવડવી જોઈએ,મનમાંથી ભય કાઢી નાખવો જોઈએ.માનસિક આધાર મળવો જરૂરી. મિત્ર હોય કે ન હોય,પણ “મનથી દુઃખી” લોકોના દુઃખમાં સહભાગી બની એની જિંદગીમાં,એના વ્યક્તિત્વમાં જે હકારાત્કતા હોય દા.ત.સંગીત,સાહિત્ય, કલાએ ઊભારવામા મદદ કરવી અને એરીતે એવી વ્યક્તિના “મિત્ર” બની રહેવું!
દોસ્તે,શ્રીકૃષ્ણ જેવા બનવું પડે,કે જે જાહોજલાલી વચ્ચે પણ, પોતાના મિત્રના ‘ભાવ’ સમજી, એની છૂપાવેલી તાંડુલનીપોટલી પડાવીને રાણી પટરાણી સામે આરામથી આરોગે.આનું નામ દોસ્તી!!
જીવનમાં કમસે કમ એક મિત્ર તો એવો રાખવો જોઈએ કે તેની પાસે ખુલ્લા દિલે બધીજ વાત કરી શકાય…..અને આવો મિત્ર મેળવનાર બહુ ભાગ્યશાળી લેખાય…
મુક્તિદા કુમાર ઓઝા