મારા એક મિત્રશ્રી કમલેશભાઈ જોશી જોડે બહુ તડાફડી થાય!એકવખત એ કહે”ઘણી વાર,પરદેશી લોકોને,સંસ્કૃતમાં હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર,વગેરે વગેરે બોલતાં સાંભળીએ ત્યારે,”અહો ભાવ” થાય!! વાહ, આ લોકો “પરદેશીઓ” છે,છતાં કેટલું સરસ ગાય છે!!!” ત્યારે મારાથી રહેવાણું નહિ….અને હું તો એમના ઉપર તાડૂકી.. “આપણી વસ્તુ આપણા હાથ માંથી હડપી જાય! અને આપણે એ…બીજા લોકોના વખાણ કરીએ તે કેટલું વાજબી છે?”
હા,એક વસ્તુ પાકી છે,કે આપણે”આપણું” ભૂલતા જઈએ છીએ.આપણે આપણા મહત્ત્વને પણ બાજુમાં રાખી દઈએ છીએ!! કારણશું? આપણો ઈતિહાસ જોશું તો જુદીજુદી જાતની પ્રજાઓએ આપણા ઉપર રાજ કર્યું!! રાજકર્યું એટલે “જોહુકમી” ચલાવી.આપણી માનસિકતા”ગુલામ”ની થતી ચાલી. આપણું માથું હમેશાં નીચું જ. બીજા લોકો કહે તે જ સાચું.”જી હજૂર”આ વૃત્તિ થઈ ગઈ..અને બહારના લોકો પોતાની”મહાનતા,”આપણા ઉપર થોપી બેસાડતા.એટલે આપણે આપણા સંસ્કાર, પ્રતિભા ભૂલી ગયા. ભૂલવા માંડ્યા.અને બીજી બાજુ..બહારના લોકો,આપણું”સારું-સારું”ચોરવા માંડ્યા.આપણને માત્ર “બોલાતા શ્લોકો”દેખાય છે!!! પણ હકીકતમાં એ લોકો આપણા તંત્ર/ મંત્રની ચોરી…ઉપરાંત બહુ મૂલ્ય ગ્રંથોની ચોરી કરી ગયા..જેમાં સાહિત્ય,સંગીત કલાનો પણ સમાવેશ થાય છે..
આ એક સરસ કવિતા, મેં ફેસબુક ઉપર વાંચી,ખબર નથી કોણે લખી છે, પણ અહીં મૂકવા માટે મને યોગ્ય લાગી એટલે મૂકું છું ..તમે માણજો..
“झाँक रहे है इधर उधर सब अपने अंदर झांकें कौन? ढ़ूंढ़ रहे दुनियाँ में कमियां। अपने मन में ताके कौन?
दुनियाँ सुधरे सब चिल्लाते । खुद को आज सुधारे कौन? पर उपदेश कुशल बहुतेरे ।
हम सुधरें तो जग सुधरेगा यह सीधी बात स्वीकारे कौन?”
પોતાની વસ્તુ, બીજાના હાથમાં જોઈએ, ત્યારે એ બહુ જ મોટી દેખાય! ત્યારે વિચારવું જરૂરી છે કે આપણા હક્કનું ,આપણા હાથમાંથી બીજા લોકો કેમ લઈ જઈ શકે?
— મુક્તિદા કુમાર ઓઝા
“અહોભાવ”
