આપણા ઘડવૈયા બંધુ આપણે

“ફક્ત પાંખો મેળવવાથી
પૂર્ણ પંખી ના બની શકાય
“અંગાર”….,
એ માટે ખુલ્લા આકાશમાં
પાંખોને યોગ્ય દિશામાં
ફફડાવવી પણ પડે..!”
—- (ઇસબ મલેક “અંગાર”)

  ક્યારેક  કોઇ પંખી પાંખ સંકોરીને બેઠું  હોય છે! એ પાંખ ઊડવા માટે  છે ,એની એ પાંખ  દેખાવની નથી ! પણ એતો માળો સાચવીને બેઠું.પણ એ પાંખ  ફફડાવી ગગનમાં જોશે!  ગગન ચુંબી મોલાતો જોશે!  જીવન ઝીલમિલતાને જોશે.એની એ પાંખ ની તાકાત જ હતી,  જેણે માળો સાચવ્યો.ઊડવાની તાકાત  પણ આપી

“યે અંદરકી બાત હૈ”.!.એક પહેલવાન, પાંચસો કિલોનું મગદળ ઉપાડી શકે,અને બીજી વ્યક્તિ પાંચસો ગ્રામ શાકની થેલી ઉપાડવા અસમર્થ હોય.
પૈસા આપીને,સારી કહેવાતી લાઈનમાં,એડમિશન લઈ શકાય,પણ સફળતા તો ત્યારે જ મળે,તમે તમારા જેવા હજારો હરીફોની સામે,એકલા હાથે ‘અડીખમ’ ઊભા રહો.એવી તાકાત તમારામાં હોય!ડીગ્રી તો પૈસાથી ખરીદાય છે,પણ સફળતા નહિ..બકરી’પલ્લી’ ખાય તેમ,સંસ્કૃતના શ્લોક બોલી જવા, એટલે આધ્યાત્મિક નથી થવાતું ! એના માટે,એનો ભાવાર્થ,સમજી જીવનમાં ઉતારવું પડે છે! ત્યારે એજ શ્લોક”મંત્ર”નું કામ કરે છે.
કેસરી કપડાં પહેરી, ધૂન બોલાવતા આવડી ગયું! એટલે સંત નથી થવાતું.
ઘણા મોટા દેખાવથી કહેતા ફરતા હોય કે
“સદ્ ગુરુને મેં વાંચ્યા, શ્રી શ્રીરવિશંકરના બધા સત્સંગમાં હું જાઉં,ઓશોના બધા જ વાક્ય મને મોઢે! સ્વામી વિવેકાનંદ વિશે પણ હું બધું જ જાણું.”આવા મોટામોટા સંત વિશે વાતો કરી,પોતે પણ સંત છે એવું સાબિત કરવા! કોશીશ કરતા લોકોને એટલું જ પૂછવાનું કે એક ‘રાતના ‘એરકંડીશનર’ચાલુ ના હો. તો તમને કેવી નીંદર આવે છે?
સ્વીમીંગ કરવા માટે પાણીમાં પડી, હાથપગ હલાવતાં આવડતું હોય! તો જ તરી શકાય,બાકી ડૂબી જવાય!! દત્તક બાળક લઈ શકો. ખરીદી શકો,પણ પ્રસૂતિની પીડા જાણી હોયને એને જ “બાળક”ની કિંમત સમજાય!!
નવરાત્રિમાં,રાત્રીના લોકો ‘ગરબી’ કરે,આ”ગરબા”થી થોડી જુદી પ્રથા છે. મોડી રાતે’ગરબી’ રમાય એટલે બાળક,સ્ત્રી,પુરુષ બધાં જ ભાગ લઈ શકે. ત્યારે,કેટલાક પુરુષ ‘વેષ’ લે. સ્ત્રી બને,શંકર બને, ભગવાન બને..પણ આ ‘વેષ’ પેરવાથી “ભગવાન”કે સ્ત્રી થોડું બની જવાય છે.!જેમ ‘વેષ’ પહેરીને ભગવાન નથી બનાતું ,એમ ‘સપના’માં રાચવાથી ‘મહેલો’ નથી બંધાતા. મંઝિલ સુધી નથી પહોંચાતું.કેડી પર પગ મૂક્યો,એટલે એ કેડી તમને મંઝિલ સુધી પહોંચાડશે? ‘ના’. એ કેડીના કયા વળાંકો ઉપર,આપણે રસ્તો બદલવો છે? તે આપણે જ નક્કી કરવું પડે છે.
M B A..”આ તો મને આવડે”એમ કહેવું ઘણું સહેલું છે!પણ જ્યારે,કરવાનો વારો આવે ત્યારે”પરિણામ”તમારી સાચી’મહેનત’નું આવે છે. હુશિયારીનું આવે છે.નાનું બાળક ‘લીટોડા’કરી,અને એ લીટી ના લીસોટા બતાવીને પોરસાય! “જો મેં ચિત્ર દોર્યા”.અને મોટા કલાકાર,’આડી-અવળી લીટીઓ’ કરી તમારા સામે એવું ચિત્ર મૂકી દે, કે તમે આફરીન પોકારી ઊઠો! બસ આજ છે મહેનત! એ કાળું પાટિયું હોય,ખુલ્લું આકાશ હોય કે તરણ હોજ હોય!
“સાચીમહેનત” જ સાચો રસ્તો બતાવે,સાચી દિશા બતાવે.અને એ પોતે જ કરવી પડે
આપણા ઘડવૈયા બાંધવા આપણે
—મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: