આફત સામે લડવાનું મોટામાં મોટું હથિયાર……હકારાત્મક વિચારધારા

આફત સામે લડવાનું મોટામાં મોટું હથિયાર……
હકારાત્મક વિચારધારા
મુક્તિદા કુમાર ઓઝા.

‘આફતો.. સૌ કોઇના જીવનમાં આવે જ…,
અને આફત એ વિચારોની કસોટી બની શકે છે.
નકારાત્મક વિચારો હશે તો વ્યક્તિ ભાંગી ને હતાશ થઈ શકે…!
હકારાત્મક વિચારો વાળી વ્યક્તિ આફતને સારા અવસરમાં ફેરવી શકે છે…..!”
—- (ઇસબ મલેક “અંગાર’)

પાણીનો રેલો,પગ તળે આવે,ત્યારે જ ખબર પડે, કે પગ નીચે પાણી પહોંચ્યું છે..આફત..આવવા તો દો!? આફત આવે ત્યારે ખરેખર,positive વિચાર!ક્યાં? ઊડી જાય?તે ખબર નથી પડતી. બીજાને કહેવા માટે,બધી ‘વાતો’ છે.પેટમાં દુખે ! જલ્દી ‘ભાગવું પડે’તેમ હોય, અને શૌચાલયની વ્યવસ્થા ન હોય!તો શું થાય?  તે વખતે,તમારા ‘મુખારવિંદ ઉપરના પ્રતિભાવો’, કેવા‘ભાવ’ આપી શક્શે? અભિનેતા‘ચાર્લી ચેપ્લીન’ જ આવી પરિસ્થિતિને હાસ્યમાં,બદલી શકે! ખરું ને? 

પણ જિંદગીને,જો આપણે એક નાટકના સ્ટેજ તરીકે લઈએ,અને સમજીએ,કે”ભાઈ!આ તો “થોડા સમયનો ખેલ”છે! સમયને અનુરૂપ,પાત્રને અનુરૂપ!
નાટક ભજવીલો!!!
“ભય”એ માણસના વિચારને ડગાવી દે છે.ભયને ભગાડવા માટે,માણસે સતત અભ્યાસ કરતા રહેવું પડે! કે ભાઈ! આ જે સમય છે,જે દુ:ખનો સમય છે,તે પણ પસાર થઈ જશે.અને આવા વખતે,પોતાની જાતને શીખવ્યા કરવું જ પડે.કે ‘ખોટે ખોટું’,પણ પેટમાં ‘ગુદગુદી કર’ અને હાસ્ય પેદા કર.!!.
નકારાત્મક વિચારોને કેવીરીતે,દૂર કરવા? સામે જ ભરેલું ભાણું છે. તેમાં જુદીજુદી વાનગીઓ પીરસાયેલી છે ,
તમને ઈચ્છા થાય,તે તમે ઉપાડો છો! ખાવછો..એના પાચનની પરવા પણ નથી કરતા!! પણ જો..તમને કહેવામાં આવ્યું હોય કે..અમુક વસ્તુ ખાવાથી તરત જ તમારું મૃત્યુ થશે, તો તમે તે નહિ જ ખાવ! તમને એ વસ્તુ,બહુજ ભાવે છે.પણ”ભય”ના કારણે, તમે એ નહિ ખા
” હા હવે શું થાશે?!” એવા ભયથી દુ:ખ વધશે.એટલે જો કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે positivethinking
દાખલા તરીકે,ઈશ્વર શરણ, ઈશ્વર સમર્પણ, કોઈ તકલીફ આવે,આફત આવે,ત્યારે તેનાથી,તે તકલીફથી,તદ્દન ઉલ્ટો વિચાર કરીશું .
આનંદ ક્યાંથી મળશે? આનંદનો જ અભ્યાસ કરીશું,તો ગમે તેવા દુ:ખના પહાડ તોડી,સુખના રસ્તા કંડારી શકીશું.
“હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,સકટનો ભાર જ્યા શ્વાન તાણે!!આ”અહમ્” છોડાયો નથી.એ હકીકત છે.મારી આંખ,મારા પગ, આ શરીર મારું!!!
“મેં મેં મેં.”.આકર્યુ,આ ના કર્યું!મારાથી આ ના થયું..આવા જ વિચારનું વમળ મગજમાં ઘૂમરાતું રહે છે. એટલે જિંદગીનો સાચો આનંદ,સાચી ખુશી,ક્યાં ખોવાઈ જાય છે,તે ખબર નથી પડતી.
અરે!પ્રાર્થના કરીએ છીએ,ત્યારે પણ શું માગીએ છીએ!? “મને સુખી કરો.મારું કામ થાશે,તો સવાકિલો પેડાનો પ્રસાદ પધરાવીશ.
ટૂંકમાં પોતાના કામનો બોજ ઉતારવા ભગવાનને પણ”લાંચ”આપીએ છીએ!અને,ના થાય એટલે દોષનો પોટલો બીજા ઉપર ઢોળી”રોષ”ના ખાડામાં પડી,આપણી જાતને રોગોનું ઘર બનાવીએ છીએ.
“કૉરોના,કૉરોના”….
આફત જે આવવાની હોય તે અગાઉ કહીને નથી આવતી, ઓચિંતી આવે, ત્યારે ઘણા માણસો ગભરાય જતા હોય, અને ત્યારે પોઝિટિવ વિચારો બહુ કામ આવે, અને આફત સામે પુરા આયોજન પૂર્વક લડે…., એટલુંજ નહિ પણ ત્યાર બાદ આવી સંભવિત આફત સામે લડવા શક્તિ પણ મળી જાય…
અંત માં
“મૈં મરજાવાં! એ તો વહેમ છે,વહેમ,
ગીતખુશીના ગાવાં એ.. કુદરતની રહેમ છે,રહેમ.”
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: