“માંગી લે “અંગાર”.. જે માંગવું હોય તે,
ઉપરવાળો આપવામાં કાઈ કંજૂસ નથી..,
ફક્ત એકાદ નાનકડી શરતોનો
સવાલ છે,
એક સારા કાર્યોની લાયકાત
જોશે….,
બીજું આસ્થા..તારી અડગ
જોશે…!”
— ( ઇસબ મલેક “અંગાર”)
“માગ માગ ને માગ..આ મારું લોહી પી ગ્યો છે”..”મારારોયા! હવે મૂક,આખો દિવસ માગમાગ કરવાનું”!!! આવું વાક્ય,આવું સાંભળ્યું છે ને?! અને પાછું બાળક કનડે,એટલે…દે ધનાધન-બેચાર લાફા!!!પછી,પોતે,પણ રડે અને બાળક પણ રડે! કારણકે..”બાળકની ઇચ્છાપૂરી કરવાની ક્ષમતા,મા માં નથી.આતો અનુભવની વાત છે. પણ આપણે વિચારોમાં સતત ભગવાન પાસે ” માગતા જ રહેતા હોઈએ છીએ” એટલે જ આપણને “હે ભગવાન” “યા અલ્લાહ” “O God”..બોલવાની આદત પડી ગઈ છે !
કેટલાકને એવું પણ બોલતાં સાંભળ્યા છે.” હું તો નાસ્તિક છું” હું કાંઈ ભગવાન-બગવાનને માનતો નથી.સાચી વાત છે, ભગવાન છે કે નહિ, કોને ખબર છે?પણ કોઈ.એવું તત્ત્વ છે જે..માણસની અંદર, માણસના વિચારોની અંદર ઘૂસી નથી ગયું! પણ એ ઉપરથી આશીર્વાદનો ધોધ,વહાવે છે જેમાં”તમે જે ઇચ્છો છો,તે માટે જ “આશીર્વાદ”મળ્યા કરે છે.!!”તમે નકારાત્મક વિચાર કરો તો નકારાત્મક જ થાય,અને હકારાત્મક વિચારો તો હકારાત્મક થાય.કારણકે,એ તત્ત્વ! જેને આપણે કુદરત, ભગવાન, અલ્લાહ કે GOD કહીએ છીએ.તે તો આપ્યા જ કરે છે.એના પાસે આપવા માટે અઢળક છે! પણ એના પાસે “શું માગવું” તે પોતે જોવાનું છે.તે આપણા મગજ રૂપી કૉમ્પ્યુટરની ચિપમાં બેસતું નથી.એના હાથ ઉપર ખુલ્લા છે.અને”તથાસ્તુ”કર્યા કરે છે.
એક માણસ બહુજ લાલચી અને ઇર્ષ્યાળુ હતો. એ પોતાના બાજુવાળાની બહુજ ઇર્ષ્યા કરતો હતો! એને ભગવાન પ્રસન્ન થયા,અને વરદાન માગવાનું કહ્યું.પણ ભગવાને કહ્યું”તને,તારા બાજુ વાળા કરતાં બમણું થશે.તો એણે બંગલો માગ્યો,અને એટલે બે બંગલાતો થઈ ગયા! પછી કહ્યું
પછી કહ્યું બાજુવાળાનો બંગલો બળી જાય! એટલે “બમણું”ના આશીર્વાદ! એને લાગુ પડી ગયા! અને બંને બંગલા બળીને રાખ થઈ ગયા! એટલું જ વિચારીએ સારું વિચારીએ, મારું અનૃબધાનું ભલું થાવ! સર્વે અત્ર: સુખીન:સન્તુ!!
ત્રણ ડગલમાં ધરતી, આભ, અને પાતાળ માંગતા પહેલા એવી લાયકાત ઉભી કરવી પડે.
અને મનમાં અડગ આસ્થા જરૂરી છે..
મન માં શંકા હોય તો , બહેતર છે કે માંગવું નહિ…!
ભરપૂર શ્રદ્ધા જ કામ કરી જાય છે..
મુક્તિદા કુમાર ઓઝા
ઉપરવાળા પાસે માંગવાની લાયકાત
