“ખોળી તો જો એ પ્રેમ”
અમૃતાપ્રીતમ,કલાપી પ્રેમ,
પ્રેમ કરવાની રીત જ જુદી ,
એક વિરહમાં ઝૂરે,બીજી વિરહમાં ઝૂરાવે
પ્રેમ એક ‘કદર’એની કિંમત ના હોય!
“મા” નો પ્રેમ અતૂટ, એની જોડ ના હોય
પ્રેમ “પિતા”નો, કરો ના કરો
પ્રેમી પ્રેમને તડપવું,આપવું ને લેવું?
કેવો નાદાન છે એ પ્રેમ?
કૂતરું,બિલાડી,કાગડો,ગાય..આપે છે..એ પ્રેમ
તું કદર કર એ પ્રેમ!અનુભવ કર એ પ્રેમ?
પહાડ પર, દરિયામાં કે સ્વર્ગ પર ખોળી તો જો એ પ્રેમ!
તારી ધડકનો શોધે છે એ પ્રેમ?
મારી ધડકનમાં ધડકે છે એ પ્રેમ.!
એ રાધા,રાવણ કે નરસૈંયાનો પ્રેમ !
અંદર-બાહર,અહીં-તહીં પરખાતો પ્રેમ?
ધડકનમાં ધડકાતો પ્રેમ.
—- મુક્તિદા કુમાર ઓઝા