“ના તો ચૈનથી જીવવાદે છે,
ના તો મૂકી મુકાતી પણ નથી
આ ખ્વાઈશોની
ભરમાર “અંગાર”,
એ જોને કદી ટૂંકી થાતી નથી!
—– ( ઇસબ મલેક “અંગાર”)
"ખ્વાહીશ", શેખચલ્લીને તો ખૂબખૂબ’ખ્વાહીશ’ હોય.બસ સપનાઓમાં રાચે!! એ,રાચવાથી સફળતા નથી મળતી! એ જ તો માત્ર”પ્રતીક્ષા” છે.શ્રીદેવીના ફોટા સામે ઊભા રહેવાથી કે દીપિકાનો ફોટો ખીસ્સામાં રાખીને ફરવાથી"કોઈ પણ સ્ત્રી"તમારી નથી થઈ જાતી!! એ તો માત્રજિં ‘દિવાસ્વપ્ન’ છે.એવી જ રીતે "વિશ્વસુંદરી" બનવા માટે માત્ર"મેકઅપ"કે બાહરી દેખાવ કપડાંની "ચમક-દમક" મહત્વના નથી.એના માટે ખૂબજ મહેનત કરવી પડે છે.જીવનની રહેણી કરણી,નીતિનિયમો પાળવા પડે છે. હુશિયારી વધારવા માટે પણ મગજને કસવાની મહેનત કરવી પડે છે.
આ તો ઠીક છે,જિંદગીમાં જોશું તો,આખું "સંસારચક્ર" ખ્વાહીશોથી ભરેલું છે! માના ગર્ભધારણથી શરૂ થાય,તે..વંશ અને વારસ સુધી,"ખ્વાહીશ"..ખ્વાહીશ..ખ્વાહીશ!એટલે સુધી કે વંશ-વારસને પોતાના બુઢાપો સુધારવા “ખાસ તૈયાર” કરવામાં આવે છે.ખ્વાહીશનો કોઈ અંત નથી. એકમાંથી બીજી,બીજામાંથી ત્રીજી...પેદા થયા જ કરે.
એક ભાઈને પોતાની જમીન દાનમાં આપવી હતી! પણ એ સામી વ્યક્તિને ચકાસી,પરીક્ષા કરીને પછીજ આપવા માગતા હતા. એટલે જમીન માટે રસ લેનાર વ્યક્તિએ, સવારથી સાંજ સુધી બળદના બદલે,પોતે જ વિરામ વગર જમીન ખેડતા રહેવું!! “જમીન લાલચૂ”ને આ મફતની દરખાસ્ત ગમી.અને અંતે એ સાંજના બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો!!
આ કંજૂસની ઈચ્છાની જેમ જ આપણી ખ્વાહીશ ક્યારે પણ પૂરી નથી થતી.
‘ઇક્બાલ’ ફિલ્મનું ગીત મને બહુજ ગમે છે..
कुछ पाने की हो आस आस..कोई अरमान हो जो खास खास..
आशायें..आशायें
हर कोशिशमें हो वार वार,करे दरियों को जो पार पार
तूफानों को चिरके,मंजिलों को छिनके
उम्मीदें हसे दिल की
अब मुश्किल नहि कुछ भी नहि कुछ भी ।।।
ખ્વાહીશ પૂરી કરવા માટે, ખ્વાહીશની પાછળ ભાગવાના બદલે,કોઈ એક ખ્વાહીશને પકડી રાખવી જરૂરી છે! બાકી..ખ્વાહીશ તો ક્યારે પણ પૂરું થવાનું નામ જ ન લે.
મુક્તિદા કુમાર ઓઝા