“ધૂમકેતુના પોસ્ટ મેંન નો કોચમેન
અલી ડોશા ની,
પ્રતીક્ષા ની ઝંખના… ,
વેરાઈ ગઈ વિવિધ સ્વરૂપમાં..
જે કદાચ હજુ ક્યાંક ક્યાંક
જીવે છે જમાનામાં..
આ જોને “અંગાર”..,
જીવનમાં ના સમજાય તેવી
અલગ અલગ પ્રતીક્ષા..!”
——-ઇસબ મલેક “અંગાર”
અત્યારે છે આતુર પ્રતીક્ષા કૉરોનાના જાવાની!
મારી-તમારી સૌની તમન્ના કૉરોનાને ભગાડવાની,,
‘હુહાન વાઈરસ’! ‘ચાઈના પ્રોડક્ટ’! એવાજ નામને ટાળવાની
આજ અત્યારે મારી પ્રતીક્ષા કૉરોનાને ભગાડવાની,
કોની પ્રતીક્ષા જાવાની?પ્રતીક્ષા કોના આવવાની?
‘શબરી’ને,પ્રતીક્ષા રામની….!,
નાવિકને ‘પગ ધોવાની’,
પ્રતીક્ષા..’!
હોડીને’ ‘અહલ્યા’ બનવાની…!,
ચાતક ચાંચ,મુખ ઉઘાડી રાખી જોતું રાહ,વરસાદની..,
પ્રેયસી જોતી રાહ પીયુની,મેઘાડંબર પાછળ આભની.. !,
“પ્રતીક્ષાની પાંપણ પર બેસી,
પ્રીત પીયુની પાંગરતી.. “
પ્રેમ તણોએ પાવક જલતો મનડામાં ઊભરાઈ રહે!”
ભક્તને પ્રતીક્ષા ભગવાનની...,
જેમ માને બાળકની.. !,
પ્રતીક્ષા સૌને જુદી જુદી!
ખાવું,ખાધુ,હરવુ,ફરવું આનંદમાં ગહેકાવું રે!
ચોરને પ્રતીક્ષા’ચોરી’ની,
ચોર-પોલીસની રમત રમતા,’વેપારી’,ને ગ્રાહકની…!
જીવનમાં બાળક ને રમકડાંની,
યુવા થાય એટલે પ્રેમની,
કારકિર્દીની,
પોતાના બાળકો ને ભણાવવાની,એમ
અને સમય સાથે આ પ્રતીક્ષા ના રૂપ બદલાતા રહે…પણ કોઈને કોઈ પ્રતીક્ષા જીવન ના અંત સુધી
ચાલુ જ રહે.
મુક્તિદા કુમાર ઓઝા