“નેકી કર કૂંવેમેં ડાલ”
મુક્તિદા કુમાર ઓઝા
“ભૂકંપમાં અવાજ પણ આવે,
અને પાયમાલી પણ દેખાય,
છતાં સમયનાડ વહેણમાં ભૂલી શકાય,
પણ અહીં તો નથી અવાજ આવતો,
નથી પાયમાલી નજરે દેખાતી”અંગાર”..,
અને પડઘાઓ જીવનભર પડ્યા કરે,
કેટલી તાકાત હશે વિશ્વાસ તૂટવાની વાતમાં..!”
——- ઇસબ મલેક “અંગાર”
__
સાચા રસ્તે જતો હો,તો. જરા પણ માથું ન હલાવજો અને “ઈગો” ના રાખતા. પોતાની જાતને ખબર જ હોય છે એ સાચું કાર્ય કરી રહી છે કે ખોટું !? પોતાની માણસાઈ ને જીવંત રાખો.
‘પાછળથી છૂરો
ભોકવો’એ તો આદત હોયછે.’લુચ્ચું શિયાળ’ની વાર્તા સાંભળી છે? “કાગડાભાઈ કાગડાભાઈ તમે તો બહુજ સુંદર ગાવ છો… અને પૂરી ઝાપટીને ભાંગ્યું.
સમાજમાં “સામાજિક” એવાં ઘણાં ઉદાહરણ છે,જેમાં લુચ્ચા લોકો ભોળા,લોકોને ‘મૂરખ’ બનાવી તેનો ફાયદો લેતા હોય છે.એમાં જમીન-જાયદાદથી માંડીને સામાજિક વ્યવહાર,દિકરી-દિકરા પરણાવવા,પૈસાની લેવડ-દેવડનો સમાવેશ થાય છે.
આવા લોકો સેકારીનનીગોળી જેવા હોય!જીભે અને દેખાવે તો ખૂબ મીઠા હોય! પણ એ વપરાઈ જાય,પેટમાં પચીજાય પછી જ એનો પરચો,એનીસાઈડઈફેક્ટ સમજાય!!
“પાછળથી છૂરો ભોંકવો”..એના માટે તો આખા ઈતિહાસ જોઈ જાવ.
આના”પડઘાઓ”ને ભૂલવાની તો કોશીશ “ખુદે”જ કરવી પડે.
આવું કાર્ય કરવા વાળી વ્યક્તિ ખૂબ સરળ હોય છે. વધારે પડતી “ભાવુક”હોયછે,એટલે એને “ભોળી” પણ કહી શકાય..અને” ભાવુક અને ભોળાલોકોની ગણતરી હંમેશાં “મૂરખ”માં થતી હોય.
એવું કહેવાય છે કે… વિશ્વાસ ખૂબજ કઠણ યોગ છે. પણ પોતે જે કંઈ કરીએ છીએ તે, “કોઈના સારા માટે કરી રહ્યા છીએ.આ”સારું” કરવાથી “આત્મસંતોષ” મળવો જરૂરી છે.નહિ કે “યશ!”
દુનિયા તો સર્જાયેલી જ “ખલ્લા અને ખાસડાં” આપવા માટે જ! તમે જો એમ વિચારશો કે “આ તો ભૂલી ગયો.તો એને તો “યાદ” નથી જ પણ માનસિક દુઃખનોઉંદર તમને કોતરી ખાશે.
સોક્રેટિસ,ઈશુખ્રીસ્ત, મીરાંબાઈ,કૃષ્ણ ભગવાન. એ લોકો ગયા પછી જ સમાજે એમને “ઓળખાણ”આપી.
“માનસિક ધરતીકંપ” ઝેલવાની તાકાત,પોતેજ “મનનું માળખું” અડગ કરવું પડશે. “મેરુ ડગે પણ જેના મનડાં ડગે નહિ પાન બાઈ…. જે કરો છો .. તે માત્ર “આત્મસંતોષ” માટે કરી એ. “ખુદ’માં જ વિશ્વાસ રાખીને કરીએ.