“અન્યોની ભરોસે શક્તિવાન ના
બની શકાય,
ખરાખરીના સમયે એ કદાચ
ભાગી પણ જાય…..,
હશે જો તારા ભીતરમાં
જલ જલ્લા હિંમત તો,
ગમે તેવા પડકારોને પહોંચવા,
શક્તિઓ તારી જાગી જશે..!”
—– ( ઇસબ મલેક “અંગાર”)
“બંદર છો દૂર છે, જાવું જરૂર છે..
બેલી તારો તું જ છે જાવું જરૂર છે!”
આ સંસારના દરિયા કાંઠે,તમારી જાતની હોડી,લાંગરીને ઊભી છે!સંસાર સાગરને પાર તો કરવો જ છે.બીજા કિનારે પહોંચવા માટે તમારે પોતે જ હોડીને હલેસાં મારવાં પડશે! આ હલેસાં દુ:ખી થઈને મારવાં કે ખુશીથી હોડી હંકારવી?નક્કી કરો..
હસતા રહો,
ખુશ રહો,
ને દિલને કહો.”I am fine” બાકી દુનિયાને કાંઈ પડી નથી કે,તમે ખુશ છો કે દુઃખી,તમે શું છો? તમારે શું કરવું છે?
તમારે ખુદે જ જોવાનું છે.”જિંદગીએ”બહુ મોટી વાત શીખવાડી દીધી.સૌથી સારું રાખો,પણ”ભાઈ-બાપા”કરી બીજાંના આધીન નહિ થાવાનું,”આશા” કોઇથી નહીં રાખવાની.કોઈના ખભે ચડી,બંદૂક ફોડાતી હશે ખુદને ઓળખતાં શીખીએ તો કેટલું સારું?
બીજાંના આધારે રહીએ એ કેટલું વ્યાજબી છે? આ શરીરના પણ આધારે નથી રહી શકાતું.અરે “મન”ને આપણે પોતાનું ગણીએ છીએ.પણ પાંચ મિનિટ આંખ બંધ કરીને બેસો! અને જુઓ, એ “મન”કેટલું તમારું માને છે? એ તો ઉત્તર,દક્ષિણ,પૂરબ,પશ્ચિમ એવું ભટક્યા કરે છે.ન પૂછો વાત.!
अपने ही मन से कुछ बोलें..क्या खोया, क्या पाया जग में,पृथिवी लाखों वर्ष पुरानी,
जीवन एक अनन्त कहानीपर तन की अपनी सीमाएं यद्यपि सौ शरदों की वाणी,
इतना काफी है अंतिम दस्तक पर खुद दरवाजा खोलें।,अंधियारा आकाश असीमित, प्राणों के पंखों को तौलें।
अपने ही मन से कुछ बोलें!
“खुद को जानो,खुद को पहेचानो”
– कवि : अटलबिहारी बाजपाई
તને ખબર છે!”મારા પપ્પા”.તારા પપ્પા…..આ ‘ઓળખ’માંથી બહાર નીકળી,આપણે”સ્વ”ની ઓળખ બનાવીએ.”સ્વ”ને ઓળખાવવા,ખૂબ મહેનત કરવી તો પડશે જ.તમે કોણ છો? ચોર, ડાકુ,મહેતા,અભિનેતા,શિક્ષક,
ડોકટર! “જે છો તે.”.તમારી ઓળખાણ તમે જ ઊભી કરી છે.મહેનત કરી પોતાની પ્રતિભાને ઉજળી બનાવીએ!
પૈસા આપીને કામ કરાવી શકાય.તમને ભૂખ લાગી હોય,તો તમારા વતી, કોઈ ખાઈ લેશે તો ચાલશે? તમારું પેટ ભરાશે કે ખાલી જ રહેશે?
“नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा:।“
મુક્તિદા કુમાર ઓઝા