ભવાઈ
મુક્તિદા કુમાર ઓઝા
“અનોખી છે રંગ ભૂમિ આ જીવનની રંગભૂમિ .,
નક્કી નથી કયું પાત્ર ક્યારે ભજવવાનું તારે,
ક્યારેક હિરો પણ તું, ક્યારેક વિલન પણ તું,
ક્યારેક જોકર બની ને
ભીતરમાં ભરી ગ્લાનિ ઓ કૈક,
જગતને હસાવવાનું પણ તારે,
લગાવશે કેટલાય ધક્કાઓ જમાનો,
ખુદને સંભાળવાનું પણ તારે…!”
——ઇસબ મલેક “અંગાર
“जिंदगी का सफर, है ये कैसा सफर कोई समज़ा नहि कोई जाना नहि !”
આ જિંદગી”નાટક”છે!! આજે મહાન રાજાના આસન ઉપર બીરાજમાન વ્યક્તિ! કાલે સવારે”ભિખારી” બની જાશે કે નહિ?એ કહેવું મશ્કેલ છે!
એટલે જ આ પળ-ઘડી,આપણા હાથમાં છે.એને ખૂબ આનંદથી,મોજથી,માણવી જોઈએ.
એક સમયનો ‘મા-બાપ’ માટે..”ભોટલો” અત્યારે “ભવાની શંકર”બનીને લોકોના ભવિષ્ય ભાખતો હોય!
એક જમાનામાં “ચાવાળો”આખાં ભારતનો લોકલાડીલો પ્રધાનમંત્રી બની,દુનિયા આખીને હથેળીથી નચાવતો હોય. ગુલામની જેમ દરિયાખેડી,વહાણવટાં કરી આંદામાન-નિકોબાર,ઝાંઝીબાર,બહેરીન કે પછી દુનિયાના કોઈ પણ છેડે..’મોટા businessman બની..’મહાનશેઠ’બની”દાનવીર-શેઠ”બની જાય. એક જમાનામાં ‘કાળી-કટુળી’-રેખા જેવી અભિનેત્રી,એવીતો બદલાઈ જાય કે દુનિયા આખીમાં એનું ‘નામ’ થઈ જાય.ચાર વર્ષનો હતો ત્યારે,ચડ્ડી વગર ફરતો’ચમનીયો’ આજે”ચુનીલાલ”શેઠ તરીકે પ્રખ્યાત છે!!!
આજે પાંચીકા રમતી,નાની દીકરી,આવતી કાલે..’એકપળ’માં,કોઈના ઘરની”ગૃહલક્ષ્મી”બની જાય છે.
પચ્ચીસવર્ષ પહેલાં”ગાંડી-ઘેલી”લાગતી છોકરી, અત્યારે જુવો,તો‘શાંતદરિયો’ જેવી લાગે.
સમયના વહેણમાંવ્યક્તિનું વ્યક્તિત્વ કેવું બદલાઇ જાય છે.આ જિંદગીના “રંગમંચ” ઉપરના પડદા પડે છે..અને એ પડદાના રંગ પણ પરિસ્થિતિ પ્રમાણે બદલાતા જાય,અને એ જિંદગીની “ભવાઈ”માં ભાગ ભજવતાં પાત્રોનું કાર્ય પણ બદલાતું જાય!! સામે,તમને જોનારા “પ્રેક્ષકગણ” ખુદની ઈચ્છા અનુસાર,તમને જોશે,અને તમારું મૂલ્યાંકન કરશે!
આપણે આ જુદીજુદી જાતના(માનસિક અનુભવ),સુખ-દુ:ખનાઅનુભવના મૂલ્યાંકનમાં અટવાઈ જવાના બદલે,એ અનુભવથી,દુ:ખીત થવાના બદલે ખૂબ આનંદથી “પાત્ર”ને માણવું જોઈએ.
સવારના ઘરમાંપૂજા કરતી વખતે ‘બ્રાહ્મણ’, દિવસનાઅલગ પ્રકારના કાર્ય કરતી વખતે”કર્મઠ-કર્મચારી” રાત્રે ઘરમાં,ઘરને શાંતિથી સાચવવાવાળા”સત્પુરુષ”!!બની રહીએ તોસંસારનું નાટક બહુજ સારી રીતે સચવાઈ જાય!
આ જે નાટક છે તેમાં, પોતાને સંભાળીને ભાગ ભજવવાનો છે!! કારણકે..તો જ લોકોના દિલમાં “યાદગાર સ્થાન” બની રહેશે.
“कल खेल में हम हो ना हो…ગર્દિશમેં તારે રહેંગે સદા……
ભવાઈ
