” ચા કરતા કિટલીઓ વધુ ગરમ
થતા પહેલા એટલું વિચારતી નથી જમાનામાં,
કે હમણાં પોતે ખાલી થઈ જશે..
અને ઘસી ઘસી ને ધોવાય પણ જશે..,
બીજાની ગરમીએ ગરમ થનારના હાલ
આવા જ થાય છે..!”
—ઇસબ મલેક “અંગાર”
લાંબા જોડે ટૂંકો જાય,મરે નહિ તો માંદો થાય…પોતાની જાતને પોતાના અસ્તિત્વને ભૂલી જઈ આપણે પણ એવા બનવા કોશીશ કરીએ!
આપણે એજ ત્રાજવામાં જાતને તોળવા કોશીશ કરીએ!બીજા વજનદાર બસો કિલોના હોય! અને આપણું વજન પચાસ કિલોનું, પણ ન થાય!
તો બોલો શું કરવું?
सस्ते का मालिक रस्ते में! ફાસ્ટફૂડનો જમાનો થઈ ગયો છે ને?! જેટલું જલ્દી મળે મેળવી લો.!આ બહારથી ‘સુંદર’દેખાતો,વગર મહેનતે સરળતાથી તૈયાર થઈ જતો ખોરાક!”TWO MINUTES !!!”noodles..વાહ! જીભ સુધી તો બહુજ સ્વાદિષ્ટ અને સુંદર લાગે છે.પણ એના ‘પાચન’નો વિચાર કર્યો?
એ વિશે કોઈ”આંતરડા”ના જાણકારને પૂછજો,”કેટલી હદે-આપણે,આપણી જાતને નુકસાન કરીએ છીએ”.પણ જલ્દીનો જમાનો છે.!! બધું જ ફટાફટ જોઈએ છે.અને એટલે “અસ્તેય”ને બાજુએ મૂકી”ચોરી”નો રસ્તો આપણે અજમાવીએ છીએ.બીજાનાં નામે “ચરી ખાવું”..એ એક નિયમ બની ગયો છે. રાજકારણ,અભિનય, કલા..જ્યાં જુઓ ત્યાં એ જોવા મળે છે. “ફલાણા ભાઈના દિકરા”,”ફલાણા મહાત્માના શિષ્ય”, ફલાણાનાવારસદાર!… જે હતું,જે છે તે કબૂલ! પણ…”તમે શું છો?” તમે બીજાના નામે ક્યાં સુધી”ગાડી ચલાવશો?” ખુદને ખુદની મહેનતથી,એવું તો ઉજાળીએ, કે કચરાની અંદર,ક્યાંક ખૂણામાં હીરો પડ્યો હોય! અને ઝગારા મારે,એમ આપણે ચમકીએ.
એટલા બધા અભિનેતાઓ છે,જેનું જીવન જોશો તો શરૂઆતમાં,આ હા હા..જાહોજલાલી!માન-મરતબો.!.પણ અંતકાળે”બેનામી”મૃત્યુ. મૃત્યુ ટાણે તો, ચાર-ચાર દિવસો સુધી”શરીર”ક્યાંક ગંધાતું પડ્યું હોય, કોઈને ખબર પણ ના હોય”આ કોનો મૃતદેહ”છે? અરે આ જીવનમાં જ.જોઈ જાવ..જુવાનીમાં તો,એવી ‘ખુમારી’ બતાવે, ‘દાદાગિરી’બતાવે.જાણે એજ “ભગવાન”છે.(ભલેને પછી,બીજાના પૈસે જ રાજ ચાલતું હોય!)..પણ અંતકાળે,શરીર પણ સાથ ન આપે!! પૈસો પણ સાથ ન આપે જેના કારણે “આ દુનિયા ઉપર ’દાદાગીરી’, ‘રોફ’ જમાવતા હતા!!તે બધું ખતમ થઈ ગયું!! ક્યાં ગયું કોને ખબર!??પણ….
આત્માનોચરુ ઉકળતો હોવો જોઈએ”મારે કરવું છે”કરી બતાવવું છે”આ કાર્ય‘પૂર્ણ કરીશ જ” એકલવ્યને એવી તો’તમન્ના’ હતી,કે માટીનું પૂતળું બનાવી,ગુરૂનું સ્થાપન કરી”વિદ્યા મેળવી!
સચ્ચાઈથી કાંઈ પણ કાર્ય કરીએ તો, કુદરત પણ આપણને સાથ દેવા તૈયાર હોય છે.!
”હે ભગવાન! હવે આ સંસારની જંજાળમાંથી છોડ!” આવું બોલતાં ઘણા ઉમરવાન લોકોને સાંભળ્યા હશે!? ત્યારે ચોક્કસ મનમાંથી નક્કી કરવાની ઈચ્છા થાય,’હે ઈશ્વર! “મારું” છે,”હું ચોક્કસ માણીશ”! અને બીજાને કોઈ પણ રીતે ખુશી આપીશ..! બીજાની વસ્તુ વાપરી એને દુ:ખી નહિ કરું..
બીજાનું કે મારું કેવીરીતે ખતમ થશે?પણ મારી પ્રતિભા હું એવી ફેલાવીશ કે અગરબત્તીની સુગંધ કે ફૂલની ફોરમ એના પાસે પાણી ભરે!!!