“અંધશ્રદ્ધા”

“શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે,
ફરક છે છે સાવ બારીક…,
મનના વિશ્વાસ સાથે ,
આપણી કોશિશ પણ કરીએ, અને પરિણામની અપેક્ષા રાખીએ તે શ્રદ્ધા……,
પણ કશુંજ કર્યા વગર,
ખાલેખાલી ચમત્કારોની રાહ જોઈએ..
તે અંધશ્રદ્ધા…!”
—– ઇસબ મલેક “અંગાર”

શુક્રવારની વરતા,”સંતોષામા”ની વારતા સાંભળી છે?આ વારતાની નાનકડી ચોપડી મળે,એમાં વ્રત કેમ કરવું એનું પણ વરંણન હોય..બૈરાંઓ એ પ્રમાણે વ્રત પણ કરે! સોળ સોમવારની વારતા! આ વારતાના ઉજવણાં વખતે,સોળ સોભાગ્યવતીને આ પુસ્તકનું વિતરણ કરવું!તો તમારી બધીજ મનોકામનાઓ પૂર્ણ થશે! “શીતલા સાતમ”આવા વ્રતોમાં સ્ત્રીઓને જ ટારગેટ કરવામાં આવતી હોય છે.. કારણકે અત્યાર સુધી સ્ત્રી પરાધીન હોવાના કારણે મનથી ખૂબ કોમળ હતી! યમરાજા સામે સાવિત્રીની જિદ્દ હતી ‘મારો પતિ મને,પાછો જોઈએ છે’. આ વાર્તા છે? કે હકીકત.! એક દર્દીને કોઈ પણ રીતેમહેનત કરી,સેવાકરી જાગ્રત કરવાની પ્રક્રિયા! જોકે હવે યુગ બદલાય છે..પતિ પણ સ્ત્રીના સારાં આરોગ્ય માટે વિચારતો થયો છે..સમય અનુસાર,મનને શાંતિ મળે,લોકોને કશુંક શીખવાનું મળે,એટલે સાહિત્યકારો નવીનવી વાતો રચી કાઢે! અને એને અનુરૂપબઝાર,વહેચાણ પણ પેદા થઈ જાય.
આ મેસેજ સત્તર જણાને ફોરવર્ડ કરશો! તો રાત સુધીમાં તમને બહુ જ મોટો ફાયદો થશે(આ એકવીસમી સદીના મોબાઈલ મેસેજ)! આવા મેસેજ એટલે પોતાની અંદર ઘર કરી ગયેલી “અંધશ્રદ્ધા”.
તમારા શ્વાસ.આ કૉરોના કાળમાં આપણે આપણા શ્વાસને કેટલા લડાવીએ છીએ?? ’માસ્ક’પહેરો! શ્વાસમાં ઓક્સીજનનું પ્રમાણ બરાબર તો છેને? આ સમયે મને એક જ વિચાર આવે છે, કે યુગો પહેલાં આપણા ઋષિ-મુનિઓએ ‘પ્રાણાયામ’વિશે આપણને માહિતગાર કર્યા છે.આપણે કેમ ‘આગલાગે ત્યારે કૂવો ખોદવા’ બેસીએ છીએ?એકમાત્ર અનુલોમ વિલોમ પ્રણાયામમા, શ્વાસને શુદ્ધ કરવાની શક્તિ છે! પણ આપણે “યોગ”નું”યોગા”બોલશું પણ આપણી પ્રાણાયામની જુદીજુદી શૈલી અપનાવતાં આપણો દમ નીકળી જાશે..કારણકે આપણને આપણા “ખુદ” ઉપર ભરોસો\વિશ્વાસ નથી.
આપણી પરિક્ષણ પદ્ધતિ”નાડી ચિકિત્સા”એ જાદુટોના નહોતી…એ ચિકિત્સા સંપૂર્ણ “શ્વસન” ઉપર અવલંબિત હતી.પણ આપણને ફટાફટ“જાદુઈ પરિણામો”(પછી ભલેને સાઈડ ઈફેક્ટ જે થાતી હોય તે)!જોઈએ આ પણ અંધશ્રદ્ધા જ છે!એટલે જ આપણે એલોપથી તરફ વળ્યા છીએ.
આજે મને બહુ જ યાદ આવી અને એ હાજર..આવું ઘણી વખત થતું હોય છે!જેનુ કારણ આપણા વિચારોમાં એટલી બધી તાકાત છે. એસ્ટ્રોલોજી એક વિજ્ઞાનછે. તારા,ગ્રહ અને નક્ષત્રના ભ્રમણની,આપણા જીવન ચક્ર ઉપર અસર. સૂરજ,ચંદ્ર તારાની ગતિથી,આકર્ષણ બળ પેદા થાય છે,જે અસ્તિત્વને જાળવી રાખે છે,ઋતુઓને પણ અસર કરે છે.તેમ આપણું શરીર પણ પાંચ તત્વોનું બનેલું છે.અને બ્રહ્માંડથી જોડાયેલું છે.જેને કારણે,ગ્રહોની ગતિ વિધિ આપણને આપણના શરીરને અસર કરતી હોય છે.પણઆપણી અંધશ્રદ્ધા, આપણને ડગાવી દે છે.
“આત્મવિશ્વાસ”જે તમારા પોતાનું ક્રિએશન છે.દરિયામાં પડશો,તો તમે દરિયો તરીને પાર કરશોજ.એવું તમે મનમાંથી નક્કી કર્યું છે! પણ પાણી જોઈને તમે એવા તો ડરી જાવ તો પાણીમાં પડતાં સુધીમાં,તમે અધમૂવા થઈ જાવ.અને પાણીમાં પડતાં તરવાના બદલે,ડૂબી જ જાવ.
તો જ.“ભગવાન કરે તે ખરું”!આવું બોલવાવાળા લોકો કેટલીક વાર ભગવાનના નામ લઈને “જવાબદારી”થી છૂટી જવા માગતા હોય છે!
“મેં સવા કિલો પેડાની પ્રસાદીની માનતા માનીહતીને! જોયું ભગવાને મારી માનતા સાંભળી અને એટલે આ કામ થયું!અરે!ભગવાનને પણ લાંચ આપવાની પ્રથા!? તે બિલ્કુલ અંધશ્રદ્ધા છે! અંધશ્રદ્ધા.જ.. ભગવાન!! ભગવાન.. ભગ..વાન .. ભ..ગ.. વા.. ન!
“જે કરે તે ભગવાન કરે!!”
આ..પણ અંધશ્રદ્ધાનો જ ખદબદાટ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: