“બીજાને સમજાવવાનું બંધ કર
“અંગાર”….,
બની શકે તો બીજાને
સમજવાનો પ્રયાસ કર,
અને એ માટે પહેલા ખુદની
જાતને પ્રથમ સમજ.
—-( ઇસબ મલેક “અંગાર” )
ખ્યાતનામ હાસ્ય લેખક શ્રી જ્યોતીન્દ્ર દવેની એક સરસ વાર્તા “આંજણી”..આ મને બહુજ યાદ આવે.જ્યારે “હું”કોઈકને”સલ્લાહ” દેવા જાઉં!મને યાદ આવે પેલો ‘બિચારો’દર્દી! અને તેની ‘કફોડી’ હાલત.
“ઓ હો હો..તમને આંજણી થઈ છે? એક કામ કરો કચૂકો ઘસીને બે વાર લગાડો”.
“અચ્છા સવારના જાગો ત્યારે”વાસી થૂંક”લગડો!”
“મૂત્ર ચિકિત્સાકરો!”
” કાળીરાઈ પલાળી,વાટીને એનો ઘસરકો લગાવો..!!”
બસ,જેટલા લોકો તમને જુવે, એટલે ‘શિખામણ’ અને ‘સલાહ’ મળતી જાય,છેવટે બિચારી“આંખ” એવી તો,સૂઝીને ટેભો થઈ જાય કે દેખાવાનું,જ બંધ થઈ જાય.!
કોઈ કહે,’કૂવામાં પડ’ પડોતો શું હાલત થાય? પોતે પોતાની જાતને જાણવી બહુજ જરૂરી છે.ડાયાબીટીસના પેશન્ટ! સાકર નહિ ખાય પણ લૉ-બીપીવાળાએ,કેટલાક સંજોગોમાં સાકર ખાવી પડે.”ખુદકો જાનો-ખુદકો પહેચાનો”.. કોઈની આદત ભયભીત થઈ જવાનીહોય,તો કોઈ શાંતિથી પરિસ્થિતિનું નિરીક્ષણ કરે,અને નિવેડો લઈ આવે.
‘અનુમાન’ કેવું કરીએ છીએ? આપણે એ અનુમાન જ આપણી પરિસ્થિતિની ‘ફિલ્મ’ ઉતારે છે..આપણા મનની કલ્પના છે જે આપણને જિંદગીના અનુભવ આપે છે. આખી જિંદગી બીજાને ખુશ કરવામાં જ વિતાવી…અરે.!કોઈ પુરુષ સાથે વાત થોડી થાય ?..સહુ ખરાબ વિચારશે…આજ તો મારી ફ્રેન્ડને મળવા જવું છે..પણ કેમ જઈશ ?પોતાનાને ખુશ કરવામાં જીવન વીત્યું…
દરેકને ખુશ કેવી રીતે કરવા?નિજાનંદમાં રહો મસ્તીમાં રહો બીજાશું? ખોવાયેલી જિંદગીમાં ક્યારેક,તમે,ખુદને શોધવાનો પ્રયત્ન કરજો..દુનિયાની સુંદર,સ્વસ્થ,સૌજન્યશીલ, પ્રતિભાશાળી વ્યક્તિને મળશો.”જા જા.તારું મોઢું ધોઈ આવ”.દર્પણ સામે ઊભારહો,તમારો સુંદર ચહેરો ક્યારેક ઘૂંધળો દેખાશે!એદુનિયાની ધૂળને ખંખેરો!દર્પણને સાફ કર,તમે તમારી જાતને સુંદર સ્વચ્છ જોઈ શકશો.
પોતાઉપર વીતી હોય તે, ઢોલ નગારાં વગાડી,ને દુનિયાને જાહેર કરવુ! પણ બીજાની વાત આવે, ત્યારે એવું વર્તન કે જાણે,કશું થયું જ નથી! અથવા,આ વખતે સામેની વ્યક્તિને સાંત્વના આપવાને બદલે પોતાના દુઃખને ખોતરી-ખોતરી,જાહેર કરવુ?શુ જુદી જુદી જાતની વણમાગી સલ્લાહો આપવી!તે પણ પોતાની તકલીફોને સાથે રાખીને! મારી જગ્યાએ સહી છું,તું તું તારી! એ એમની જગ્યા ઉપર બરાબર છે!જો બીજાનું અવલોકન કરશું તો આપણે ખુદને ભૂલી જાશું અને ક્યાંયના નહિ રહિએ!!
“બુરા દેખન મૈં ચલા
બુરા ન મીલીયા કોઇ
જાકે ભીતર “મૈં”દેખા
મુજસે બુરા ન કોઈ”
– કબીરજી.
——-મુક્તિદા કુમાર ઓઝા
“ખુદકો જાનો ખુદકો પહેચાનો”
