“મૌનમ્ પરમ્ ભૂષણમ્”

“જ્યાં શબ્દોની તાકાત….,
બેઅસર થઈ જાય…..,
ત્યાં ક્યારેક લાગણીસભર
મૌન અસર કરી જાય….!”
(ઇસબ મલેક “અંગાર”)
મૌનને વિચારવા માટે મૌન રહેજે.
બહુ બોલીશ તો મૌન ભૂલાઇ જશે.
કાયમના મૌનને મૌત કહે છે.એક વ્યક્તિ તમારાથી બોલતી ઝઘડતી બંધ થાય તો સમજવું કે એ સંબંધનો,એ સંબંધની લાગણી,એ સંબંધની અંદર રહેલા પ્રેમનો અંત આવી ચૂક્યો છે!! ‘મોત’ અને ‘મૌન’ વચ્ચે ફરક કશો જ નથી..બંન્ને ‘દંતવ્યજ છે.ફરક છે,તો અનુસ્વારનો જ છે.મૌન કોઈને ગમતું નથી. કારણકે મૌન રહ્યા પછી મૌન વિશે બોલવાની તાલાવેલી બહુ હોય છે. સાચું મૌન તો બધી જ ઈન્દ્રીયોને સંકોરીને પ્રભુમય સમાધિષ્ઠ થવું એ જ છે.
મગજ હંમેશા બોલતું જ રહે છે, વિચારોની પટરી પર દોડતું જ રહે છે. “મૌન” બોલવા માટે તો બહુજ સહેલો શબ્દ છે ? ઘણીવાર,”ક્યારેક ‘ચબર..ચબર”બડબડ,કરતી દિકરીનેમા “જાપટતી” સાંભળી છે? “ચૂપ મરને”..! આ કેટલું નિખાલસતાથી બોલાયું હોય છે? અને સામે દિકરી માંડ..’સાડા ત્રણવર્ષ’ની.નિખાલસ, નિર્દોષ બાળકી હોય!!! આ”ચૂપમરને” શબ્દ, પાછળ માનું “મન” હકીકતમાં આપણી સામે ખડું થવું જોઈએ!વિચારવાનું પણ બંધ એટલે મૌન?કે બોલવાનું બંધ એટલે મૌન?
પૂજા-પાઠ કરતાં કરતાં(મૌન ધારણ કરીને)..રસોડામાં, લસણનો વગાર થયો કે હીંગનો?? તેનું”ધ્યાન” રાખવું,અને બહાર કોણ કોના સાથે વાત કરે છે?? તેનો ચોકી-પહેરો રોખવો?! અહીં”મૌન”ક્યાં ખોવાઇ જાય છે? આવા વખતે,જોકે ઘરના દેખીતા ખટરાગ અટકી જાય ખરા! કારણકે,‘બોલવાના સમય’ ઉપર તમે મૌન હો!! ભીષ્મપિતામઃ જેવા દ્રૌપદીના ચીર-હરણ વખતે,’મૌન રહ્યા’!કોઈ નિખાલસ,નિર્દોષ, જ્યારે કારણ વગરનું, બેરહમ કૂટાતું હોય, ત્યારે “મૌન”શાકામનું? આવા”મૌન લોકો” પહેલી નજરે તો બહુજ સરળ, સાદા,સીધા,સૌમ્ય દેખાય.પણ એ”મીંઢા પણા”નો એક પ્રકાર છે “મેતોજી મારે નઈને ભણાવે પણ નઈ”..આવું વર્તન કેટલું વ્યાજબી છે? .. ભીષ્મપિતામઃની અંતિમ ક્ષણ યાદ કરો!! ભગવાન કે ઘર દેર હૈ,અંધેર નહિ હૈ! સચ્ચાઈનો સાથ આપવા માટે “ગાળ”બોલવીપડે,તો એ મંત્રનું કામ કરે છે.(એવું મારું માનવું છે.)
જીવનમાં ઘણી વખત જ્યારે શબ્દોની તાકાત કામ નથી આવતી ત્યાં “લાગણી સભર મૌન” ઘણી બધી અસર કરી જાય છે
એ સાચું પણ એના પાછળ લાગણી ની સચ્ચાઈ સંતાઈ ને બેઠી હોય છે.
એવું વડીલો કરી શકે.. જોડા મેળવવા! તે ‘લાગણી સભર મૌન’, કામ કરી જાય! તો ‘મીંઢાઈ ભર્યું મૌન’રાજના રાજ ઉથલાવી દે! એપણ હકીકત છે.
મનમાં ખદખદ થાતી હોય! તો એ મૌન શા કામનું? જીભબંધ હોય,પણ મન “અહીં થી તહીં” ભટકતું હોય! તો એવું મૌન શા કામનું? એટલે જ યોગમાં ધ્યાન,સાધનાની શરૂઆત કરતાં પહેલાં,ચિત્તવૃત્તિઓઓને કાબુમાં લેવા,મનના વિચારોને“જોવા-જતા,કરવા અને શાંત પણ કરવાની વાત” કરી.
મૌન પહેલી નજરે ગમી જાય, પણ તે સાદુ,સીધું,સરળ અને સ્વચ્છ હોવું જોઈએ!અને તો જ એ સાચું ઘરેણું જ બની શકે..!
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: