તમે કોઈ દિવસ પોતાની ભૂલો જોવાની કોશીશ કરી છે? પગ નીચેથી પાણીનો રેલો પસાર થાય,ત્યારે જ ખબર પડે કે ભાઈ! પગ નીચે પાણી આવ્યું! તમે,આ વાંચો છો..ત્યારે જરા તમારી જિંદગીમાં પાછળ જુઓ..શુ વિચાર આવે છે??
કોલેજમાં,મને રમિલા ગમતી હતી,તે વધારે સારી હતી.કોમર્સના બદલે આર્ટ્સમાં ગયો હોત તો? વધારે સારી રીતે જિંદગી માણી શક્યો હોત! એક ના બદલે બે બેડરૂમનું ઘર ખરીદ્યું હોત તો?? વગેરે. એટલા વિચાર, તમને તમારી ભૂલોમાં અટકાવી રાખે છે!
નાની-નાની ભૂલોને,પકડીને,આપણે અત્યારના આનંદને ખોઈ બેસીએ છીએ..કારણકે
“આપણી આદત જ પાછળ જોવાની છે.”
આપણે સામે જોઈએ ત્યારે નજીકની વસ્તુ જે તમારી છે તેને નથી જોતાં પણ દૂરની વસ્તુ જે આપણની નથી તેને નિહાળવામાં ખોવાઈ જઈએ છીએ.આપણે જે કાંઈ કરીએ તે હંમેશાં સાચું જ હોય ! કારણકે,આપણી માન્યતા જ એવી રીતે ઘડાયેલી છે!”मि शिवाजी”.મારી તો ભૂલ થાય જ નહિ!!
આપણે કોઈથી કાચનો પ્યાલો તૂટી જાયને તો પણ માફ નથી કરી શકતાં!” એ આતો,પાંચસો રૂપિયાની કિંમતનો હતો અરર! તેં તોડીનાખ્યો”?
“અમારે તો”કપડાં આમજ ઘડી કરાય.”અમારે તો” લાલમરચું વગાર થઈ ગયા પછી જ પડે! આ”અમારું-તમારું”ની વાતો “તમારા ઘરને “પોતાનાતરીકે” સ્વીકારીને આવેલી,વહુને “માનસિક રીતે-પારકી” કરી દે છે! “આજે દાળમાં મીઠું!-(નમકનો સ્વાદ) એમ વધારે પડી ગયું? ..આવી”નાનીનાની ભૂલો”, સ્યુસાઈડ,છૂટાછેડા,કે વિભક્ત કુટુમ્બ થવાના કારણ બને છે!!!
વિચાર કરો! તમે કારણ વગર કોઈની ભૂલ કાઢ્યા કરો,તરછોડો તો એના આત્માને કેટલું દુ:ખ પહોંચતું હશે? કે એ વ્યક્તિ તમારાથી ‘કોઈ પણ રીતે’ દૂર થઈ જાય?!
“માફી”-આપવા માટે એકવાર”ભૂલ”કરવી પડે.બહુજ મોટ ભૂલો,ભૂલી પણ ન શકાય!
આપણને “પોતાની ભૂલ” દેખાય જ નહિ!! એનું શું? ભૂલ બતાવે તેનો ઉપકાર માનજો.ભૂલ કરોળીયાના જાળાં જેવી છે ભૂલ કરતા રહો, ભૂલને સુધારતા રહો.પણ અમુક ભૂલ જે તમે કરીનાખી હોય છે!તે તો ભગવાન જ સુધારતો હોય છે, કે “આપણે ભૂલ કરી છે”! એક વ્યક્તિ, કોઈ દુકાન માંથી,બ્રેડની ચોરી કરતાં પકડાઇ ગયો! લોકોએ એને ચોર તરીકે જાહેર કરી,એને ખૂબ મારી, જેલ ભેગો કર્યો! જેલમાં જેલરે તેને પૂછતાં ખબર પડી કે ઘરમાં,પોતાના બાળકોને ખાવા માટે કાંઈ જ નહોતું,એટલે. એણે પાઉંની ચોરી કરી!! ક્યારેક જાણી જોઈને પણ આપણે ભૂલ કરતા હોઈએ! !મને,કોઈની વાત ન ગમી.!.મેં એ ભૂલને ના સ્વીકારી,અને એમને એમની ભૂલ બતાવવા કોશીશ કરી!ત્યારે સામેની વ્યક્તિએ અમુક ભૂલ,કયા સંજોગોમાં કરી છે? ! તે મને ખબર નથી.લાંબા સમયપછી… ખબર પડે! કે “એ-ભૂલ”,એ વ્યક્તિની ‘જરૂરિયાત’હતી. આ વખતે એને ‘નીચો પાડવાની,તે મારી,’મોટામાં મોટી ભૂલ’ હતી.અને શક્ય છે કે મને, તે સમય પૂરતો આનંદ!પણ”અહીં યાનું અહીંયા છે” ભૂલ કર્મોને પણ ભૂલાવે જે..અને કર્મની થપ્પડ બહુજ ભારી હોય છે.એવી “ફિલ્મ” ભગવાન બતાવતો હોય છે! જે માટે, વૈજ્ઞાનિક કે ગાણિતિક સાબિતીઓ આપણા પાસે નથી હોતી! પણ જેનો‘આત્મા-દુભાયો’ હોય,એને તો ચોક્કસ ખબર પડે,!“જોયું..તે દિવસનું પરિણામ-ભગવાને,આપી દીધું’.
આપણને ખબર નથી,સામેની વ્યક્તિની શું હાલત,પરિસ્થિતિ અને વ્યથા છે?!
ભૂલને બે જ જણા દિલથી વાંચે છે,એકાદ ભૂલ કરનાર અને બીજો ભૂલો શોધનાર..!!
trust but verify “નામદારની
ભૂલ ન હોય”.
…મુક્તિદા કુમાર ઓઝા
“નામદારની ભૂલ હોય જ નહીં”
