ચાંદરણું!ચાંદરણું એ આવ્યું જોને, ચાંદરણું બંધબારીથી,છતથીઆવ્યું.સોનેરી કિરણોથી એમાં,રજકણને જો રમતું લાવ્યું …,એ કણકણને મનગમતાં જોતી, મનગમતાં મનથી મલકાતી,ચાંદરણાંની ઓથે પેલો સૂરજ પણ ઘરમાં આવે! રજકણની આવન-જાવનની રમત નવી રચાવે!!!એ ભાગે અહીંયાંથી તહીંયાં,ચાંદલિયાના ચટકાં-મટકાં નભના એ સૂરજ, કે નભનાએ ચંદર! તારલીયા! દેખું હું,ટપકે ટપકે..ટપકીયાળી ઓઢણીમાં ચમકીલી ભા..ત ..,જાણે ઓસરીમાં રમતુ આખું અંબાર!!ચોરના મનમાં ચાંદરણું,મારી દાદી ગાતી હાલરડું,દાદીના ખોળે બેઠી હું,ચાદરણાંને જોતી’તી……,ઉપર નળીયેથી ઉતરી,સૂરજ કિરણ વરસાતી’તીચાંદરણાંનો ચંદરવોની, બિછાત બનાવી રમતી’તી દાદીના ખોળેથી ભાગી! અફડાતફડી કરતી’તીએક ચાંદરણું પકડી,હું હથેળીથી હરખાતી’તી..આખો સૂરજ મારા હાથે,લાલ-લાલ છલકાતોતો છેતરામણો!સૂરજ આતો,હથેળીએ રમતો,સંતાય!!ચોતરફ ઘરમાં એ ભમતો દેખાય! ચાંદરણાંમાં બાળપણ છુપતું-ચર્ચાતું ચાંદરણુંએ બાળપણ,ઓસરીમાં અટવાયુ,એને અપલપઝલપ ખેલાવુ ઓહો,ચાંદરણું!! જૂના ઘરના નળિયામાંથી સરકતું,એ સૂરજને લાવી ઘરમાં ધસતું ચાંદરણું!——-મુક્તિદા કુમાર ઓઝા
“ચાંદરણું”
