“આપણે સૂર્ય હોવાનો દાવો કદી ના કરી શકીએ…, પણ કોઈ અંધકાર ભરી ઝૂંપડીમાં થોડું તેજ પ્રગટાવી શકીએ તો પણ ઘણું …!” —-(ઇસબ મલેક “અંગાર”) રવીન્દ્રનાથ ટાગોર ની કવિતામાં સૂરજ ને સાંજે દીવો કહે છે “હું પણ મારી ક્ષમતા મુજબ અજવાળું આપી શકું છું” સૂરજની સામે તો જુઓ! આંખો અંજાઈ જાશે! અરે ગ્રહણના દિવસે તો,એ એવાં કિરણો ફેંકે કે એને સીધા જ નીરખીએને તો તો કહે છે,કે “અંધાપો”પણ આવી જાય!अति सर्वत्र वर्जयेत्। “આહા હા! આજે તેં મારા સાથે વાત કરી! મને બહુજ સારું લાગ્યું.”આવુ બોલતાં ઘણા લોકોને સાંભળ્યા હશે.કોઈ આધળાનો હાથ પકડી,રસ્તો પાર કરાવીએ”,એ રસ્તો cross કરવાની પ્રક્રિયા”,આંધળા માટે તો અજવાળાંથી પણ વધારે મદદરૂપ થાય છે! એક બાપ!..! જો સારું પરિણામ આવે તો દિકરાને હોટલમાં ખવરાવવાનો વાયદો પૂર્ણ કરવા હોટલમા લઈ જઈ, એકજ ઓર્ડર દે છે.દીકરો કહે છે’પપ્પા તમારું?’ બાપ જવાબ દે છે’મને ભૂખ નથી’આ વાત બાજુના ટેબલ ઉપર બેઠેલ ગ્રાહકે સાંભળતાં એણે બીજો ઓર્ડર આપ્યો, ખાવાનું આવ્યું ત્યારે બે ડિશ આવી!તો બાપે કહ્યુ મેં તો એક જ મગાવ્યું છે!તેનો જવાબ મળ્યો બીજો ગ્રાહક તમારા માટે ઑર્ડર આપી ગયો છે..તેના જવાબમાં બાપ કહે ભાઈ!ઘરે પત્ની અને દીકરી ભૂખ્યાં છે અને હું તો દિકરાને ખવરાવવા જ આવ્યો છું.એના “આવા વિચારના માનમાં” મેનેજરે આખું પાર્સલ બાંધી આપ્યુ,ઘેર આખુ કુટુમ્બ જમ્યું. આ ‘દીવો’ ‘સૂરજ’ ‘અજવાળું’, આ બધું તો ‘પ્રતિકાત્મક’ છે! હકીકતમાં,કોઈની જિંદગીમાં,જુદાજુદા પ્રકારની ‘ઉણપ’ દેખાય,તો એને એમાંથી બહાર કાઢી,એની જિંદગીમાં ખુશીઓ ભરવી જોઈએ. પોતાની જિંદગીમાં ડોકિયું કરશું,તો આપણને’અધૂરપ? જ દેખાતી હોય! ત્યારે એ ‘અધૂરપના ખાડા’ને જો ભરવો હોયને,તો પોતાની આસપાસ જોવું! આપણને જે “અધૂરપ”સાલે છે તે..બીજાને પણ સાલતી હોય છે! તો જેવી તમે બીજાને મદદ કરવા માંડશો! તમને હજાર ઘણો આનંદ અભીભૂત થાશે જ! Give love receive love. તમે જે કરો છો તે કશુંક“દેખાડા”માટે કરો છો,તો તમારો દેખાડો “દંભ”જ બની જશે.”એક રજકણ સૂરજ થવાને શમણે ઊગમણે જઈ ઊડે પલકમાં ઢળી પડે આથમણે!!ખરેખર જો તેજસ્વી બનવું હોય તો,”સૂરજ”થવાના શમણાં છોડી,એક”નાનુ ટમટમીયુ” બનીએ..જેના અજવાળાના જ્ઞાનથી જેણે મહાન નેતાઓને જન્મ આપ્યો!અત્યારે પણ એવા ઘણાં ઉદાહરણ નજર સામે છે. દાખલા તરીકે ઈન્ફોસીસ કંપનીના માલિકની પત્ની સુધામૂર્તી. જે સાદી ગૃહિણીની જેમ જીવી હજારો આ-બાલ વૃદ્ધોના જીવનમા જ્યોત બનીછે! બાલભણતર,દાસીપ્રથા, ચોખાઈ, પુરુષો માટે પણ જ્ઞાન અને મદદ..चिराग़ कहाँ रोशनी कहाँ ? वो तो पता नहीं लेकिन यहाँ light चली गई है इतना पता है!!(જાણીતા વિદ્વાનશ્રી અગસ્ત્ય ભટ્ટકહે છે.) “પોતાના ઘરમાં અંધકાર હોય તો બીજાનો પ્રકાશ અસહ્ય બની જાય છે. ઈર્ષ્યાને કારણે માણસ બીજાને દુઃખી કે મુશ્કેલ સ્થિતિમાં મૂકાયેલા જોઈને ખુશ થાય છે.” ઈર્ષ્યા કરીને માણસને મળે છે શું? કેવળ પરિતાપ.આ ઉત્સવો ઉજવીએ ત્યારે ફક્ત સારાં સારાં કપડાં પહેરવાથી,સારું સારું જમવાથી,સાચી ઉજવણી નહિ થાય,એ માટે….,સંકલ્પ કરીએકે,આવનારા સમયમાં એવું વર્તન કરીએ કે, એવુ કાર્ય કરીએ કે જેના થકી કોઈનું ભલું થાય,કોકનું દુઃખ થોડુંક પણ દૂર થાય, કોઈ રડતા ચહેરા ઉપર હાસ્યની એક નાનકડી પણ લહેરખી ફૂટે..એજ સાચી જ્યોત તેજની જ્યોત છે.દીવાની જ્યોત છે.—— મુક્તિદા કુમાર ઓઝા
“જીવનજ્યોતથી ક્યાંક પ્રકાશ પાથરીએ”
