“સ્વાવલંબી બાબતે આપણા
માપદંડ
સીમિત જ નહીં,
પણ સાવઊંધા છે…,
આપણે કોઈ વ્યક્તિ જાતે આર્થિક પગભર થઈ જાય તેને સ્વાવલંબી કહીએ….,
પણ આ પછી, અન્ય બાબતોમાં જેવીકે
શારીરિક,
માનસિક, કે સામાજિક બાબતોમાં સાવ પરાવલંબી બની બેસી જઈએ છીએ.. તેં વાત દેખાતી જ નથી.”
——- (ઇસબ મલેક “અંગાર”)
આ ‘લોક ડાઉન’માં જ જુઓને! કામવાળી વગર ચાલ્યું,ચલાવ્યું! પણ કેવા અકળાઈ ગયા છે લોકો? મેં તો સાંભળ્યું કે ઘરમાં જો, કૉરોનાનો”પડછાયો” પણ દેખાય તો.?. લોકો છૂપાવે છે! કારણકે કામવાળા આવવાના બંધ થઈ જાયને?!
દિવાળીના દિવસે “સાવરણી”ની ખાસ પૂજા કરવામાં આવે. ખબર છે ને?!!આ “કામવાળી”નું છે,એવું!!!!!
₹સમાજના દરેક સ્તરે છે!એવું જ છે..હોસ્પીટલમાં જ્યાં સુધી મુખ્ય ડોક્ટર હુકમ,’ના’ કરે ત્યાં સુધી,દર્દીનું જે થવાનું હોય તે થાય. પણ બીજા કોઈ, કશું જ ના કરી શકે.!!
તમે “સ્વાવલંબી” એટલે”પોતાનું,પોતાના પૂરતું જ કમાઈ લ્યો,એજ? હકીકતમાં “સ્વાવલંબી”એટલે “આત્મનિર્ભર”!!! અને આત્મનિર્ભર શબ્દ ને હું,મહાત્મા ગાંધી સાથે જોડીશ.તો પોતાનું કામ પોતે કરવું…. “મારાજ પાણી, મારાજ રોટલી, મારાજ જૂતા…. ડગલે ને પગલે મારાજ સિવાય જિંદગી આગળના વધે! અને જે દિવસે મારાજ ના હો ય ત્યારે જાણે શરીરનાં અંગ અપંગ થઈ ગયાં હોય!
मुझे ठीक से याद नहीं है कि मैने कब पढा था..पोथी पढ़ पढ़ जग मुआ पंडित भया न कोय ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित होय!
માત્ર વાંચ્યા કરવાથી પંડિત થવાતું હોત તો?અભિનેતાને જોઈને ઘણીવાર લોકો બોલતા હોય….આવો અભિનય તો હું પણ કરી શકું! અને જ્યારે સ્ટેજ ઉપર જાવાનો વારા આવે ત્યારે એવા તો “ત ત ફ ફ”થઈ જાય કે એમને જોઈને શ્રોતાઓને એમ થાય કે “ધરતીકંપ”થયો છે કે શું?!!”સ્વાવલંબી”થવા માટે પોતે જ પાણીમાં પડી તરતાં શીખવું પડે છે!કોઈના ખભે ચડી બંદૂક ફોડવી શક્ય નથી.!
કુદરતની તરફ નઝર કરોને! સૂરજ કોઈ દિવસ કહે છે કે,”આજે જાવા દે ને! પૃથ્વી પર નથી જાવું”?વનસ્પતિ કહે છે! આજે મારે ઓકસીજન નથી છોડવો?કારણકે રાતના વધારે પડતો કાર્બનડાયોક્સાઈડ છોડી દીધો છે.! મારે તો સૂરજ પાસેથી પારજાંબલી કિરણો નથી લેવાં,કારણકે ગઈકાલે કાગડાએ હગાર કરી,મારી બધી ડાળીઓને બધી જ “ભીઠ”થી ભરી દીધી! એટલે સૂરજ મને(વૃક્ષ)કહે કે “હે! વૃક્ષ! તું તો ગંદું છો.”.અને એમ “મારે અને સૂરજને ઝઘડો થઈ ગયો”.
ગમે તે સંજોગોમાં,કુદરતની વસ્તુઓ,પોતાના માટેની શક્તિનો શ્રોત શોધી લે છે. લીલીછમ વનસ્પતિ કેટલી સુંદર લાગે છે?!, પોતાની સુંદરતા બતાવવા, વનસ્પતિએ બ્યુટીપાર્લરમાં જાવું નથી પડતું. કે “હું બહુજ મહાન છું “એવાં ગાણાં નથી ગાવાં પડતાં,કે પછી પોતાને આધારિત પેલી..નાજુક-નમણીશી ”વેલી’ને ડરાવતું નથી..કે “તું તો મારે આધીન છો.” લીમડા અને પીપળાના ઝાડને કોઈ દિવસ ઝઘડો કરતાં જોયાં? કે”આ જગ્યા મારી છે?!” બસ ઍ તો વર્ષોથી,જ્યાં ના ત્યાં જ ઊભાં છે,અને પોતાના ડાળી, ડાળખાં, મૂળિયાં, પાંદડાં, દરેકનો ઉપયોગ લોકોને કરવા આપેછે.
પોતે જા મહેનત કરી, પોતાનું અને બીજાનું પણ ધ્યાન રાખી ઉપયોગી થવું એજ સ્વાવલંબન-આત્મનિર્ભરતા
છે..
ટુંકમાં….,
ફક્ત પૈસા કમાવવા… એટલે સ્વાવલંબી નથી બની જવાતું….,
પોતાના રોજબરોજના સામાન્ય કામ માં સંપૂર્ણ બીજા ઉપર આધાર રાખતા થઈ જાય તો એ આત્મનિર્ભર નહિ……,પણ માનસિક વિકલાંગ જ ગણાય.
મુક્તિદા કુમાર ઓઝા