કોરોના કહેર …
સિક્કાની બીજી બાજુ..
મુક્તિદા કુમાર ઓઝા
કોરોના કહેર વચ્ચે,
કેટલાક બનાવો
સારા પણ થયા છે,
જે નહોતા અનુભવ્યા…,
તેટલા કુદરતથી નજીક
પણ ગયા છે…!
—— (ઇસબ મલેક અંગાર)
કેવી શાંતિ છે!? આ મુંબઈ છે???!!!
આંખ બંધ કરીને સાંભળ્યું તો હવાના સૂસવાટાના સૂર…! કુદરતના એ કાગડા- કૂતરા અને પંખીઓના કિલ્લોલ સાથે સૂર મેળવી રહ્યા છે
મારા શ્વાસોચ્છવાસની એ ‘રિધમ્’ પણ જાણે કુદરતી તાલ મિલાવી રહી છે!!
વાહરે ! મુંબઈ ! ગજબની શાંતિ!
શું,આમાંરુ ષિમુનિઓએ કરી હશે ક્રાન્તિ??!
કેવી શાંતિ છે??
આ કાગડા બહુ અવાજ કરે છે!
આ કૂતરા ક્યાં થી ભોંકાય છે!
કોઈના,’ઘરના’છે કે રસ્તાના?
બહુ ભોંકે છે યાર..!
કોયલ તો કૂ કૂ કરીને આખું આકાશ ગજવે છે!!
આ ચકલીઓ ખોવાઈ તો નથી ગઈ?
છે છે!
ચકલી પણ છે જ.
જોને કેટલું “ચીં..ચીં કરી ચકલા સાથે ઘેલ કરે છે!
અરે! બારી માં થી બહાર જોયું તો કાબરબાઈ! અહીં થી તહીં કૂદકે છે.
દેવચકલીઓ પણ કોઈને પોતાના મીઠા અવાજથી પુકારી રહી છે!
આંખ બંધ કરીને સાંભળ્યું!
જોયું?? જો જો આ..
મોહમયી નગરી મુંબઈ છે!!!??
શુ અગાઉ આવું થતું હતું…..?
બહુ યાદ કરીએ… કદાચ થતું હતું…..હો..!
પણ એ માણવા આપણી નજર નહતી….!
“કૉરોના મયી” મુંબઈ નગરી છે!!!આ..”કૉરોના મયી” મુંબઈ નગરી !!!
—– મુક્તિદા કુમાર ઓઝા