“ટી આર પી વધારવાની હોડ…..ફક્ત ન્યુઝ ચેનલોમાં જ નથી….., કેટલાક માણસોને…… વગર સ્વાર્થએ ખોટી સનસની ફેલાવવા માં જ રસ હોય છે.!”—— ઇસબ મલેક “અંગાર” અમે નાનાં હતાં ત્યારે,રાતનો કચરો ઘરમાં ન રખાતો! રસોડું સાફસૂફ કરી, અનાજ વગેરે જે જમા થાય તેને”ધોણ” કહેવાતું.આ”ધોણ” બહાર નાખવા માટે, ગલીના નાકે, એક કૂંડી જેવું હોય.ત્યાં, અમે મમ્મી સાથે જતાં.ત્યારે તેમાંથી ગાય પણ ખાતી હોય અને કૂતરા પણ ખાતા અને દિવસના ભાગમાં કાગડા પણ ખાય! આવા વખતે કેટલાક કૂતરા બીજા કૂતરાને, કે ગાયને ખાવા ન દે, અને હેરાન કરે! ત્યારે..અમે એક લાકડી રાખતા, એકાદ વખત લાકડી ઠપકારીએ!એટલે કૂતરું એવી તો,રાડો પાડે..જાણે એ તો હવે મરી જ જાવાનું છે!! એમ આખી શેરી ગજવી દે!! કેટલીકવાર ખીસ્સાકાતરુ લોકો, ચોરલોકોને જ્યારે ચોરી કરવી હોય ત્યારે ખાસ એક બાજુ હોબાળો બોલાવે,એટલે લોકોનું ધ્યાન તે બાજુ દોરાય! અને બીજી બાજુ ચોર બધુંજ સફાચટ કરી જાય ! જૂના જમાનામાં,કોઈ ગુજરી જાય તો!,ફોન નહોતા, ટીવી નહોતાં તો શું કરવું?!એવા વખતે ખાસ પ્રકારના લોકો!વાળંદ કે નાતનો કોઈ વ્યક્તિ હાથમાં રોટલા અને લાકડી લઈ, કૂતરાંને આપતો જાય અને રાડો પાડીને બોલતો જાય કે “ફલાણા-ફલાણા”નું મૃત્યુ થયું છે!”રુડાલી”ખાસ પગારદાર રડવાવાળીઓ પણ વ્યક્તિના મોભા મુજબ રોકવામાં આવતી.” દાંડી-પીટવાની પ્રથા” જેમાં મોટેથી ઢોલ વગાડી લોકોને જાણ કરવામાં આવતી! આ તો સામાજિક વાત થઈ, પણ કેટલીકવાર psychologically ” પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે,પોતાનો ફાયદો જોવા માટે,પણ એવું વર્તન કરવામાં આવે. મંથરા,નારદ વગેરે એના જ્વલંત ઉદાહરણ છે. ચાચી-ચુગલી,તારી-મારી,અમુક પ્રકારના વ્યંગ્ય, ખાસ ટીઆરપી વધારવાની રીતો છે.ઘર હોય, ઑફિસ હોય કે મંદિર આંતરિક “હૂંસા-તૂંસી”વધારી.. પોતાની ‘મહાનતા’ સ્થાપિત કરવી!!!“અમારે, નાની વહુતો ટૂથપેસ્ટ ટીચી-ટીચીને વાપરે હો..”મોટી રસોડામાં હોય,આખો દિ! એને કાંઈ ખબરન પડે”! પણ ઈડલી-ઢોસા ક્યાં સરસ મળે, તે પણ નાની જાણે હો.નાની અમારે બઉ હુસિયાર!ફટાફટ પીઝાનો ઓર્ડર દઈ દે! (અહીં..પૈસાનો દેખાડો! એક બાજુથી, અને બીજી બાજુ પૈસાની કેવી કંજુસાઈ?! કે ટૂથપેસ્ટ પણ ચીપી ચીપીને વાપરે!‘પોતે કશુંક મહાન છે’! તે એક યા બીજી રીતે વર્તનમાં આડંબર કરીને,સનસનાટી બોલાવીને જાહેર કરવું તે માનવનો જન્મ સિદ્ધ અધિકાર છે. મુક્તિદા કુમાર ઓઝા
કેટલાક લોકોનો વિચિત્ર શોખ સનસનાટી ફેલાવવી…!
