“તારીખો ભુલાય જાય કદાચ,
વાર કે વરસ પણ ભુલાય કદાચ,
મળે, છૂટે જીવનમાં અનેક માણસો,
કોક ચહેરો કદી ભુલ્યો ભુલાતો નથી..!”
ઇસબ મલેક “અંગાર”)
₹ चेहरा है या चांद खिला है .. એવો ચહેરો! જેણે,તમારા માટે,કશુંક સારું કર્યું હોય! તમને હેરાન કર્યા હોય.ઘણીવાર“એ” બિચારાએ કાંઈ કર્યું ન હોય! પણ છતાં,તમને “એ” ગમે અથવા ના ગમે! એટલે એ યાદ જ રહી જાય!યાદ છે.? ગમે તેટલો 'બિહામણો ચહેરો' પણ એની પાછળ પ્રેમ છૂપાયેલો હોય છે,પ્રસંગને અનુરૂપ યાદો સંકળાયેલી હોય છે. દિવાળીના દિવસે પરોઢના પાંચ વાગ્યામાં 'સકન' .. આપવા આવતા સુલેમાન કુંભાર, ઘરના આંગણે કરંડીયાને થપથપાવી, બીન બઝાવી શાપ કાઢતો ગારોળી, પોતાના હાથ દાઢી ઉપર થપથપાવી જુદા જુદા અવાજ કાઢતો 'ભિખારી મ-બૂબૂ બાવો" આ બધા દેખાવે તો બીક લાગે એવા હતા ! પણ ક્યાં'છૂપો પ્રેમ છૂપાયેલો છે જે હજુ યાદ આવે છે.જેમની યાદ ભૂસતાં પણ ભૂંસાતી નથી!! એક શિક્ષકનો અવાજ બહુજ તીણો હતો?અને મોઢે શીળીના ચટ્ઠા હતા? બાળપણના એ લોકો, “પ્રેમાળ શિક્ષકો તો એવા હૈયે છે કે એમને સપનામાં જોઈએને તો પણ બરાબર દેખાય છે!
દિવાળીના દિવસે, સવારના છ વાગ્યામાં,પોતાના"બાળ મંદિર"ના આસન પર બિરાજમાન,એ શિક્ષક કેમ ભૂલાય? વર્ગના પચાસ બાળક હાજર હોય અને દરેકની પાટી(સ્લેટ ઉપર"ૐ" લખી એક એક મોટો બુંદીનો લાડુ આપતા! અને બધાને બેસાડી રાખતા? અને છેલ્લે,એકસાથે છૂટી આપે! ત્યારે રાડો પાડીને બોલાવતા.."ઢાઉં ઢાઉં ઢુકડો..સરસ્વતી દેવી,વિદ્યાની દેવી..અમારી વિદ્યા અમર રાખજો,અમારી વિદ્યા હૈયે રાખજો."આ તો એટલે યાદ છે, કે એ “છબાયછ” ના ઘેરાવામાં,બિરાજમાન હોય, ફૂટબોલ જેવાં મોઢાંની વચ્ચે નાક દેખાય જ નહિ, પણ જીણી જીણી આંખોથી ‘પ્રેમ વરસાવતા જાય’...અને મોટા-મોટા બુંદીના લાડુ આપતા જાય.લાડુ કરતાં વધારે"ગળ્યાશ એમના પ્રેમ"ની અનુભવાતી હતી. કારણકે,એમના લાંબાવાળ,ફૂટબોલ જેવું મોઢું, જીણી આંખોથી "સરસ્વતી દેવી વિદ્યાની દેવી."બોલાવતા તે ચિત્ર આજે પણ નજર સમક્ષ તરવરે છે.
આ “યાદછે”.. સાથે કેટલા બધા ચહેરા ખેંચાઈ જાય?નજર સમક્ષ ખડા થઈ જાય?!
મનરૂપી કોમ્પ્યુટરની ચીપ ઉપર, એવા તો છપાઈ જાય છે એ ચહેરાઓ કે એ delet થઈ શકતા નથી.પછીએ શિક્ષક,દાદા,દાદી,પડોશી કે પ્રેમિકા હોય..
રૂપીયા ખર્ચીને, “वो कौन थी” પિક્ચર જોયું હોય, કે “मैं चुप रहूंगी” પિક્ચર જોયું હોય! એ એક વર્ષ, એકવીસ વર્ષ કે એકાવન વર્ષે ભૂલાઈ તો જાય છે..એના દૃશ્ય યાદ કરવાં પડે છે!!. જ્યારે અમુક વાણી,વર્તન,વ્યવહાર એવાં હોય છે જે ભૂલ્યાં ભૂલાતાં નથી.
માનસિક રોગના કારણ પણ આવા”ચહેરાઓ” બનતા હોય છે. એમને યાદ કરીને એવા તો ગભરાઈ જવાય કે એનો વિચાર આવતાં જ ધરતી નીચેથી પગ ખસી જાય.ભયથી મન થથરી ઊઠે! એવા પણ ચહેરા હોય! જેના વિચાર માત્રથી મનમાં ગજબની શાંતિ ફેલાઈ જાય. ભલેને એ ધરતીના એક છેડે હોય અને આપણે ધરતીના બીજા છેડે! એમના ભાવ હંમેશાં એવા હોય..
“मैं हूँ ना”।
“इक चहेरे पे कई चहेरे बना लेते हैं लोग।”
રંગે રુડો..રૂપે પૂરો,દેખિતો કોડીલો કોડામણો!!આહા પહેલી નઝરે,તો એમ જ લાગે,સાક્ષાત્ ભગવાનનું જ સ્વરૂપ છે!એની બોલવાની રીત બેસવા-ઊઠવાનીરીત..બધું જ “છેતરામણું”હોય..નજીક જાવ,એટલે પરચો બતાવી દે!
“કામ,ક્રોધ,લોભ,મદ,મોહ થકી છકેલો.”
આવા લોકોથી જ્યારે “ઉલ્લુ” બન્યા હોઈએ “તે ભૂલાતું નથી”!પણ “માફ કરવું”જ રહ્યું.
પણ શીખી શકાય કે “સારાં કામ કરી” કોઈના યાદગાર બનીએ.
મુક્તિદા કુમાર ઓઝા