એકલવાયાં, મનમાં ઘૂમરાતા વિચારો,જાણે ખુલ્લાં આકાશમાં ઊડતું પંખીનું ટોળું
હસતી હું,ગાતી હું,પહાડો ને પહાડીમાંઝરણાં ઝણઝણતી ખેલતી-કૂદતી હું મસ્તીમાં,ગમતી વસ્તુ મળતી!
હું આનંદનો હેલ્લારો કરતી,આત્મવિશ્વાસના ઓવારે ઊભી, જોતી.
મનગમતા એ “પ્રણ”ને લેતી પથને,પથના પગલે પગલે ધોતી. ‘હિંમત’ના હિંડોળે હીંચકતી, ગાતી રમતી ગમ્મત કરતી, ‘હુ’હું માં મુજને જોતી! આનંદમાં કિલ્લોલતી’હું’ડાળે ડાળે ઝૂલતી ’હું’,પાને પાને પમરાતી! આનંદમાં ટહૂકાઓ કરતી,હેલ્લારાલેતી,મનડામાં ઘૂમરાતી હૂં
જાણે આકાશમાં ઊડતું પંખીનું ટોળું,
હસતી હૂં ગાતી હૂં પહાડો ને પહાડીમાં મસ્તીમાં મહાલતી જાણે ખુલ્લાં આકાશમાં પંખીનું ટોળું!!એકલવાયા મનમાં વિચારોનું ટોળું! ઊડતુ જાણે પંખીનું ટોળું. મુક્તિદા કુમાર ઓઝા